Breaking News

શું તમે જાણો છો કોની ભૂલના કારણે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની સ્થાપના જાણો કોણ હતું

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમે ભગવાન શિવની 12 જ્યોતિર્લીંગ વિશે જાણતા જ હશો. બધી જ જ્યોતિર્લિંગ ભારત ના જુદા-જુદા વિસ્તારમાં સ્થાપિત છે. શિવપુરાણમાં આ 12 જ્યોતિર્લિંગના મહિમા જણાવ્યો છે. હિંદુ ધર્મમાં સોમનાથનું એક અલગ જ સ્થાન છે. સોમનાથ મંદિરને ૧૨ જ્યોતિલિંગમાંનું પહેલું સ્થાન પ્રાપ્ત છે એટલું જ નહીં , કહેવાય છે કે મહાદેવજી આ જગ્યાએથી કોઈ પણ ભક્તને ખાલી હાથે પાછાં નથી મોકલતા.

સૌ પ્રથમ એ જાણી લેવું આવશ્યક છે કે આ જ્યોતિલિંગ એટલે શું ? જ્યોતિલિંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિલિંગની સંજ્ઞા આપવામાં આવી છે.આ બાર જ્યોતિલિંગના નામ છે-સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈજનાથ. આજ ના આર્ટિકલમાં આપણે પ્રથમ જ્યોતિલિંગ એટલે કે સોમનાથ જ્યોતિલિંગ વિશે જાણીશું.

શિવપુરાણના કોટિરુદ્રા સંહિતા માં સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાયું છે. સોમનાથ ગુજરાત રાજ્યના બોર્ડરને બરોબર અડકીને આવેલા દરિયા કાંઠે સ્થિત છે. પુરાણો માં જણાવ્યા અનુસાર પ્રજાપતિ દક્ષ ને 27 પુત્રીઓ હતી. પોતાની તમામ પુત્રીઓનો વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યો હતો.તમામ પુત્રીઓ ચંદ્રદેવ જેવા સૌંદર્યવાન યુવાન સાથે વિવાહ કરી ખૂબ ખુશ હતી. વિવાહ ના થોડા સમય બાદ પુત્રીઓ પિતા દક્ષ ને ફરિયાદ કરે છે કે પતિ ચંદ્રદેવ 27 પત્નીઓ માંથી રોહીણીને વધારે પ્રેમ કરે છે અને બીજી પત્નીઓ ની અવગણના કરે છે.

પિતા દક્ષ પુત્રીઓ ની વ્યથા સાંભળી જમાઈ ચંદ્રદેવ ને મળવા પોહચ છે.ચંદ્રદેવ ને વિનમ્રતાથી વાત કરે છે કે , ચંદ્રદેવ આપનો ઉછેર અતિ ગુણવાન અને પવીત્ર કુળ માં થયો છે છતાં આપ પત્નીઓ સાથે શા માટે ભેદભાવ રાખો છો. આપના આવા વ્યવહાર થી મારી પુત્રીઓ ખૂબ દુઃખી અને નિરાશ થઈ છે. આપે આવો વ્યવહાર ના કરવો જોઈએ.આવો મીઠો ઠપકો આપી રાજા દક્ષ પાછા ફર્યા.

પોતાના સસરા દ્વારા વારંવાર સમજાવ્યા છતાં પણ ચંદ્રદેવ ના વર્તન માં સુધાર ન આવ્યો.ચંદ્રદેવ ના આવા વ્યવહાર થી પપ્રજાપતિ દક્ષ ખૂબ ક્રોધિત થયા અને એમના મુખેથી શ્રાપ નીકળી ગયો કે “ મારા આગ્રહ કરવા છતાં પણ તમે મારી વાતની અવગણના કરી, જાવ તમને ક્ષય રોગ થાય. “પ્રજાપતિ દક્ષ ના કઠોર શ્રાપ ના પરિણામે ચંદ્રદેવનું શરીર ક્ષય ગ્રસ્ત થઈ ગયું. પૃથ્વીલોક માં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા.સમગ્ર પૃથ્વીલોક અને દેવલોકમાં હાહાકાર મચી ગયો. આ મુસીબતનો ઉપાય મેળવવા સમગ્ર દેવગણ જગતપતિ બ્રહ્માજી પાસે ગયા, અને ચંદ્રદેવ ને આ શ્રાપ માંથી મુક્ત કરવા ઉપાય જણવા વિનંતી કરી.

