બૉલીવુડમાં પકડ બનાવવા મુંડન પણ કરાવી ચુકી છે આ દિગ્ગજ અભિનેત્રીઓ,જુઓ તેમનાં મુંડનની તસવીરો…

બોલીવુડ અભિનેત્રીઓ તેમના પાત્રને શ્રેષ્ઠ બનાવવા માટે શક્ય તેટલું બધું કરે છે, પછી ભલે તે એકશન સીન હોય, ડાન્સ હોઈ અથવા કોઈ પાત્ર માટે તેમનું આખું ગેટઅપ બદલવાનું હોય, બોલીવુડની અભિનેત્રીઓ કોઈ પણ બાબતમાં પાછળ નથી. બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ તેમના પાત્રને શ્રેષ્ઠ બનાવવા માટે તેમના માથાના તમામ વાળ કઢાવી નાખ્યા છે. ચાલો અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ છીએ, જેમણે તેમના પાત્રને શ્રેષ્ઠ બનાવવા માટે તેમના વાળ પણ કઢાવી નાખ્યા છે.

1) પ્રિયંકા ચોપડા – મેરી કોમ બોક્સર મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મ મેરી કોમમાં તેની ભૂમિકા પ્રિયંકા ચોપરાએ ભજવી હતી. પ્રિયંકાએ આ ભૂમિકા માટે સખત મહેનત કરી હતી, પ્રિયંકાએ પણ આ ભૂમિકા માટે તેના વાળ પણ કપાવી નાખ્યા હતા. પ્રિયંકા ચોપડા તેના પાત્રને એક પડકાર તરીકે લે છે અને તેને સંપૂર્ણ ઇમાનદારીથી ભજવે છે, તેથી જ તેનું પાત્ર ખાસ હોઈ છે.

2. અનુષ્કા શર્મા – ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’, માં, અનુષ્કા શર્માએ કેન્સરના દર્દીની ભૂમિકા ભજવી હતી અને આ પાત્રને વાસ્તવિક દેખાવ આપવા માટે તેના વાળ મુંડ્યા હતા અનુષ્કા શર્મા તેના દરેક પાત્ર માટે ખૂબ જ સખત મહેનત કરે છે, તેથી જ તેણે બહુ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’ માં અનુષ્કા શર્માના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.

3 ) શિલ્પા શેટ્ટી – ફિલ્મ ડિઝાયર્સિલ્પા શેટ્ટી હાલમાં ફિલ્મ્સથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે,તેથી જ તેમના ચાહકો હંમેશા તેમની સાથે જોડાયેલા રહે છે. શિલ્પા શેટ્ટીએ તેની ઘરની પ્રોડક્શન ફિલ્મ ‘ધ ડિઝાયર’ માટે વાળ મુંડાવી નાખ્યા હતા. તેની ભૂમિકા વિશે શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, મેં આ ફિલ્મ માટે પ્રોસ્થેટિક મેકઅપની પસંદગી કરી હતી.આ પાત્રમાં વાળ ન દેખાવાનું કામ ત્રણ કલાકનું હતું. ”

4) તન્વી આઝમી – ફિલ્મ બાજીરાવ મસ્તાની.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં તન્વી આઝમીએ મરાઠા વિધવાની ભૂમિકા ભજવી હતી અને તન્વી ખરેખર આ પાત્રને જીવંત દેખાવ આપવા માટે ઉત્સાહી હતી. તન્વી આઝમીએ બાજીરાવ મસ્તાની ફિલ્મમાં રણવીર સિંહની માતાની ભૂમિકા ભજવી હતી.

5) અંતરા માલી – ફિલ્મ એન્ડ વન્સ અગેન.

અભિનેત્રી અંતરા માલીએ અમોલ પારેકરની ફિલ્મ અને વન્સ અગેઇન માટે માથું મુંડ્યું હતું. આ ફિલ્મમાં અંતરા માલીએ સિક્કિમના સાધુની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેને અસલમાં મુંડન કર્યું હતું.

6) શબાના આઝમી – ફિલ્મ વાટર.

વિધવા જીવન પર આધારીત દીપા મહેતા નિર્દેશિત ફિલ્મ વાટર માટે શબાના આઝમીએ મુંડન કરાવ્યું હતું, પરંતુ તે સમયે વિવાદોને કારણે ફિલ્મ બની શકી ન હતી અને શબાનાને આ ફિલ્મથી બહાર થવું પડ્યું હતું, પરંતુ શબાના આઝમીનો એ લુક દર્શકોને હજી યાદ છે

7) નંદિતા દાસ – ફિલ્મ વાટર.

નંદિતા દાસે પણ શબાના આઝમીની જેમ ફિલ્મ ‘વાટર’ માટે પોતાના વાળ મુંડ્યા હતા, કારણ કે તે પણ આ ફિલ્મનો એક ભાગ હતી. ફિલ્મ વાટર અંગેનો વિવાદ એટલો વધી ગયો હતો કે નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું, તેથી નંદિતા દાસને પણ ફિલ્મમાંથી બહાર નીકળવું પડ્યું હતું, પરંતુ નંદિતા દાસનો આ લુક હજી પણ દર્શકો ભૂલ્યા નથી.

8) લિઝા રે – ફિલ્મ વાટર.


શબાના આઝમી અને નંદિતા દાસ પછી, લિઝા રે ને ફિલ્મ વાટર માટે પસંદ કરવામાં આવી હતી. વિધવા જીવન પર આધારીત દીપા મહેતા નિર્દેશિત ફિલ્મનું શૂટિંગ ભારતમાં ફરી શૂટીંગ થઈ શક્યું નહીં, બાદમાં આ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં થયું હતું. અભિનેત્રી લિઝા રે ને પણ ફિલ્મ વાટરમાં વિધવાની ભૂમિકા નિભાવવા માટે કાસ્ટ કરવામાં આવી હતી.

9) તનુજા – ફિલ્મ પિત્રુઓન.

અભિનેત્રી કાજોલની માતા અને પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી તનુજાએ પોતાના પાત્રને જીવંત બનાવવા માટે એક મરાઠી ફિલ્મ ‘પિત્રુનઓન’ માં માથું મુંડ્યું હતું. આ ફિલ્મમાં તનુજાના લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

10) અભિનેત્રી રિંકુ કર્મકર સીરીયલ ‘યે વાદા રહા’ માટે થઈ હતી ગંજી.

ફિલ્મો ઉપરાંત અભિનેત્રી રિંકુ કર્મકરે પણ આ સિરિયલ માટે પોતાના વાળ મુંડ્યા હતા. રિંકુ કર્મકરે ઝી ટીવીના શો ‘યે વાદા રહા’માં નકારાત્મક ભૂમિકા ભજવી હતી, જેના માટે તેણે ખરેખર વાળ કપાવી નાખ્યા હતા. રિંકુ કર્મકરનો આ લુક યે વાદા રહા શોમાં ખૂબ જ લોકપ્રિય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *