બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવું સહેલું નથી દરેક કલાકાર એ તેમની ઓળખ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે.બોલીવુડમાં ફિલ્મ હિટ બને ત્યાર બાદ જ તે કલાકારની ઓળખ ઉભરી આવે છે .ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર સારી હોય છે ત્યારે તે ફિલ્મ હિટ માનવામાં આવે છે. જો તમારી ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામિલ થઈ ગઇ, તો તમારી ફિલ્મ હિટ છે. આ વાતથી કોઈ લેવા દેવા નથી હોતો કે ફિલ્મની સ્ટોરી કેવી છે. આજકાલ, દરેક નિર્માતા અને દિગ્દર્શકની તેની ફિલ્મ 100 કરોડ ક્લબમાં જોડાવાનું સ્વપ્ન જુવે છે. 100 કરોડના ક્લબમાં ફિલ્મનું આગમન એટલે ફિલ્મની સાથે સાથે ફિલ્મના કલાકારો પણ હિટ છે. પરંતુ જણાવી દઈએ કે કેટલાક કલાકારો એવા પણ છે કે જેમના ખાતામાં 100 કરોડની ક્લબ ફિલ્મ છે, તેમ છતાં તેમનું નામ હિટ એકટર્સની લીસ્ટમાં શામેલ થઈ શક્યું નથી. આજની આ પોસ્ટમાં, અમે આવા કેટલાક સ્ટાર્સ વિશે વાત કરીશું જે 100 કરોડની હિટ ફિલ્મ આપીને પણ પોતાનું કરિયર આગળ વધારી શક્યા નહીં.
સની નિજાર, સોનુ કે ટીટુ કી સ્વીટીસની નિજાર સુપરહિટ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં જોવા મળ્યા હતા. હા, આજ જેમને કાર્તિક આર્યનના મિત્ર ‘ટીટુ’ ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી નુસરત ભરૂચા જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી હતી અને 100 કરોડની ક્લબમાં જોડાવા છતાં સની નિજારને તેનો કોઈ ફાયદો મળ્યો ન હતો. આ જ નુસરત તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ માં જોવા મળી હતી અને કાર્તિક સારા સાથે ‘લવ આજ કાલ 2’ ના શૂટિંગમાં વ્યસ્ત છે.
હેઝલ કીચ, બોડીગાર્ડભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ એ પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી વખત તેની ટીમને વિજય અપાવ્યો છે. યુવરાજે ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાના બેટથી કરિશ્મા દાખવેલો છે. તેણે કરોડોના દિલ પર રાજ કર્યું. આ સાથે જ યુવરાજે તેની બેટિંગની સાથે સાથે તેની અંગત જીવનને લઈને પણ ઘણો ચર્ચામાં રહ્યો છે. ટીમ ઇન્ડિયાના આ હેન્ડસમ ક્રિકેટર પર કેટલીય સુંદરીઓ મરતી હતી પણ યુવરાજનું દિલ તો હેઝલ કિચ માટે ધડકતું હતું.હેઝલ કિચ મૂળ બ્રિટિશર છે, તેની માતા ભારતીય છે અને પિતા બ્રિટિશર છે. લંડનમાં અભ્યાસ દરમિયાન તેણે વેસ્ટર્ન ડાન્સ તેમજ ઇન્ડિયન ક્લાસિક ડાન્સની પણ તાલીમ લીધી હતી અને ત્યાં અનેક સ્ટેજ પરફોર્મન્સ આપ્યા હતા. ત્યારબાદ જ્યારે તે માત્ર 15 વર્ષની હતી, ત્યારે તે રજા પર ભારત ફરવા આવી હતી અને અહીં આવતાની સાથે જ તેને ઘણી જાહેરાતો માટેની ઓફર મળવાનું શરૂ થયું હતું. ત્યાર બાદ તેણે ભારતમાં રહેવાનો જ નિર્ણય લીધો.
