નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાને બનાવેલી આ દુનિયામાં આજે પણ તેઓ કેટલાય પરચાઓ આપતા જ હોય છે. ઘણી વખતે આપણી સાથે પણ એવા બનાવ બનતા હોય છે અને તે આપણે જાણી શકતા નથી. રાજસ્થાનમાં એક એવો બનાવ બન્યો છે અને અહીંયા એક કપિરાજ ઘરમાં આવીને ઘરમાં સુઈ રહેલા વૃદ્ધ દાદીમાને આવીને ગળે લગાવી દીધા હતા.
આ મામલો રાજસ્થાનના જોધપુરમાં આવેલા ફલોદીનો છે. અહીંયા એક ઉંમરલાયક દાદીમા તેમના રૂમમાં ખાટલામાં આરામ કરી રહ્યા હતા અને અચાનક ત્યાં કપિરાજ આવ્યા અને તેમને ભેટી પડ્યા હતા. કપિરાજે આ વૃદ્ધ દાદીમાને માથા ઉપર હાથ પણ ફેરવ્યો હતો. આ કપિરાજ વૃદ્ધ દાદીની પાસે અડધો કલાક સુધી બેસી રહ્યા હતા.
દાદીમાએ એવું જણાવ્યું કે તેઓનું કોઈ પરદાદાઓનું ઓરખાણ હશે અને તેથી જ તેઓ આવી રીતે તેમને ભેટી પડ્યા હતા અને આ કપિરાજ તેમના ઘરમાં પહેલી જ વખતે આવ્યા હતા. જે વખતે દાદીમાને આ કપિરાજ ભેટી પડ્યા હતા તે વખતે ઘરના સભ્યો પણ હાથ જોડીને આ જોઈ રહ્યા હતા. આ બનાવનો વિડિઓ ઘરના બાળકોએ બનાવી દીધો હતો.આ વિડિઓ હાલમાં સોશિયલ મીડિયા ઉપર હાલમાં વાયરલ થઇ રહ્યો છે, આવા બીજા કેટલાય પ્રસંગો આપણી સાથે પણ બનતા હોય છે પણ આપણે તેને જાણી શકતા નથી.
આવોજ એક બીજો કિસ્સો, જ્યારે ભગવાન કઈક આપે છે ત્યારે તે જોતો નથી કે સામે માણસ છે કે કોઈ બીજું. લુલુ નામનો આઠ વર્ષિય કૂતરો અચાનક કરોડો નો માલિક બની ગયો છે. કરોડો રૂપિયાની આ સંપત્તિ કૂતરાના જીવનમાં ત્યારે આવી જ્યારે તેના માલિકે મરતા પહેલા બધી સંપત્તિ તેના નામે કરી દીધી. કૂતરાના નામે સંપતિ કરતા જ કૂતરો 36.29 કરોડનો માલિક બની ગયો છે.આ વાત વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. કૂતરો કરોડપતિ બનવાના સમાચાર જાણીને લોકો એ જ સવાલ પૂછે છે કે તે આટલા પૈસા તે ખર્ચશે કઈ રીતે. જો કે આ જવાબ કૂતરાના કેરટેકર પાસે પણ નથી.
લુલુ બોર્ડર કોલી જાતિનો પાલતુ કૂતરો છે, જેના માલિક બિલ ડોરિસ બિઝનેસમેન હતા. ડોરીસે લગ્ન ન કર્યા અને તે લુલુના ખુબ પ્રેમ કરતા હતા. ડોરિસ લુલુની નિષ્ઠાથી એટલો પ્રભાવિત થયો કે તેણે લુલુની સંભાળ રાખવા માટે સ્થાપિત ટ્રસ્ટને પોતાની બધી સંપતિ નામે કરી આપી.
એક વૈભવી વિલામાં રહેતી ડોરીસે તેના મૃત્યુ પહેલા લખ્યું હતું કે લુલુ તેની સંપત્તિનો વારસો છે, તેના મૃત્યુ પછી એક વિશ્વાસ રચવો જોઇએ જે લુલુની યોગ્ય રીતે કાળજી લેશે. એટલે કે લાલુ ડોરિસની 36 કરોડની સંપત્તિના એકમાત્ર માલિક હશે. એક વૈભવી વિલામાં રહેતા ડોરીસે તેના મૃત્યુ પહેલા લખ્યું હતું કે લુલુ તેની સંપત્તિનો વારસાગત દાવેદાર છે, તેના મૃત્યુ પછી એક વિશ્વાસ રચવો જોઇએ જે લુલુની યોગ્ય રીતે કાળજી લેશે. એટલે કે લુલુ ડોરિસની 36 કરોડની સંપત્તિનો એકમાત્ર માલિક હશે.
આવોજ એક બીજો કિસ્સો, હાલ સોશિયલ મિડિયા પર આ કૂતરા અને તેના માલિકની લાગણીભરી વાત ખૂબ વાયરલ થઈ રહી છે. ઘણા લોકો આ સ્ટોરી વાંચીને ભાવુક બની ગયા છે. સોશિયલ મિડિયા પર શેર કરવામા આવેલી સ્ટોરી પ્રમાણે કૂતરાનો માલિક છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમીત હતો અને તેને અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. તે સતત ત્રણ મહિના સુધી માલિકના બહાર આવવાની રાહ જોતો રહ્યો પણ તેનો માલિક તો ત્રણ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. આ કૂતરાની વાર્તાની સરખામણી હચીકો નામના તે કૂતરાની વાત સાથે થઈ રહી છે કે જે સતત 9 વર્ષથી પોતાના માલિકની રાહ એક જ જગ્યાએ જોતો જોવા મળ્યો હતો.
