મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમાં આજે આપણે વાત કરીશું આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.નર્મદાના કિનારે ગણતા ગણતા થાકી જવાય એટલા શિવમંદિર આવેલા છે.
નર્મદા નદી મધ્ય પ્રદેશના અમરકંટક ડુંગરમાંથી નીકળી લગભગ 800 માઇલનો પ્રવાસ કરી ગુજરાત રાજ્યના ભરૂચ પાસે 30 થી 35 માઇલ દૂર અરબી સમુદ્રમાં વિલીન થાય છે. નર્મદાના 8૦૦ માઇલના તટ ઉપર અનેક શિવમંદિરો તૂટેલા મંદિરના ખંડેરો જોવા મળે છે. તો કેટલાકની જાળવણી સારી રીતે થઈ છે. એવા મંદિરોમાં આપણા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે અંગારેશ્વર મહાદેવનું ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
જેના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. શિવપુરાણ અને રેવા ખંડમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ છે. આ અંગારેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી નથી,પરંતુ મહાદેવનું લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે.શિવ પુરાણની કથા અનુસાર, આ સ્થાન ઉપર મંગળે જાતે તપસ્યા કરી હતી. જેના તપથી પ્રસન્ન થઈને શંકર ભગવાનને પ્રત્યક્ષ દર્શન આપ્યાં અને પોતે મંગલેશ્વર નામથી લિંગરૂપે ત્યાં પ્રગટ થયા હતા.
કહેવાય છે કે, પાંડવોએ તેમના વનવાસના કેટલાક વર્ષો અહીં પસાર કર્યા હતા. અંગારેશ્વરની આસપાસ પાંડેશ્વર ભીમશ્વર કોટેશ્વર અને કપિલેશ્વર નામના મંદિર આવેલા છે અને એવી લોકવાયકા છે કે, એક ગાય રોજ સવારે જંગલમાં જતી રહેતી અને જ્યારે ઘરે પાછી ફરતી ત્યારે તેનું દૂધ દોહવાઈ ગયેલું હતું. તે માલૂમ પડતું એક દિવસ આ ગાય માલિકે ગાયોનો પીછો કરતા માલૂમ પડ્યું કે, આ ગાય પોતાના દૂધનો અભિષેક રૂપે મંગલનાથનો દુગાભિષેક કરતી હતી.
આ ઘટનાની લોકોને જાણ થઈ ત્યાર બાદ શ્રી મંગલનાથ મહાદેવ વિધિસર પૂજા થવા લાગી.આ મંદિરના સભાગૃહનું નિર્માણ મોગલ શહેનશાહ, કે જે હિન્દુ ધર્મનો વિરોધી અને મૂર્તિ વિનાશક હતો તેના દ્વારા થયું હતું. આખા ભારતમાં તેણે મૂર્તિઓનો વિનાશ કરવાનું શરૂ કર્યું હતું. તેને હજારો મંદિર નાશ કર્યા હતા. તેણે અનેક મંદિરોને ખંડેર બનાવ્યા હતા. મંદિરોનો નાશ કરવા માટે ગુજરાતમાં પણ આવ્યો હતો.
પરંતુ આ મંદિરમાં આવતા જ તેને પરચો થયો હતો. ઔરંગઝેબ જ્યારે મંદિર તોડવા આવ્યો ત્યારે અચાનક મંદિરમાંથી આગનો વરસાદ થવા લાગ્યો અને સેનાના તંબુમાં પણ આગ લાગવા માંડી હતી. ત્યાંથી સેના ભાગી છૂટી હતી.મંદિરથી બે કિલોમીટર આવેલ ગઝેબ બાબા પ્યારે સુખી સંત ફકીર ત્યાં ઔરંગઝેબે આશરો લીધો હતો અને બાબા પ્યારેએ તેને કહ્યું કે, બીજા મંદિરોને લૂંટજો પણ અંગારેશ્વર મંદિર ન લૂંટ.
પણ અહંકારી ઔરંગઝેબે બાબા પ્યારેની વાત નહિ માની અને સેનાને મોકલી હતી. મંદિરમાં અંગારા વરસવા લાગ્યા તો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ વાત ઔરંગઝેબે આવીને બાબા પ્યારેને કરી તો બાબાએ તેને કહ્યું કે, તું શિવ જોડે માફી માંગી લે અને પછી ઔરંગઝેબ રાજાએ રાજસ્થાનથી નંદી મંગાવીને વૈદિક મંત્રોચ્ચાર કરીને તેની સ્થાપના કરાવી હતી. ઔરંગઝેબ રાજાએ મંદિરના પાછળના ભાગમાં મસ્જિદ જેવો ગેટનો આકાર બનાવ્યો અને મારા ગયા પછી મંદિરને કોઈ હાનિ પહોંચે નહિ તે હેતુથી મંદિરમાં મસ્જિદના આકાર જેવો ગેટ બનાવ્યો હતો.
