નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.
શિવનો મહિમા અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર બોટાદ પાસે ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. આ ભીમનાથ મંદિરનો મહિમા અપાર છે.
આજે પણ જે પાષાણ પર પ્રહાર કરી શિવલિંગ બનાવી જાળનાં વૃક્ષની નીચે સ્થાપિત કર્યુ હતું તે મોજુદ છે. આ વૃક્ષનું મહત્વ એટલું બધુ છે, કે અહિં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હશે. જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી.
શિવ મંદિરમાં નથી શિખર.આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5500 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે. જેટલો મહિંમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમા અહીં આવેલા વરખડીના વૃક્ષના દર્શન કરવાનો છે. કહેવાય છે, કે અહિં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.
વૃક્ષ પરથી ચૈત્રમાસમાં ઝરે છે ખાંડ.પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા. આ ઝાડનો મહિમા એટલો બધો છે, કે અહીં ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ ઝરે છે. અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે. આ મંદિર એટલું સમૃદ્ધ થઇ ગયું છે, કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત રાખ્યું હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંયે શિવલિંગ ન મળતા ભીમે શિવલિંગ આકારના પાષાણને જાળનાં વૃક્ષ નીચે સ્થાપિત કરી જંગલી ફૂલો ચઢાવીને અર્જુન અને કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે. શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું હતું.
ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું.
પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.
ચેત્ર માસમા થાય છે ખાંડનો વરસાદ.એક માન્યતા એવી પણ છે કે આ વરખડીના ઝાડ પરથી ચૈત્ર મહિનામાં ખાંડનો વરસાદ થાય છે. અને ભક્તો તેને પ્રસાદ તરીકે લે છે. હાલ પણ આ મંદિરમં મહાપ્રસાદ સ્વરૂપે ફંડારો ચાલે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી આ ભંડારો ચાલ્યો આવે છે.
બરવાળામાં આવેલું આ મંદિર એટલા માટે પણ ખાસ છે કે આ મંદિરને શિખર એટલે કે ગુંબજ જ નથી. હિન્દુ મંદિરોમાં ગુંબજનું ખાસ મહત્વ દર્શાવાયું છે. પરંતુ ભીમનાથ મહાદેવમાં ગુંબજ બનાવાયો જ નથી. કદાચ આ ગુંબજ નહીં બનવાનું કારણ અહીં આવેલું વરખડીનું વૃક્ષ છે. આ વૃક્ષ પણ મંદિર જેટલુંજ ધાર્મિક મનાયું છે. માન્યતા છે કે આ વરખડીનું વૃક્ષ પણ 5,500 વર્ષ જુનુ છે. એટલે જ તેને કાપીને મંદિરનો ગુંબજ નથી બનાવાયો. આ વરખડીના વૃક્ષના દર્શનને પણ ધાર્મિક મનાયા છે. અનેકવાર પ્રયત્ન છતાંય વૃક્ષને કાપી શકાયું નથી.
શિખર વગર એ મંદિર નાં ગણાય એ માન્યતા કદાચ ખોટી પણ પડે આપણી આમ જોવાં જઈએ તો શિખર એ મંદિરનું અવિભાજ્ય અંગ છે જ જેણે મંદિરથી ક્યારેય છુટું ના પાડી શકાય પણ મંદિર એ મંદિર છે એને શિખર હોય તો ય શું અને ના હોય તો ય શું ફરક પડવાનો છે ? મંદિરમાં આપણે જઈએ છીએ તે તો ભગવાનનાં દર્શન કરવાં એ પુરતી આસ્થાથી અને શ્રદ્ધાપૂર્વક કરીએ એટલું પુરતું છે અને આપની આ શ્રધ્ધા જ બીજાંને શ્રધાળુઓ બનાવવાં માટે પુરતી છે માટે જ આવાં સ્થાનોએ લોકોની ભીડ જમા થયેલી હોય છે.
એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે.ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. આ એજ સ્થળ છે જ્યાં આપણા મનને શાંતિ મળતી હોય છે. આજ હેતુસર બધાં લોકો મંદિરમાં જવાની ઈચ્છા રાખે છે પરંતુ સમયનાં અભાવને કારણે કે ત્યાં ઉપસ્થિત લોકોની ભીડને કારણે કે અન્ય કોઈ કારણોસર મંદિર નથી જઈ શકતાં. આવી પરિસ્થિતમાં આપણને જયારે પણ અને જ્યાં પણ મંદિર નજરે પડે તો કમસેકમ એના શિખરનું દર્શન અવશ્ય કરી લેવું જોઈએ. શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે શિખર દર્શન માત્રથી બધાં પાપોમાંથી મુક્તિ મળે છે.