Breaking News

આ જગ્યાએ વિઝા મળે તે માટે હનુમાનજી ની બાધા રાખે છે ભક્તો,જાણો આ જગ્યા વિશે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો ભારત દેશમાં ઘણા બધા હનુમાનજીના મંદિરો આવેલા છે. જેમાંથી ઘણા મંદિરો તેના કોઈને કોઈ ચમત્કારને લઈને પ્રસિદ્ધ હોય છે. કહેવાય છે કે કળીયુગમાં જો કોઈ હાજરા હાજુર દેવતા હોય તો તે છે હનુમાનજી છે અને તેની સાબિતી હનુમાનજીના ચમત્કારિક મંદિરો આપે છે. આજે અમે તેવા જ એક ચમત્કારિક હનુમાનજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કોઈ પણ વ્યક્તિના વિદેશ જવાના વિઝા કન્ફર્મ કરાવી આપે છે. તો ચાલો જાણીએ કે એ હનુમાનજી ક્યાં આવ્યા છે અને કેવી રીતે એ વિઝા પાસ કરાવી આપે છે તેની રસપ્રદ વાત.

આ મંદિર અમદાવાદના ખાડિયામાં દેસાઈની પોળમાં આવેલું છે. જ્યાં લોકો ખાસ કરીને વિઝાની માનતા લઈને આવે છે અને રોજે ત્યાં વિઝા માટે માનતા લઈને આવેલ અનેક શ્રદ્ધાળુઓની લાઈન લાગે છે. મિત્રો લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરમાં વિઝાની માનતા રાખી હતી. અને ત્યાર બાદ જ તેને અમરિકાના વિઝા મળ્યા હતા.

ત્યાંના પૂજારીનું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં ગોધરા કાંડ થયો હતો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગોધરા કાંડના લીધે નરેન્દ્ર મોદીને બાર વર્ષ અમેરિકાના વિઝા મળવાની મનાઈ હતી. ત્યાર બાદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અમદાવાદમાં આવેલ આ ચમત્કારિક હનુમાનજીના મંદિરે આવ્યા અને નરેન્દ્ર મોદી માટે વિઝાની માનતા રાખી ત્યાર બાદ તેમને એક મહિના બાદ જ અમેરિકાના વિઝા મળી ગયા હતા.

માત્ર નરેન્દ્ર મોદી જ નહિ, પરંતુ ઘણા અનેક લોકોને અહીં માનતા રાખ્યા બાદ વિઝા મળ્યા છે અને આજે તેના સગા સંબંધીઓને જાણ થતા તે લોકો પણ વિઝાની માનતા કરવા અહીં લાઈનમાં ઉભા રહે છે. જો કે અહીં દરેક પ્રકારની મનોકામના લઈને જાવ તો તે પૂર્ણ થાય છે. પરંતુ લગભગ મોટાભાગના લોકો અહીં વિઝા માટે જ આવે છે.

અહીં આવીને આપણી મનોકામના જે પણ હોય તેનો સંકલ્પ લેવડાવામાં આવે છે અને પાંચ મિનીટ જેવી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે જે મંદિરના પૂજારી શ્લોક દ્વારા કરાવે છે.જેમાં વિઝા માટેનો સંકલ્પ ખાસ અલગ હોય છે અને અન્ય મનોકામના માટેનો સંકલ્પ પણ અલગ હોય છે.કહેવાય છે કે અહીં માનતા રાખેલા દરેક લોકોની મનોકામના હનુમાનજીએ પૂરી કરી છે.પાછલા વીસ થી ત્રીસ વર્ષમાં અહીં માનતા રાખ્યા બાદ હજારો લોકોને વિદેશ જવાના વિઝા મળી ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વિદેશ જવાના વિઝા સરળતાથી મળતા નથી તેના માટે ખુબ જ મહેનત કરવી પડે છે. તેમ છતાં પણ વિઝા મળવામાં ખુબ લાંબો સમય લાગે છે. પરંતુ અહીં હનુમાનજીના ચમત્કારિક મંદિરમાં માનતા રાખ્યા બાદ તમને હનુમાનજીની અસીમ કૃપાથી સરળતાથી વિઝા મળી જાય છે. તો તમારે પણ વિઝા મેળવવા ઈચ્છતા હોવ અથવા તમારા સગા સંબંધીમાં કોઈ વિઝા મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હોય તો એક વાર આ ચમત્કારિક મંદિરે માનતા અવશ્ય રાખી લેવી, એટલે સમજો તમારા વિઝા કન્ફર્મ. મિત્રો અહીં માનતા રાખ્યા બાદ તમારે હનુમાનજી પર શ્રદ્ધા રાખવાની છે અને તે શ્રદ્ધા હનુમાનજી ક્યારેય નિષ્ફળ નહિ જવા દે અને તમારી મનોકામના પૂર્ણ થશે.

