નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક અદભુત અને પ્રખ્યાત મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં લોકો દૂર દૂર થી દર્શન કરવા માટે આવે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,ભગવાન ગણેશ જીને ભક્તોના વિઘ્ન દૂર કરવા વાળા દેવતા માનવામાં આવે છે.વિઘ્નહર્તા ગણેશ જીની કૃપા જે વ્યક્તિ પર હોય છે, તે વ્યક્તિના જીવનના બધા કષ્ટો દૂર થાય છે.દેશભરમાં આવા ઘણા ગણેશ મંદિરો છે જેનું પોતાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે.
શિવજીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશજી પ્રચલિત છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે.
ગણેશજી નું નામ હિન્દૂ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છેગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી, સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.૩) દ્વાપરયુગમાં’ પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.૪) કળિયુગમાં,”ભવિષ્ય પુરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.
મિત્રો, જ્યારથી આપણને સૌ ને ઈશ્વર નામની સમજ પડી ત્યારથી ૩૩ કરોડ દેવી-દેવતાઓ હોવાની વાત સાંભળતા આવીએ છીએ. આ સાથે જ એ વાત પણ આપણે સાંભળી છે કે, બધા જ દેવી-દેવતાઓમા સૌપ્રથમ પૂજા પ્રભુ શ્રી ગણેશની કરવામા આવે છે. તેમને પ્રથમ પૂજ્ય હોવાનુ વરદાન પ્રાપ્ત થયુ છે.
જ્યારે કોઈપણ પૂજા હોય, શુભ પ્રસંગ કે અવસર હોય તો સૌપ્રથમ ગણેશ સ્થાપના કરવામા આવે છે અને ત્યારબાદ જ પૂજા શરૂ થાય છે. પ્રભુ શ્રી ગણેશની આરાધના કર્યા વિના કરેલી કોઈપણ પૂજા ફળતી નથી. પ્રભુ શ્રી ગણેશના અનેકવિધ નામ છે. તેમના શ્રદ્ધાળુઓ તેમને કોઈપણ નામથી યાદ કરે તે તેમના ભક્તની મદદે અવશ્ય આવે છે.
આપણા પૌરાણિક ગ્રંથોમા પ્રભુ શ્રી ગણેશજીની અનેક ચમત્કારીક કથાઓનો ઉલ્લેખ પણ કરવામા આવ્યો છે. જો કે આ વાત ફક્ત પૌરાણિક મહત્વ જ ધરાવે છે એવુ નથી. આપણા દેશમા પ્રભુ શ્રી ગણેશના એવા અનેકવિધ ચમત્કારીક મંદિર આવેલા છે કે જ્યા આજે પણ શ્રદ્ધાળુઓને પ્રભુ શ્રી ગણેશનો સાક્ષાત્કાર અનુભવાય છે. આવુ જ એક ચમત્કારિક મંદિર રાજસ્થાનમા સ્થિત છે.
રાજસ્થાનના સવાઈ માધૌપુરથી અંદાજિત ૧૦ કી.મી. અંતરે આવેલા રણથંભૌર કિલ્લામા સ્થિત છે આ મંદિર. આ મંદિર અન્ય મંદિરો કરતા થોડુ વિશિષ્ટ અને અલગ પડતુ છે, અહી આજે પણ શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી ગણેશને શુભ અવસર પર પત્ર લખીને નિમંત્રણ પાઠવે છે અને આ શુભ અવસર પર આવકારે છે. એવી પૌરાણિક માન્યતા છે કે, જે કોઈપણ શ્રદ્ધાળુ અહી પ્રભુ શ્રી ગણેશને પત્ર મોકલાવે છે, તેના તમામ દુ:ખ અને સમસ્યાઓનો અંત આવી જાય છે. આ ઉપરાંત તેના કોઈપણ કાર્યમા ક્યારેય પણ વિધ્ન આવતા નથી.