બ્રહ્માજી બોલ્યા , પ્રજાપતિ દક્ષ ના મુખેથી જે શ્રાપ નીકળ્યો છે એને ભોગવવો પડશે જ. પણ એક ઉપાય છે.જો ચંદ્રદેવ કલ્યાણકારી પ્રભાસ ક્ષેત્ર માં જઇ મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરી ભગવાન શિવની સ્તુતિ કરશે તો ભગવાન શિવ ચંદ્રદેવને ક્ષય રોગ માંથી મુક્તિ આપે. અને ચંદ્રદેવ ફરી સ્વસ્થ થઈ જાય.બ્રહ્માજી ની આજ્ઞા લઈ દેવગણ ચંદ્રદેવ સાથે પ્રભાસ ક્ષેત્ર માં પોહચે છે.ભગવાન શિવની સ્તુતિ અને મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરી કઠોર તપસ્યા કરે છે.ચંદ્રદેવ સતત 6 મહિના સુધી તપસ્યા કરે છે અને 10 કરોડ મંત્ર નો જાપ કરે છે. ચંદ્રદેવની કઠોર તપસ્યાથી ભગવાન શિવ ખુશ થાય છે, અને પોતાને મનગમતું વરદાન માંગવા કહે છે.

ચંદ્રદેવ બે હાથ જોડી ભગવાન શિવને પ્રાથના કરે છે, હે દેવાધિ દેવ આપ જ મારાં દુઃખ અને પીડા ને દૂર કરી શકો છો. મને આ ક્ષય રોગ માંથી મુક્ત કરી મારુ જીવન ધન્ય કરો,એવી આશા રાખું છું.પછી તેમને તેની વાત કહી કે,પોતાના સસરાની સલાહ તેમણે માની નહિ ત્યારે તેમને શ્રાપ અપાયો કે તે દિવસે દિવસે ગળતો જશે. તેના કારણે રોજેરોજ મારું તેજ ઓછું થતું ગયું. દક્ષ પ્રજાપતિની નારાજગીના ભયથી કોઇ તેમની સહાયે ના આવ્યું. નિરાશ થઇ મેં શિવજીનો આશરો લીધો.

આ સાંભળી શિવજીએ ચંદ્રને પોતાની જટામાં મૂકી દીધા કે જ્યાં દક્ષનો શ્રાપ ચાલે નહિ. આ રીતે શિવરાત્રીએ અર્ધચંદ્ર આપણે જોઇએ છીએ તે હકીકતમાં શિવજીની કૃપાનું પરિણામ છે, કેમ કે તેમણે ચંદ્રને તદ્દન વિલય થતો બચાવ્યો હતો. અને ભગવાન શિવ એ વરદાન આપ્યું , “ ચંદ્રદેવ તમારી કળા પ્રથમ પક્ષમાં વધતી જશે અને બીજા પક્ષ માં ઘટતી જશે, આમ તમે સ્વસ્થ રહેશો અને પૃથ્વીલોકમાં તમે પૂજનીય બનશો. ”ચંદ્રદેવ ની કઠોર તપસ્યાથી ના લીધે ભગવાન શિવ ત્યાંજ લિંગ રૂપે સ્થાપીત થયા. દેવગણો દ્વારા યજ્ઞ અને મંત્રોચ્ચાર કરી ભગવાન શિવની લિંગ સ્વરૂપે સ્થાપના કરી.આમ આ ક્ષેત્ર ને ચંદ્રદેવ ના નામ સોમ પરથી સોમનાથ નામ આપ્યું.

સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું.

ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે.૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો.તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો.અને સન ૧૦૨૬ સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન ૧૦૪૨ માં પુર્ણ થયુ.ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી.

૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો.૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.

ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો. ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું.

નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું.1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.

1951માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી 2000 વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે,નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી.

અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા.અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા.અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …