ગુજરાત પહેલેથી જ રહસ્યોથી ભરેલી ભૂમિ છે. ગુજરાતમાં હિન્દૂ ધર્મના મંદિરોમાં ઘણા એવા તમને અચંબિત કરી દે તેવા રહસ્યો જોવા મળે છે. ગુજરાતમાં વાવ હોય કે ધરો, મંદિર હોય કે મસઝીદ દરેકનો એક અલગ ઇતિહાસ હોય છે.મા ખોડિયારના પરચા વિશે આસ્થાળુઓમાં ખોડિયાર ઉપર અપાર શ્રધ્ધા ધરાવતા હોય છે ખોડિયાર માં ના દર્શન કરીને ભક્તો- ભાવિકો ધન્યતા અનુભવે છે પોતાની બાધા આખડી પૂરી કરે છે ભક્તિની એવી ઘણી બાબતો છે જેના પર આપણે પર વિશ્વાસ આવતો નથી.
પણ આ ભારતભૂમિ પર ઘણા એવા કિસ્સા પણ છે જે જોતાં દરેક ચોંકી ઉઠે છે ખોડીયાર માતા અને મુસ્લિમ ભક્તનો એવો કિસ્સો આજે અમે તમને જણાવી રહ્યા છે જે જોતા તમે પણ ચોંકી ઉઠશો. એક ગામમાં હિંદુ અને મુસલમાન દરેક ધર્મના લોકો રહેતા હતા. ગામમાં એક સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર હતું. અને મંદિરની બાજુમાં જ મુસ્લિમ ધર્મના લોકોના કેટલાક ઘર હતા. ખોડીયાર માતાના મંદિરમાં રોજ સવારે ભક્તોની ભીડ લાગતી હતી. ગામમાં એક સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર હતું. અને મંદિરની બાજુમાં જ મુસ્લિમ ધર્મના લોકોના કેટલાક ઘર હતા. ખોડીયાર માતાના મંદિરમાં રોજ સવારે ભક્તોની ભીડ લાગતી હતી. આ જોઈ મુસ્લિમ ધર્મનો એક વ્યક્તિ ખૂબ જ ક્રોધિત થતો હતો.
તે માનતો હતો કે આ અંધશ્રદ્ધા છે. તેને એક દિવસ નક્કી કર્યું કે હું એક દિવસ જઈને આ માતાજીની જ્યોત બુઝાવી નાખું તે તેના પ્લાન મુજબ એક રાત્રે મંદિરમાં જાય છે. તે માતાજીના દીવા પર ફૂંક મારે છે પરંતુ છતાં પણ દીવાની જ્યોત ઓલવાતી નથી ત્યારે તે દીવાની પકડીને આમતેમ હલાવવા લાગે છે.પરંતુ છતાં પણ જ્યોત ઓલવાતી નથી. પછી બાજુમાં રહેલો પંખો દીવાની સામે કરી દે છે. જેથી આખા મંદિર માં આગ લાગી જાય છે.
આ પછી તે મુસ્લિમ વ્યક્તિ ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે છે પરંતુ એટલામાં તો આજુબાજુના લોકો ત્યાં આવી જાય અને ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવે છે. ફાયરબ્રિગેડએ આવીને તે આગને બુઝાવી નાખી. આ પછી જ્યારે મંદિરમાં જોવામાં આવે છે ત્યારે પણ માતાજીના દીવા ની જ્યોત સળગતી હોય છે. આ જોઈને ત્યાં આવેલ આવેલ દરેક લોકો માતાજીના ચરણોમાં નમી જાય છે આ જોઈ મુસ્લિમ વ્યક્તિ પણ હેરાન થઈ જાય છે અને તે પણ માતાના ચરણોમાં નમી પડે છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.