ઈતિહાસ :આ મંદિરની સ્થાપના દસમી સદીમા રાજા હમીર દ્વારા કરવામા આવી હતી. આ યુદ્ધ દરમિયાન રાજવીને પોતાના સ્વપ્નમા સાક્ષાત પ્રભુ શ્રી ગણેશજીએ દર્શન આપ્યા હતા અને તેમને વિજયી થવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા. આ યુદ્ધમા રાજા વિજયી થયા અને ત્યારબાદ તેમણે પ્રભુ શ્રી ગણેશનુ મંદિર કિલ્લામા બનાવડાવ્યું.
આ મંદિરમા સ્થાપિત પ્રભુ શ્રી ગણેશજીની પ્રતિમાને ત્રણ નેત્ર છે. આ સિવાય અહી તેમની સાથે પત્ની રિદ્ધિ-સિદ્ધિ અને પુત્ર શુભ-લાભ પણ બિરાજમાન છે. આ મંદિરમા ગણેશચતુર્થી ખુબજ ધામધૂમથી ઉજવવામા આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભુ શ્રી ગણેશના આ મંદિરના ચમત્કારનો અનુભવ થતા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ અહી દર્શન હેતુ આવે છે. અહી આવીને તેઓ પ્રભુ શ્રી ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરી તેમના આશીર્વાદ મળવે છે. આ મંદિરના સરનામા પર દરરોજ મોટી સંખ્યામા પત્રો અને આમંત્રણ પણ આવે છે. નિમંત્રણ માટે સરનામુ આ મુજબ લખવામા આવે છે.
આ મંદિરમા જે પણ પત્ર આવે છે તેને મંદિરના પૂજારી ઈશ્વરના ચરણોમા રાખી દે છે. ચમત્કાર થવા અને તેમા શ્રદ્ધા હોવી એ બંને અલગ છે. આજે પણ વિશ્વમા ઘણા એવા લોકો છે, જે ઈશ્વરને પત્ર લખી સમસ્યાઓનો અંત લાવવાની અરજી કરે છે અને શ્રદ્ધા પણ રાખે છે કે તે તેમનુ ભલુ કરશે. તો તમે પણ એકવાર અ મંદિરના દર્શને અવશ્ય પધારજો,
એવું કહેવાય છે કે આ મંદિર વિશ્વનું પહેલું ગણેશ મંદિર છે. અહીં ભગવાન શ્રી ગણેશની ત્રિનેત્રવાળી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાં જોવા મળતી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન શ્રી ગણેશનું આ મંદિર સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમાં આવેલું છે.
ભગવાન શ્રી ગણેશનું આ મંદિર 1579 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં દરરોજ હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી પત્ર આવે છે. જે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તે લોકો પ્રથમ આમંત્રણ ગણેશજીના આ મંદિરે મોકલાવે છે. આ સિવાય જે લોકોને પરેશાની હોય તે લોકો પણ અહીં પોતાની સમસ્યા દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને પત્ર મોકલે છે.
આ ગણેશ મંદિરનું નિર્માણ મહારાજા હમ્મીરદેવ ચૌહાણે કરાવ્યું હતું. ભારતમાં સ્વયંભૂ ગણેશજીના કુલ ચાર મંદિર છે જે પૈકી રણથંભોરમાં આવેલું આ મંદિર પ્રથમ છે. ત્રિનેત્રવાળા આ ગણેશજીનો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ જોવા મળે છે.સમગ્ર દુનિયામાં ભગવાન શ્રી ગણેશનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ તેમના સંપૂર્ણ પરિવાર સાથે વિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના જયપુરથી આશરે 142 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર રાજસ્થાનના પ્રસિદ્ધ રણથંભોર ટાઈગર રિઝર્વ્ડ એરિયામાં આવેલું છે. આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ અમદાવાદથી 700 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં પહોંચતા આશરે 13 કલાકનો સમય લાગે છે.