નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જહુ માતાનું નામ લેતા જ મનમાં શાંતિનો અનુભવ થયા છે. આજે અમે તમને જહુ માતાની મહાન ગાથા વિષે જણાવીશું. પાટણ જિલ્લામાં ઘારણોજ નામનું ગામ છે. આ ગામ દરબારોનું હતું. ગામના એક દરબારના ઘરે માં જહુએ જન્મ લીધો હતો. માતા જન્મ્યા ત્યારે તેમનું નામ જશી હતું. એક ધૂળીયો ધોળી હતો તે ખુબજ સરસ ઢોલ વગાડતો હતો.
નવરાત્રીનો સમય હતો માતા જહુ ગરબા રમવામા ખુબજ લિન થઇ ગયા અને તેમના માતા પિતાનો સાદ નહિ સાંભર્યો.માતા એ કીધું જશી ઘરે ના આવવું હોય તો જા ધૂળિયા ઢોલીના સાથે માતાનું આ મેણું સહન ન કરી શક્યા તો તે ધૂળિયા ઢોલીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ધૂળિયા ઢોલીએ કહ્યું કે તમે મારી સાથે આવો એનો વાંધો નથી પણ હું નીચી જાતનો છુ
અને તમે દરબારની દીકરી છો. ત્યારે માતાએ કહ્યું હું આ આંબલીની નીચે લિન થાઉ છુ. સમય આવે એટલે મારા પરચા ગામના લોકો બતાવીશ. ધૂળિયા ઢોલીએ આંબલી નીચે માતાનું સ્થાપન કર્યું.એક દિવસે ગામના મંદિર પાસે કૂતરું મરી ગયું હતું. તો પુજારીએ તેમના ચેલાઓને કહ્યું કે જાઓ ધૂળિયા ઢોલીને કૂતરું ખેંચવા માટે બોલાવી લાઓ. ધૂળીયો ઢોલી બહાર ગામ ગયો હતો. માતાએ થયું હવે મારે જાગૃત થવાનો વાળો આવી ગયો છે.
ચેલાઓએ ધૂળિયાનો દરવાજો ખટખટાવ્યો તો માં જહુએ એક ઘરડી મહિલાનું રૂપ ધારણ કરીને દરવાજો ખોલ્યો. ધૂળીયો નથી તો તેથી માતાએ કહ્યું હું આવું છુ. ગામમાં જઈને માતાએ કુતરાને 3 વારા લાકડી અડાડીતો કૂતરું ઉભું થઇ ગયું. પુજારીને ખબર પડી ગઈ કે આ કોઈ જોગમાયા છે. પુજારીએ જોયું તો માતાજી મંદિરની બાજુના તળાવના પાણીની સપાટી પર ચાલતા હતા. તેમને કહ્યું હું અહીં છુ ગામના લોકોને કહો કે મને તેડી જાઓ ગામની રક્ષા કરીશું. ત્યારથી ગામ લોકોની રક્ષા કરે છે માં જહુ.
એક વખત નવરાત્રીના દીવસે ધૂળીયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો. રાતના 9-10 વાગ્યે ધૂળીયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કરીયા. આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી. ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા. એક બાજુ આ ધૂળીયો ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી. ગામના ચોકમાં રાતે 2 વાગ્યે ધૂળીયાની અને જસીની હળા-સળી ચાલુ થઇ.
આમ કરતા કરતા રાતના 3 વાગ્યે જસીના બાપાએ કીધું કે, જસી હવે ઘરે ચાલો 3 વાગ્યા છે. પણ ગરબાના તાનમાં જસીને કાંઇ સંભળાયું નહી. થોડીવાર પછી ફરીથી કીધું કે, જસી ચાલો ઘરે બઉ મોડું થઇ ગયું છે, પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે. પરોડીયાના ચાર વાગ્યા એટલે જસીની માંએ કીધું જસી પરોડીયું થયું ચાલો ઘરે. પણ જસીએ સાંભળ્યું નહીં. એટલે જસીની માં એ જસીને મેણું મારીયું કે, “જસી ઘરે ના આવવું હોય તો જાવ ધૂળીયા ઢોલીની સાથે”, અને જસી આ “મેણું” ખમી ના સકી.
