નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહાન માણસો, સંતો જીવનમાં મળેલી હાર થી ક્યારેય નિરાશ નથી થયા.તેમની આવડત અને આત્મવિશ્વાસથી હારને જીતમાં ફેરવી નાખે છે. થોમસ આલવા એડિસનની પ્રયોગ શાળા બળીને ખાક થઇ ગઇ હતી.નિરાશ ન થયા ફરીથી ઉભી કરી અને જગતને વીજળીના ગોળાની ભેટ આપી. નરસિહ મહેતા નો જવાન જોત દીકરો ગુજરી ગયો.
ભલું થયું ભાગી જંજડ એમ કહીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા અને ગુજરાતમાં તપસ્વી ભક્ત પેદા થયો.આજે અમે તમને 92-93 વર્ષની એક તાજો કિસ્સો પ્રમુખ સ્વામી મહારાજનો છે.પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં એક ભવ્ય મંદિર બાંધવું હતું.તેમને સંપ્રદાયનો પ્રચાર નહતો કરવો વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવી હતી. યુકે માં રહેતા આપડા મૂળ ગુજરાતીઓ પણ પોતાની સંસ્કૃતિને ભૂલતા જાય છે, તેમને રાહ દેખાડવો હતો.
હેરો નામના વિસ્તારમાં એક મોટી જમીન ખરીદી હતી. આજુબાજુમાં રહેતા લોકોને આ વાતની ખબર પડતાં, તેમને કોર્ટમાં કેસ કર્યો. નોઇસ પોલ્યુશન નો મુદ્દો બનાવી સ્થાનિક કોર્ટમાં કેસ કર્યો, મોટા મોટા વકીલો રાખ્યા. સંસ્થા તરફથી પણ વકીલો રાખવામાં આવ્યા હતા, બનતા દરેક પ્રયત્નો કર્યા.
કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી ફેંસલો પ્રમુખ સ્વામી મહારાજ હકમાં હતો પણ ન્યાય કરનારા લોકોના હાથ બ્રિટનના કાયદા કાનૂન ઠું બંધાયેલા હતા. કોર્ટે કહ્યું તમે બંને પક્ષના તરફેણમાં અને વિરુદ્ધમાં હેરોમાં વસતા લોકોની સહીઓ લઈ આવો. એના આધારે કોર્ટ પોતાનો ફેંસલો આપશે, જેની વધારે સહીઓ મળી નિર્ણય તેના હકમાં આવશે. સહીઓ ના આધારે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો.
આટલી મહેનત કરવા છતાં BAPS કેસ હારી ગયા. ચુકાદો આવ્યો ત્યારે સ્વામીજી ભારતમાં હતા તેમને આ ચુકાદાની જાણ કરવામાં આવી.ચુકાદો સાંભળ્યા બાદ સ્વામીજી જરા પણ વિચલિત ન થયા, અને કહ્યું પ્રભુની મરજી લંડનમાં બીજી જગ્યા શોધો ત્યાં એક ભવ્ય મંદિર બનાવો.
લંડનમાં જ નેસડેન વિસ્તારમાં વિશાળ જગ્યા લીધી.સેવા ભાવીઓ અને શ્રદ્ધાળુઓએ ભરપૂર દાન આપ્યું.સંસ્કારી બાળકોએ રિસાયકલ કરી શકાય તેવા તીનના કેન ભેગા કરીને પૈસા ભેગા કર્યા અને મંદિરમાં પોતાનું યોગદાન આપ્યું. 1000 જેટલા સ્વયમસેવકોએ મળીને ભવ્ય મંદિર ઉભુ કર્યું. આજની તારીખમાં વિદેશમાં બંધાયેલું આ સૌ પ્રથમ હિન્દુ મંદિર છે. જે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સર્વે ધર્મો માટે ખુલ્લું મુકાયું છે.
95 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ઇન્ટરનેનલ મેગેઝિન રિડર ડાઇજેસ્ટે એક અહેવાલ આપ્યો તેનું શીર્ષક હતું 8th wonder of the world’ તેનો અર્થ એમ થાય છે કે આ દુનિયાની 8 મી અજાયબી છે. એક એવી જમીન પર જ્યાના લોકોએ ભારતની શર જમીન પર પોતાની બેમાનીથી રાજ કર્યું હતું. આજે ત્યાં ભારતીય સંસ્કૃતિ અને સામાજિક પ્રવૃત્તિ ધમધમે છે તે આર્ટિટેકનો બેનમૂન નમૂનો છે. એક સમયે જે કોર્ટે મંજૂરી ન હતી આપી ત્યાં ની સરકારે આ મંદિરને ‘UK pride of place’ નો એવોર્ડ આપ્યો.
Royal commission on the historical monuments of England અહેવાલમાં આ મંદિરની mordan building of mejor importance in our multiple society તરીકે નોંધ લીધી.ઓછા સમયમાં બંધાયેલા આ મંદિરમાં ક્યાંય લોખંડ કે સળીયા નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 26 હજાર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેતી સિમેન્ટ અને ભક્તોના ખૂન પસીનાથી બનાવવામાં આવેલું ભવ્ય મંદિર ભારતીય આસ્થાનું પ્રતિક છે.
ત્યાં સ્વામી નારાયણ સંપ્રદાય જ નહિ પણ ત્યાંની ગોરી પ્રજા પણ દર્શન કરીને ધન્યતા મેળવે છે.સ્થાનિક રાજકારણીઓ, બ્રિટનના શાહી પરિવારના સભ્યો,વિશ્વના રાજવીઓ યુકેના અગાઉના અને હાલના પ્રાઈમ મિનિસ્ટર આ મંદિરની મુલાકાત માટે આવે છે.જ્યારે પણ નરેન્દ્ર મોદી યુકે જાય છે ત્યારે આ મંદિરની મુલાકાત અચૂક લે છે.આ મંદિરની એક ખાસ વાત કરીએ તો 2000ની સાલમાં આ મંદિરમાં એક ભવ્ય અન્નકુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 1,247 જેટલી વેજીટેરિયલ વાનગીઓ પીરસવામાં આવી હતી.તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધવામાં આવી હતી.