Breaking News

આ જગ્યાએ થયો એવો ચમત્કાર કે હનુમાનજી ધરતી ચીરી ને આવ્યા બહાર અને ત્યારબાદ અહીં બન્યું ભવ્ય મંદિર,જુઓ તસવીરો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહાબલિ હનુમાનજીને અમર અને ચિરંજીવી માનવામાં આવે છે. જે પણ ભક્ત તેની ભક્તિ કરે છે તેના જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી થતી નથી. ભગવાન હનુમાનજી તેમના ભક્તોને શક્તિ, બુદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપે છે. ત્યારે આજે આપણે હનુમાનજીની એક એવી જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે ત્યાં સ્વયં હનુમાનજી પાતાળમાંથી પ્રગટ થયા હતા. દર્શન માત્રથી તમારી મનોકામના પૂર્ણ થશે…

છત્તીસગઢના બાલોદ જિલ્લાના કમરૌદ ગામમાં 400 વર્ષ જૂની ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમાનો આકાર તથા ઊંચાઈ વધતી હોવાનો દાવો ભક્તજનું કહેવું છે. ધરતી ચીરીને આ મૂર્તિ નીકળી હોવાથી તેને ભૂફોડ બજરંગબલીના નામથી છત્તીસગઢમાં લોકપ્રિય છે. આ મંદિરમાં આવીને જે પણ ભક્ત સાચા મનથી હનુમાનજીનું નામ લે છે તેની દરેક ઈચ્છઆ પુર્ણ થાય છે. આ બજરંગબલી મંદિર અંગે અનેક લોકોએ દાવો કર્યો છે કે આ મંદિર 400 વર્ષથી વધુ જૂનું છે. મંદિરની વાસ્તવિક સ્થિતિ તથા કઈ સદીનું છે તે વાત હજી સુધી ધ્યાનમાં આવી નથી. જોકે, મંદિર પ્રત્યે લોકોની આસ્થા દિવસે દિવસે વધતી જાય છે.

અહિંયા દર વર્ષે શિવરાત્રિ પર મેળો યોજાયો છે. પરંતુ કોરોના મહામારીના કારણે અહિંયા છેલ્લા બે વર્ષથી મેળો ભરાયો નથી. આ મંદિરની પ્રસિદ્ધતા જોઈને હજારો પર્યટકો અહિંયા આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.મંદિરને ભવ્ય રૂપ આપવા માટે દાનદાતાઓની મદદથી અહિંયા ભવ્ય બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અહિંયા હનુમાન જયંતીના પર્વ પર હજારો ભક્તો દર્શન કરવા માટે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે હનુમાન જયંતી ઉજવવામાં આવી હતી નહીં.

ફરીદાબાદ-ગુડગાવ રોડ પર એશિયા ની સૌથી ઉંચી બેઠેલા હનુમાનજીની 111 ફૂટની પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે. આમ છતાં, ઉભા રહેલા હનુમાનજીની આનાથી પણ ઉંચી મૂર્તિ છે, પણ આ પ્રકારની નથી. આ પ્રતિમાને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની તૈયારી ચાલી રહી છે.વર્ષ 2011માં પ્રતિમાનું નિર્માણ કામ શરૂ થયેલું. બેઠેલા હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કાર્ય રાજસ્થાનના આર્કિટેકટ નરેશના માર્ગદર્શન હેઠળ થયું છે.મંદિરના મુખ્ય પૂજારી ખેમચંદજીના કહેવાનુસાર મંદિરથી બળખલ ગામ અને શહેરના શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. લિમ્કા બુકમાં નામ નોંધવાથી પર્યટકોની સંખ્યા વધશે. હનુમાનજીની પ્રતિમાના હાથ 21 ફૂટના, કલાઈ 10 ફૂટ, લંગોટ 41 ફૂટ, કમર 31 ફૂટ, પૂંછ અને દુપટ્ટો 101 ફૂટ, મુગટ 31 ફૂટ અને ગદા 71 ફૂટની છે. પણ એશિયાની સૌથી ઉંચી હનુમાનજીની પ્રતિમા આંધ્ર પ્રદેશમાં આવેલી છે.

ઇન્દોરના પિત્રુ પર્વત પર સ્થાપિત પિટેશ્વર હનુમાન જીની પ્રતિમાનું વજન 108 ટન છે અને તે 71 ફૂટ ઉંચી છે. આ પ્રતિમા સોના, ચાંદી, પ્લેટિનમ, પારો, એન્ટિમોની, જસત, સીસા અને ટીનથી બનેલી છે, એટલે કે ઓક્ટેહેડ્રોન જે આરાધનાના સંદર્ભમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મૂર્તિ ગલાવ ઋષિ (ગ્વાલિયર) ની જમીનમાં બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને લાવવામાં આવી હતી અને ઘણા ભાગોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ હનુમાનજીની ઉપરનો છત્ર 18 ફુટનો છે અને હનુમાનજીની ગદા 45 ફૂટ લાંબી છે. મૂર્તિની સામે પંચ ધાતુથી બનેલી રામાયણ છે.આ મૂર્તિની વિચિત્રતા એ છે કે તે ભારતની પ્રથમ વિશાળ બેઠક મૂર્તિ છે, તે વિશ્વની સૌથી મોટી મેટલ શિલ્પ છે.

એવી જ રીતે હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ મંદિરોની વાત કરતા જણાવીએ.સંકટ મોચન હનુમાન મંદિર આ મંદિર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી રાજ્યમાં આવેલું છે. ‘સંકટ મોચન’ અર્થાત ‘દુ:ખ હરનાર’ આ મંદિરની સ્થાપના ૧૯મી સદીમાં કરવામાં આવી હતી. અહીં દર વર્ષે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે.હનુમાનજીની મુર્તિની એક વિશેષ ખાસિયત એ છે કે ભગવાન હનુમાનની મૂર્તિમાં કોઇ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો આ મૂર્તિને માટીમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિનું સર્જન અદ્ભૂત રીતે કરવામાં આવ્યું છે.

જેમાં હનુમાનજીની મૂર્તિમાં હદ્યના ભાગમાં ભગવાન રામને બિરાજમાન કર્યા છે જેથી જોતા એવું લાગે છે કે ભગવાન હનુમાનના હદ્યમાં ભગવાન રામ બિરાજમાન છે. માનવામાં આવે છે કે આ મંદિર હાલ જ્યાં સ્થિત છે ત્યાં જ તુલસીદાસને ભગવાન હનુમાન સ્વપ્નમાં આવ્યા હતા. અને આ મંદિરની સ્થાપના તુલસીદાસ કરી છે.૭ માર્ચ ૨૦૦૬માં વારાવણસીમાં ૩ આંતકી હુમલાઓ થયા હતા. જેમાં એક હુમલો આ મંદિર પર પણ કરવામાં આવ્યો હતો.આતંકી હુમલા સમયે મંદિરમાં આરતી થઇ રહી હતી. એ સમયે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં ઉપસ્થિત હતા.આ હુમલા પછી દરેકે એક બીજાની મદદ કરી અને બીજે દિવસે ફરી મોટી સંખ્યામાં ભાવિકો એકઠા થઇ મંદિરમાં આરતી કરી હતી.

જાખૂ મંદિર .ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની શિમલામાં આવેલું છે. આ પ્રસિધ્ધ મંદિર જાખુ પહાડી પર આવેલ છે. મંદિરના આગળના ભાગમાં અનેક વાંદરાઓ રહે છે. અહીં રાજ્ય સરકાર દ્વારા ટ્રેકિંગ અને પર્વતારોપણ કરવામાં આવે છે. જાખુ પહાડી ઉપરથી શિમલા શહેરનો નજારો કંઇ અદ્ભૂત જ દેખાય છે. જેનો આનંદ જ કંઇક અલગ છે.જાખુ મંદિર જાખુ પહાડીના દરીયાકિનારાથી ૮૦૪૮ ફૂટની ઉંચાઇએ આ મંદિર આવેલ છે.હાલ જાખુ મંદિરએ હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવી છે જે ૧૦૮ ફીટની ઉંચાઇ ધરાવે છે. આ મૂર્તિ ૨૦૧૦માં મૂકવામાં આવી હતી. આ મંદિરના ગેઇટ પર વાંદરાઓથી બચવા માટે લાકડી પણ મળે છે.