ઔરંગઝેબ મંદિરમાં પ્રવેશ ન કરી શક્યો એટલે તેને મંદિરના પાછલા ભાગના દીવાલમાં લગભગ ત્રણ ફૂટ જેટલો ભાગ તોડીને નાની સરખી મસ્જિદનો આકાર કરાવ્યો છે. જે આજે પણ જોઈ શકાય છે. આમ, આ મંદિર ભારતભરમાં અંગારેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું. માલસર ગામ પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જગ્યા ઉપર અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે.સંકટના સમયમાં કરો આ 5 ચમત્કારી મંત્રો નો જાપ, દ્રૌપદીની જેમ બચાવા દોડતા આવશે ભગવાન શ્રી કૃષ્ણ
ભક્તિ ની પરંપરા માં ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધુ આકર્ષિત કરનારા ભગવાન છે. યોગેશ્વર રૂપમાં તે જીવન ના દર્શન આપે છે તો બાળ રૂપમાં તેની લીલાઓ ભક્તોના મનને લુભાવે છે. વ્રજ મંડળ થી નીકળીને શ્રીકૃષ્ણ ક્યારે અને કેવી રીતે એક મહાન ભગવાન બની ગયા તેની ખબર જ ન પડી. અને પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી દરેક કોઈ કાનાની ભક્તિ કરે છે. ચૈતન્ય મહાપ્રભુ ના ભક્તિ આંદોલનના સમયે શ્રીકૃષ્ણ નો જે મહામંત્ર પ્રસિદ્ધ થયો, તે ત્યારથી લઈને અત્યાર સુધી લગાતાર દેશ દુનિયામાં ગુંજી રહ્યો છે.
આ જન્માષ્ટમી પર તમે પણ મોરલી મનોહર શ્રી કૃષ્ણ ની કૃપા મેળવવા માટે તેના મંત્ર ના જાપની શરૂઆત કરી શકો છો.હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે રામ રામ રામ રામ હરે હરે.15 મી શતાબ્દી માં ચૈતન્ય મહાપ્રભુ ના ભક્તિ આંદોલન ના સમયે પ્રસિદ્ધ થયેલા આ મંત્ર ને વૈષ્ણવ લોકો મહામંત્ર કહે છે. ઇસ્કોન ના સંસ્થાપક શ્રીલ પ્રભુદાસ અનુસાર આ મહામંત્ર નો જાપ તેવા જ પ્રકારે કરવો જોઈએ જેવી રીતે એક બાળક પોતાની માતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે રોવે છે.
ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદેય,ભગવાન શ્રીકૃષ્ણ ના આ દ્વાદશાક્ષર(12) મંત્ર ના જે પણ સાધક જાપ કરે છે, તેઓને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે.કૃષ્ણાય નમ.આ પાવન મંત્ર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા બતાવામાં આવ્યા છે. તેના જાપથી જીવન સાથે જોડાયેલી તમામ બાધાઓ દૂર થઇ જાય છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે.
ઓમ શ્રી કૃષ્ણ શરણમ્,જીવનમાં કોઈ આપત્તિ ના નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણ નો આ ખુબ જ સરળ અને પ્રભાવી મંત્ર છે. આ મહામંત્ર ના જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ તમારી મદદ કરવા માટે જરૂર આવશે જેવી જ રીતે મહાભારતના સમયે દ્રૌપદી ની મદદ માટે પહોંચ્યા હતા.શ્રદ્ધા અને વિશ્વાસના નીચે આપેલ આ મંત્ર ના જાપ કરવાથી તમામ સંકટો થી મુક્તિ મળવાની સાથે સાથે દરેક મનોકામનો પણ પૂર્ણ થાય છે.
સુખ સમૃદ્ધિ અને શુભતા વધારવા માટે આ મહાન મંત્ર ખુબ જ કારગર સાબિત થાય છે.બીજા ચમત્કારો જે ને સાંભળીને ચકિત થઈ જશો.દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર,ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી.
અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાઁભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે. ગુજરાત નું આવુ જ એક ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-
શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી.
અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાઁભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે. ગુજરાત (Gujarat) નું આવુ જ એક ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.ભગવાન શિવનો ચમત્કાર,ભારતમાં ભગવાન શિવ ના અનેક મંદિર છે. ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.
હકીકતમાં, ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર પોતાના ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ ખાસ મંદિર ગુજરાતના કાવી-કંબોઈ ગામમાં આવેલું છે. જે ભરૂચ નજીક છે. આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર છે. આ ચમત્કારી મંદિર સવાર અને સાંજે, દિવસમાં બે વાર નજર આવતું નથી.શિવજી તેમના ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે.
પુરાણોમાં મંદિરનો ઉલ્લેખ,શિવપુરાણ મુજબ, તાડકાસુર નામનો એક શિવ ભક્ત અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા. બદલામાં શિવજીએ તેને મનોવાંછિત વરદાન આપ્યું હતું. જેના અનુસાર, તે અસુરને શિવપુત્ર ઉપરાંત કોઈ મારી શક્તુ ન હતું. જોકે, એ શિવ પુત્રની ઉંમર પર માત્ર 6 દિવસની હોવી જોઈએ. આ વરદાન મેળવ્યા બાદ તાડકાસુરે ત્રણ લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તેનાથી પરેશાન થઈને તમામ દેવતા અને ઋષિ મુનિઆઓએ શિવજીને તેનો વધન કરવા અપીલ કરી હતી.
તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શ્વેત પર્વત કુંડથી 6 દિવસના કાર્તિકેય ઉત્પન્ન થયા. કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. પરંતુ બાદમાં તે અસુર શિવભક્ત હોવાનુ જાણ થતાજ તેઓને બહુ શરમ અનુભવાઈ હતી.કાર્તિકેયને જ્યારે શરમ અનુભવાઈ ત્યારે તેઓએ શું કરવુ તે વિશે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. તેના પર ભગવાન વિષ્ણુએ તે જગ્યા પર શિવલિંગ સ્થાપિત કરવાનો ઉપાય આપ્યો હતો. આ શિવલિંગ બાદમાં સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું. જે રોજ સમુદ્રમાં ડૂબી જાય છે અને પરત આવીને પોતાના કર્યાની માફી માંગે છે. આ મંદિર પાસે મહાશિવરાત્રિ અને અમાસના રોજ મેળો લાગે છે.