Breaking News

જાણો કેવી રીતે થયો હતો માં મેલડી નો જન્મ,ચોક્કસ તમે નહીં જાણતાં હોય મેલડી નાં આ ચમત્કાર વિશે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વષોઁ જૂની આ વાત છે. રાક્ષશો દેવોની અપાર પૂજા અને તપ કરીને ભગવાન ને પ્રશન્ન કરીને વરદાન મેળવી શકિતશાળી વિઘાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા હતા. વરદાન પ્રાપ્ત થવાથી રાક્ષસો બહુ શકિતશાળી બની જતા હતા. અને દેવતાઓને ખુબજ પરેશાન કરતાં હતા. તેથી દેવતાઓને માં આઘશકિત ને વિનંતી કરી કે અમારી સહાયતા કરો.

ત્યારે માં આધ્યા શક્તિ સ્વયંમ આવા દુષ્ટ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવદુર્ગા ના રૂપ માં પ્રગટ થયા. દેવતાઓએ માં પાસે જઈને કહ્યું કે હે માં આ જગતમાં તમારા જેવી આધશકિત માતા વગર અમારો કોઈ ઉધ્ધાર કરી શકવાનુ નથી. જગતમાં તમારાથી કોઈ મોટુ નથી. ત્યારે બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી પર જઈ ને મનુષ્યની રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગયા.

એક રાક્ષશ ખુબજ શક્તિ શાળી હતો તેનું નામ અમરૈયા દૈત્ય હતું. તેના ત્રાસથી છુટકારો અપાવવા માટે જયારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા તયારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વષોઁ સુધી યુધ્ધ કયુઁ. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો.

પછી તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનુ પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુકિત વિચારી.

ત્યારે માં એ શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાયુઁ. તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પુયાઁ અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુધ્ધ કયુઁ.

દેત્ય એક ગાય માતા ના શબની અંદર છૂપાઇ ને બેઠો હતો ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિ થી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો. ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ, નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુધ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા. અને પછી તેને નવદુર્ગાને પુછ્યુ કે હવે મારે કયુ કામ કરવાનુ છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીની તેમણે અવગણના કરી અને તેમને દુર જતા રહેવા નું કહ્યું. તેથી તે માતાજીને બહુ ખોટુ લાગ્યુ.

પછી તે પોતાને શુધ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા. અને તેમણે ભોલેનાથને બધી વાત કરી. કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમને પોતાના શરીરને શુધ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું. એટલે ભોલેનાથે સ્વયંમ્ પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઊપર ગંગાજીના શુધ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા.

પછી તે માતાજી એ ભોલેનાથને કહ્યું હવે મારૂ નામ શું રાખવાનુ છે? ત્યારે ભોલેનાથે કહયું કે તમે નવદુર્ગાને જઇને પુછી આવો ત્યારે માતાજીએ જણાવ્યુ કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવુ. ત્યારે ભગવાન ભોલેનાથે તેને આર્શીવાદ આપતા જણાવ્યુ કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુધ્ધ કરો.

ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્યા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનુ ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનુ ત્રિશુલ આપ્યુ. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ હાર માનવી પડી.

તે વિજયી બન્યા તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યુ કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારૂ નામ શ્રી મેલડી માઁ રાખવામાં આવે છે. મે લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ “મેલડી માઁ” રાખવામાં આવ્યું છે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઇ તકલીફ પડવા દે ખરી અને જો કોઇ તકલીફ માં હોય તો માં તેની મદદ કરે છે.

મેલડી માઁ બાર વર્ષની પૂતળી ના રૂપ માં અવતર્યા હતા, પરંતુ માઁ મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે. દેવતાઓમાં ત્રણે દેવો શંકર, બ્રહ્યાજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે. સરસ્વતી માતા, લક્ષ્મીમાતા અને પાર્વતીમાતા તેની માતાઓ છે. આમ, તેઓ પોતાના માતા-પિતાના આર્શીવાદ દ્વારા આ કળીયુગમાં મહાશક્તિ આધશક્તિ મેલડી માઁ ના નામે ઠેર-ઠેર પૂજાય છે.

કળીયૂગમાં “મેલડિ” માં ની ઉત્પતી થઇ હતી. તેમને આશીર્વદ આપીને જણાવ્યું કે આ કળીયૂગમાં તમારી પૂજા આખો જગત કરશે. દરેક જાતના‚ દરેક ભાતના લોકો તમને પૂજશે. પછી તેમણે વાહન સ્વરૂપે બોકડા ને પસંદ કર્યો. તેના પર સવાર થઇને તમે આખા જગતનો ઉધ્ધાર કરવા પ્રગટ થયા છો. જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે. ઠેર-ઠેર તમારી ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે.

કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાતા થશો. દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણ-ગાન ચારે કોર ફેલાવી તમારી પુજા અર્ચના કરશે. શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી મેલડી માં એ સ્નાન કર્યું હતું. તેથી મેલડી માં ચોખ્ખા ઉગતાની મેલડી માં તરીકે પૂજાય છે. તે મેલા દેવી નથી. અનેક ભક્તો માની પુજા કરે છે.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.