મહાવીર મંદિર.પટનામાં આવેલું આ મંદિર બીજા મંદિરો કરતા અલગ પડે છે કારણ કે અહી બજરંગ બલીની એક નહીં પણ બે મૂર્તિઓ રાખવામાં આવેલ છે. માનવામાં આવે છે કે અહીં જે પણ ભક્તો આવે છે તેમની અચૂકપણે મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં ભગવાન હનુમાનની બે મૂર્તિ રાખવા પાછળનું એક કારણ છે કે એક મૂર્તિ બાળકોના કારજ માટે રાખવામાં આવી છે અને બીજી મૂર્તિ ખરાબ લોકોની અંદર રહેલ ખરાબ શક્તિઓને દૂર કરવા માટે રાખવામાં આવેલ છે.હનુમાન મંદિર.દિલ્હીના કોર્નટ પ્લેસમાં આવેલ છે. આ મંદિરમાં કોઇ મૂર્તિ બનાવીને મૂકવામાં નથી આવી તે સ્વયંભૂ છે. બાળચંદ્ર અંકિતવાળા શિખરવાળું આ મંદિર વિશ્ર્વભરમાં ઘણું પ્રસિધ્ધ છે. અહીં હનુમાન જયંતિ નિમિતે ભાવિકોને પ્રસાદ આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે ભજન સંધ્યાનું પણ આયોજન પણ કરવામાં આવે છે.

દિલ્હનું ઐતિહાસિક નામ ઇન્દ્રીપ્રસ્થ છે. જે યમુના નદીના કિનારે પાંડવો દ્વારા મહાભારત કાળ દરમિયાન વસાવવામાં આવ્યું હતું. ત્યારે પાંડવો ઇન્દ્રપ્રસ્થ અને કૌરવો હસ્તીનાપુર પર રાજ કરતા હતાં. બંને કુરુવંશથી હતા. હિન્દુ માન્યતા અનુસાર ભીમને હનુમાનજીના ભાઇ માનવામાં આવે છે. ભીમ અને હનુમાન બંનેને પવન-પુત્ર કહેવામાં આવે છે. માન્યતા અનુસાર સંત તુલસીદાસએ જ્યારે દિલ્લી યાત્રા કરી હતી એ સમયે તેમણે આ મંદિરના દર્શન કર્યા હતા અને અહીં જ તેમણે હનુમાન ચાલીસાની રચના કરી હતી.વર્તમાન ઇમારત આંબેરના મહારાજા માનસિંહ પ્રથમ (૧૫૪૦-૧૬૧૪)એ મુગલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન બનાવી હતી. આનો વિસ્તાર મહારાજા જયસિંહ દ્વિતિયએ (૧૬૮૮-૧૭૪૩) જંતર-મંતરની સાથે જ કરાવ્યું હતું.

સાલાસર હનુમાન મંદિર.આ મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું છે. અહીં દર વર્ષે ચૈત્રિ પૂર્ણિમા તેમજ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવે છે. ભારતનું આ એવું પહેલું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનને દાઢી અને મૂંછ છે માનવામાં આવે છે કે આ મંદિર મુસ્લિમ કારીગરોએ બનાવ્યું છે જેમાં મુખ્યકારીગર ફતેહપુરના નૂર મહોમ્મદ વ દાઉ હતાં.

આ મંદિર જયપુર-બીકાનેર રાજમાર્ગ પર આવેલ છે. ભગવાન હનુમાનના ભક્ત મોહનદાસએ અહીં પવિત્ર અગ્નિ પ્રગટાવી હતી જે આજે પણ પ્રગટી રહી છે. શ્રધ્ધાળુઓ અહીંથ પવિત્ર રાખ પ્રસાદીરુપ લઇ જાય છે. શ્રીમોહન મંદિર બાલાજી મંદિરથી થોડે જ અંતરે છે. આ ઘણું પ્રસિદ્વ મંદિર છે. કારણ કે મોહનદાસજી અને કનિદાદીના પગના નિશાન આજે પણ તે જગ્યાએ દેખાય છે. આ સ્થળને બંને પવિત્ર ભક્તોનું સમાધી સ્થાન માનવામાં આવે છે. છેલ્લાં ૨૦ વર્ષોથી અહીં અખંડ હરિકિર્તન અને રામનામનો જપ કરવામાં આવે છે.

અહીં ૧૮૧૧માં એક ચમત્કાર પણ થયો હતો. માનવામાં આવે છે કે અસોટા નામના ગામડામાં એક ખેડૂત પોતાના ખેતરે કામ કરતો હતો. અચાનક જ એક પથ્થર તેના હળ ઉપર પડ્યો અને તેમાંથી અવાજ આવતો હતો. તેને સમજણ ન પડી કે આ શું છે અને તેમાંથી અવાજ કેમ આવે છે ? ત્યારે એ પથ્થર તેની ઘરે લઇ ગયો અને તેની પત્નીને બતાવ્યો. તેની પત્નીએ એ પથ્થરની પાણીથી સાફ કર્યો અને જોયું તો તે બાલાજી હતા. અને બાલાજીને જોઇ બંને આશ્ર્ચર્યમાં મુકાયા અને તેમની પુજા કરી.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.