ન્યુયોર્ક પોસ્ટમાં છાપવામાં આવેલા અહેવાલ પ્રમાણે 7 વર્ષનો ઝીઓ-બાઓ નામનો આ કૂતરો છેલ્લા ત્રણ મહિનાથી ચીનની વુહાન ખાતેની તાઇકાંગ હોસ્પિટલ આગળ એ વાતથી અજાણ કે તેનો માલિક કોરોના વાયરસથી તેને એડમિટ કર્યાના માત્ર પાંચ જ દિવસમાં મરી ગયો છે તે ત્યાં ત્રણ મહિનાથી તેની રાહ જોતો ઉભો છે.
તેને બીચારાને તો ખબર જ નહોતી કે તેનો માલિક ક્યારેય પાછો નથી ફરવાનો, પ્રામાણીક કૂતરો રોજ હોસ્પિટલની લોબીમાં આવીને ઉભો રહેતો અને માલિકના પાછા આવવાની રાહ જોતો. ધીમે ધીમે હોસ્પિટલના સ્ટાફના હૃદયમાં પણ આ કૂતરા માટે કૂણી લાગણીએ જગ્યા કરી લીધી. અઠવાડિયા સુધી આ કૂતરો ત્યાં આવતો રહ્યો, આસપાસ પસાર થતાં લોકો તેને કંઈકને કંઈ ખવડાવતા રહેતા, છેવટે નજીકના વિસ્તારમાં સુપરમાર્કેટ ચલાવતી એક મહિલાએ તે કૂતરાની સંભાળ લેવાનું નક્કી કરી લીધું.
ડેઇલી મેલના અહેવાલ પ્રમાણે આ વુ સુઈપેન નામની સ્ત્રીના કહ્યા પ્રમાણે, ‘એપ્રિલની મધ્યમાં જ્યારે હું કામે પાછી ફરી રહી હતી ત્યારે મેં આ નાનકડા કૂતારને જોયો હતો. મેં તેને ઝીઓ બાઓ કહીને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે ઝીઓ બાઓના માલિકને કોરોના વાયરસના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તે મૃત્યુ પામ્યા જેની જાણ ઝીઓ-બાઓને નહોતી અને તે ત્યાંજ પોતાના માલિકને શોધતો રહી ગયો હતો.’ આ કૂતરાની ભાવનાત્મક વાત ચાઈનીઝ સોશિયલ મિડિયા પ્લોટફોર્મ્સ પર શેર કરવામાં આવી હતી ત્યાર બાદ તે સમગ્ર વિશ્વના સોશિયલ મડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
ઘણા લોકોને ઝીઓ-બાઓની સ્ટોરી સાંભળીને હચીકોની વાત યાદ આવી ગઈ હતી. મિસ સુઈપેનના જણાવ્યા પ્રમાણે તેણી ધીમે ધીમે આ કુતરાને ઓળખતી થઈ અને ત્યાર બાદ તેણી તેને એપ્રિલમાં જ્યારે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી ત્યારે પોતાની દુકાનામં લેતી આવી હતી. ‘રોજ સવારે જ્યારે હું દુકાન ખોલતી ઝિયો-બાઓ ત્યાં મારી રાહ જોઈને ઉભેલો હોય. તે દીવસના અંતે રોજ મને તેનું મોઢું બતાવતો,’
એવું પણ જાણવા મળ્યું છે કે આ કૂતરાને હોસ્પિટલથી માઇલો દૂર મૂકી આવવામાં આવતો તેમ છતાં તે પાછો હોસ્પિટલના પ્રાંગણમાં આવી જતો. હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે ઝીઓ-બાઓ હોસ્પિટલમાંથી જતો જ નહોતો. તેને ગમે તેટલો દૂર કેમ મુકી ન આવવામાં આવે તે પોતાના માલિકની શોધમાં પાછો તાઇકેન્ગ હોસ્પિટલમાં આવી જતો અને શાંતિથી માલિકની રાહ જોતો બેઠો રહેતો.
મે મહિનામાં કેટલાક દર્દીઓની ફરિયાદને ધ્યાનમાં લઈને ઝીઓ-બાઓને વુહાનના સ્મોલ એનિમલ પ્રોટેક્શન એસોસિએશનને હસ્તગત કરવામાં આવ્યો. તેની હાલ તે લોકો દ્વારા જ સંભાળ લેવામા આવી રહી છે અને તેને કોઈ કાયમી ઘર મળી જાય તેની રાહ જોવાઈ રહી છે. ઘણા બધા સંશોધનો દ્વારા સાબિત થયું છે કે કૂતરાઓ એકલતાને દૂર કરનારા છે
કૂતરાને પાળવાથી માણસ વધારે પ્રસન્ન રહે છે સુખી રહે છે તેમજ તેને ડીપ્રેશનનું જોખમ પણ ઓછું રહે છે. તેમજ મનુષ્યના હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. આજે જ્યારે પોતાના પરિવારજનો અંતિમ વિધિ પતાવીને પોતાના માણસનું નાહી નાખે છે ત્યાં આ નિર્દોષ, અબોલ પ્રામી માલિકના મૃત્યુના ત્રણ-ત્રણ મહિના બાદ પણ તેના આવવાની રાહ જોતું બેસી રહે છે.