અંદાજે આ મંદિર 400 વર્ષ જૂનું છે,કહેવાય છે કે કોઈ ભક્ત અહિયાં વિઝા માટે આવે છે તેની સફળતા પૂર્ણ થાય છે.કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા સાથે આવે છે તો એની દરેક મનોકામના પૂર્ણ થાય છે.પણ શ્રદ્ધા હોવી જરૂરી છે.આ મંદિરે ફક્ત અમદાવાદના જ લોકો નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો આવે છે.આમ તો આ હનુમાનજી લોકોના તમામ દુ:ખ દૂર કરે છે,પરંતુ લોકો ખાસ વિઝાની માંગ લઈને વધુ આવે છે.

એવી માન્યતા છે કે જે લોકો અહિયાં હનુમાનજી નો સંકલ્પ લે છે એને અહિયાં વિઝા જરૂર મળી જાય છે.ત્યાં પુજા પણ કરાવવામાં આવે છે,છેલ્લા 20-30 વર્ષથી લઈને અત્યાર સુધીમાં આ હનુમાનજીનો સંકલ્પ લેનાર હજારો લોકોને વિદેશના વિઝા મળી ગયા છે.તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ,ગોધરાકાંડ બાદ અમેરિકાએ મોદીને પોતાના દેશમાં આવવા 12 વર્ષ સુધી વિઝા આપ્યા ન હતા.

પણ ભાજપના કેટલાક કાર્યકરોએ આ ચમત્કારિક હનુમાનજી મંદિર માટે સંકલ્પ લીધો અને મોદીને પણ અમેરિકના વિઝા મળી ગયા.આ મંદિરમાં ઘણા એવા લોકો છે જે એમના સંકલ્પ પૂરા કરીને વિઝા પણ મળી ગયા છે.વિદેશ જવાના વિઝા અથવા તમે કોઈ પણ કામ માટે આ હનુમાનજીના સંકલ્પ લેવા પડે છે.

છેલ્લા એક દાયકા કે તેના કરતાં વધુ વર્ષોથી ગુજરાતમાંથી વિદેશ જનારાઓની સંખ્યા વધી છે.અનેક પરિવારના લોકો ઘરના એક સંતાનને વિદેશ અભ્યાસ કરવા કે સારી નોકરી મેળવવા માટે મોકલતા હોય છે.વિદેશ જવા માટે વીઝાની જરૂર હોય છે અને વીઝા મેળવવા માટે આંખે પાણી આવી જાય છે.ઘણી મહેનત બાદ વીઝા ન મળતા હોય તેવા અનેક કિસ્સાઓ તમારી આસપાસ જોવા મળતા હોય છે.

અહી પણ હનુમાન દાદા મદદે આવે છે. લોકોની અતૂટ શ્રદ્ધા છે કે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બિરાજમાન હનુમાનજી વીઝા સંબંધી સમસ્યા દૂર કરે છે. આ મંદિરની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી છે.ભક્તોની માનતા મુજબ આ હનુમાનજી તેના ભક્તોની વિદેશ યાત્રાની ઈચ્છા વીઝા અપાવી પૂર્ણ કરે છે. કષ્ટભંજનના આ પરચા લોકોને મળતાં થયા પછી આ મંદિર વીઝા હનુમાન તરીકે પ્રખ્યાત થવા લાગ્યું.

ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં વીઝા આપતા હનુમાનજી બિરાજમાન છે.ચમત્કારિક હનુમાનની કૃપાથી અનેક લોકોને સરળતાથી વીઝા મળ્યા હોવાની વાત દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. અમદાવાદના જ નહીં દેશભરમાંથી અનેક લોકો વીઝા મેળવવાની પ્રાર્થના સાથે અહીં દર્શનાર્થે આવે છે. ભક્તો દર શનિવારે હનુમાનજીનાં ચરણોમાં માથું નમાવી આર્શીવાદ લેવાનું ચૂકતા નથી. બજરંગબલી તેમના શરણે આવતા ભક્તોની માનતા પૂર્ણ કરે છે.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.