સવારે 6 વાગ્યે ધૂળીયો પોતાના ગામ ધાયણોજ બાજુ રવાના થયો અને જસી ધૂળીયાની પાછળ – પાછળ ચાલી આવે છે. ધૂળીયે થોડે દૂર જઇને પાછળ જોયું તો જસી આવતાંતા. એટલે ધૂળીયા ઢોલીએ ઉભા રહીને પૂછ્યું કે, “બુન જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો?, એટલે જસી બોલી કે, ધૂળીયો હું મેણાની મારી છું, મારી માંએ મેણું મારીયું છે કે, ઘરે ના આવો તો જાવ જો ધૂળીયા ઢોલી સાથે. એટલી હું તારી સાથે આવું છું.
એટલે ધૂળીયો બોલ્યો કે, જસી તમે મારી સાથે આવો એમાં મને કાંઇ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો. એટલે જસી બોલી કે, ધૂળીયા હું ધાયણોજ ગામની આ આંબલી આસન વાળું છું તું કાલે અહીં મારૂં ડેરૂ (મંદીર) બનાવશે અને જો જગતમાં ધૂળીયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગડાવું તો મારૂં જહુનું વેણ છે.બીજા દીવસે ધૂળીયે ધાયણોજની આંબલીએ પાંચ ઇટનું દેરૂ બનાવ્યું અને અબીલ- ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું. આમ કરતા કરતા એકાદ વરસનો સમય વીતી ગયો.
એક દીવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદીરની સામે એક કુંતરું મરી ગયું. મહાદેવના મંદીરના પુજારીએ ધૂળીયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે, આ કુંતરૂં તાણી જાય. ત્યારે બન્યું એવું કે, ધૂળીયો તેના પરીવાર સાથે બહાર ગામ ગયો હતો. અને આ પુજારીને બે ચેલા ધૂળીયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો. આ બાજુ જહુ માતાએ વીચાર કરીયો કે, મારે હવે જાગૃત થવાનો સમય થઇ ગયો છે. એટલે જહુ માતાએ 80 વરસની ડોસીનો આવતાર લઇને ધૂળીયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે, શું કામ છે ભાઇ
એટલે આ બે જણા બોલ્યા કે, મહાદેવના મંદીરની સામે કુતરૂ મરી ગયું છે, ધૂળીયો ક્યાં છે?, જહુ માતાએ કીધું કે, ધૂળીયો તો બહારગામ ગયો છે. એટલે આ બે જણાએ કીધું કે, ધૂળીયો ઘરે ના હોય તો તમે કુતરૂં ખેંચી જાવને. પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે, તમે જાવ હું કુંતરૂં ખેંચવા આવું છું.આ બે જાણ મહાદેવના મંદીરના મારગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદીરના મારગે પડી. મંદીર પાસે જઇને કીધું કે, પુજારી બાપા કુતરૂં ક્યાં પડ્યું છે.એટલે મંદીરના પુજારી બોલ્યા કે, જુઓ એ સામે પડ્યું.બે દીવસથી મરેલું પડ્યું છે.
જહુ માતા કુતરાથી છેટે ઉભી રહીને હાથમાં રહેલી લાકડીથી કુતરાને ત્રણ ટપોરા મારીયા કે, કુતરુ તરત આળસ ખાઇને બેઠું થયું. પુજારીને આ દ્રશ્ય જોઇને સમજતા વાર ન લાગી. પુજારીએ વીચાર કરીયો કે, આ કોઇ જોગમાયા લાગે છે. આ પુજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદીરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઇ ગઇ. અને ત્યાંથી પુજારીને ટહૂકો કરીયો કે, હું ધૂળીયા ઢોલીની જહુ માતા છું.
કાલે મને ગામમાં તેડી લાવજો, જો ઘડીવાર ગામને સુનું મુકુ તો મારૂં નામ જહુ નહીં. બીજા દીવસે ગામ લોકોએ ભેગા થઇને જહું માતાને ગામમાં લાવ્યા. અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં જળહળે છે. જહું માતા ગુજરાતના ઘણા ગામમાં પુજાય છે. પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુ માતા છે.