હેઝલ કીચ ‘બોડીગાર્ડ’ ફિલ્મથી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરના મિત્રની ભૂમિકા ભજવી હતી. બોડીગાર્ડ ફિલ્મએ પણ બોક્સ ઓફિસ પર સારી રકમ મેળવી હતી, પરંતુ આ હોવા છતાં હેઝલનું કરિયર ચાલી ન શક્યું જ્યારે આ ફિલ્મમાં તેની મહત્વની ભૂમિકા હતી. ફિલ્મની સફળતા માટે હેઝલને કોઈ શ્રેય મળ્યો નથી. આ પછી, તે રિયાલિટી શો બિગ બોસમાં પણ સ્પર્ધક તરીકે જોવા મળી હતી. હેઝલ કીચ ભારતીય મૂળની બ્રિટીશ મોડેલ છે. તમને જણાવી દઈએ કે, હેઝલ કીચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા છે.
અદિતિ રાવ હૈદરી, પદ્માવત હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મેલ અદિતિ રાવ હૈદરી બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી છે. અદિતીની પ્રથમ હિંદી ફિલ્મ દિલ્હી-6 હતી. આ ફિલ્મ બાદ અદિતીએ અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર જાદુ પાથરવામાં નિષ્ફળ નીવડી હતી.જો કે અદિતીએ પોતાના અભિનયથી સાબિત કરી દીધુ કે, તે અનેક મોટા સ્ટાર્સને ટક્કર આપી શકે છે. અદિતિની હિટ ફિલ્મોની વાત કરીએ તો, રોકસ્ટાર, મર્ડર 3 અને ફિતૂર ગણી શકાય. અદિતિ રાજા મહારાજાના પરિવારમાંથી આવે છે.
અદિતિના પરદાદા અકબર હૈદરી 1869 થી 1941 સુધી હૈદરાબાદના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય અદિતિ મહેમ્મદ સાલેહ અકબરની ભત્રીજી છે. જે અસમના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. અદિતિના નાના રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણા વર્નાપર્થી પર રાજ કરતા હતા.અદિતિના પેરેન્ટ્સના લવ મેરેજ થયા હતા, પરંતુ જ્યારે તે બે વર્ષની હતી, ત્યારે તેઓ અલગ થઈ ગયા હતા. જે બાદ અદિતિ પોતાની માતા સાથે દિલ્હી આવી ગઈ ગતી. અદિતિની માતા ઠૂમરી ગાયિકા હતી. અદિતિ અભિનેત્રીની સાથે ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર પણ છે. તે જાણીતી ડાન્સર લીલા સેમસનની શિષ્યા રહી ચૂકી છે.
અદિતિ રાવ હૈદરી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. જોકે અદિતિ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ પદ્માવત પહેલી ફિલ્મ હતી જે 100 કરોડના ક્લબમાં જોડાઇ હતી. પરંતુ દીપિકા, રણવીર અને શાહિદે આ ફિલ્મની તમામ લાઇમલાઇટ લઈ ગયા. આ ત્રણેયને ફિલ્મ હિટ બનાવવાનો શ્રેય આપવામાં આવ્યો હતો અને અદિતિને લોકો જાણે ભૂલી જ ગયા. જોકે, અદિતિ ફિલ્મોમાં સક્રિય તો છે, પરંતુ તેનું કરિયર કંઈ ખાસ નથી.
ઉદય ચોપડા, ધૂમદરેક અભિનેતાનું સ્વપ્ન યશરાજ બૈનરમાં કામ કરવાનું છે. પરંતુ ખુદ યશ ચોપડાના પુત્ર હોવા છતા ઉદય ચોપરા ફિલ્મોમાં કમાલ કરી શક્યા નહીં. ધૂમ ફિલ્મમાં ઉદય ચોપડા દેખાયા હતા પરંતુ મલ્ટીસ્ટારર હોવાને કારણે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં નિષ્ફળ ગયા હતા. ઉદય ફક્ત આ ફિલ્મ ફ્રેન્ચાઇઝી માટે જાણીતા છે. તેમને ફિલ્મની સફળતામાં કોઈ શ્રેય આપવામાં આવ્યો ન હતો.
વિવાન શાહ, હેપ્પી ન્યુ યર વિવાન શાહ બોલિવૂડના દિગ્ગજ ખેલાડી નસીરુદ્દીન શાહનો પુત્ર છે. વિવાન ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વિવાન ઉપરાંત શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને સોનુ સૂદ હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ વિવાનને આ ફિલ્મથી કોઈ ઓળખ મળી નથી. બાકી કલાકારોને ફિલ્મ હિટ થવાનો શ્રેય આપવામાં આવ્યો પણ વિવાનને તેનો કોઈ ફાયદો ન મળ્યો.