Breaking News

રામદેવપીર નાં ચમત્કારથી ગુજરાતનું આ આખું ગામ થઈ ગયું હતું પાવન આજે પણ અહીં મળે છે સતના પરચા…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આ લેખમાં ખુદ રામદેવપીર મહારાજે પાદાંબુજથી પાવન કરી હતી કચ્છ ની ફરાદી ભૂમિ, જાણો તેની પાછળની કહાની વિશે.શ્રી તુંવર વંશમાં શ્રી રામદેવ પીરનો જન્મ રાજસ્થાનમાં પોકરણ ગઢની બાજુમાં ઉંડુ-કાશ્મીર માં તુંવર અજમલજી રાજાના ધરે સંવત ૧૪૬૧ અને ભાદરવા સુદ-૧૧ અગીયારસના દિવસે થયો. વિરમદેવજીનો જન્મ થયો એમની સાથે મહેલમાં શ્રી રામદેવજી કુમકુમ પગલા પાડી વિરમદેવજી સાથે પારણામાં પોઢી ગયા હતા. અને પછી મોટા થતા રાજ-કાજ સંભાળી ને પછી આખા દેશમાં તીર્થયાત્રા કરી સનાતન ધર્મના પ્રચાર અર્થે નિકળ્યા.

તેઓએ દ્વારકા થઈને નારાયણસરોવર ની યાત્રા કરી. પાછા ફરતા ફરાદી ગામે પડાવ નાખ્યો હતો સોની કરછી પરજીયા પટણી ભાઈઓ એ ત્યાં રાત્રે થી રામદેવજીના સનાતન ધર્મની ભકિતના પ્રભાવ થી હંમેશા ફરાદી ગામે રોકાઈ જવાનું શ્રી રામદેવજીને આગ્રહ કર્યો ત્યારે શ્રી રામદેવજીએ પોતાના પગલાની નિશાની દીધી હતી તથા તેમના પૌત્ર લાખાજીપીરને રોકાવાનું કીધુ હતુ. તથા પાંચ રખીયા તેઓની સાથે રાખ્યા હતા.

મિત્રો શ્રી રામદેવજીના પૌત્ર શ્રી લાખાજી પીર રોકાવા તૈયાર ન થતા ત્યાં વહેલી પરોઢ થઇ ગઈ હતી.રામદેવજીના હાથમાં ખારી ઝાડનું દાતણ હતું તે દાતણ કરીને બે ફાડ સાફ કરી વાવી દીધી ને કહયું કે કાલે આમાં કુંપણ (પાંદડા) ફુટે તો તમારે અહિં જ રોકાવુ અને ન ફુટે તો પોકરણ સાથે આવવુ. સવાર થતાજ કુંપણ ફુટી નિકળ્યા હતા. લાખાજી પીર તથા પાંચ રખીયા અહીંયાં જ રોકાઈ ગયા ત્યાર થી કરીને આજ દીન સુધી પાંચ રખીયા અને શ્રી રામદેવજી ના પૌત્ર પીર લાખાજી તુંવરા વંશજ ફરાદી ગામ માં વસે છે.

મિત્રો શ્રી રામદેવજી ના વાવેલ ઝાડનું જાહેર પરચો હતો જ્યારે પણ તુંવર પરિવારમાં કોઈને પણ મૃત્યુ થવાનું હોય ત્યાં ૨૪ કલાક પહેલા ઝાડ સુકાઈ જતું અને સમાધિની વિધી પુર્ણ થતા પાછુ લીલુ થઇ જતુ. આ ઝાડનો ૧૯૮૦ સુધી જાહેર પરચો હતો ત્યાર પછી આ ઝાડ સાવ સુકાઇ ગયુ આ ખારી ઝાડની જગ્યા એ ઓટલો અને શીલાલેખ લખેલ છે.જાણીતા કચ્છી પ્રવક્તા એકલવીરના કહેવા પ્રમાણે કચ્છનાં ૯૯૨ ગામોમાં ૧૨૦ જેટલી જ્ઞાતિઓ છે. એમાંથી મોટા ભાગની જ્ઞાતિઓ આ હિન્દવાપીરના પરચાથી પ્રેરિત થઈ તેમને નમે છે.

કચ્છનાં ૯૯૨ ગામમાં અંદાજે ૩૦૦ જેટલાં રામદેવપીરનાં મંદિરો છે. મહિનાની સુદ બીજના મુંબઈનાં અસંખ્ય કચ્છી ઘરોમાં રામદેવપીરની પહેડી કરાય છે સાથે-સાથે તેમના બોધ પરથી પ્રેરિત થઈ માનવસેવાનાં કાર્યો થાય છે.આજે રામદેવપીર મૈશ્વરી જ્ઞાતિમાં ખૂબ પૂજાય છે, કારણ કે ડાલી નામની એક પછાત જ્ઞાતિની છોકરીને બેન બનાવી તેના ઘરે ભોજન લીધું અને ઊંચ-નીચના ભેદ દૂર કર્યા. આજે રામદેવડામાં રામદેવપીરનાં દર્શન કર્યાં પછી સતી ડાલીનાં દર્શન કર્યાં પછી જ રણુજાની જાત્રા પૂરી થયેલી ગણાય છે.

રામદેવપીરે ચમત્કારની હારમાળા સર્જી, આંધળાઓને દેખતા કર્યા, અપંગોને હાથ આપ્યા, રક્તપીતિયાઓને સાજા કર્યા. માનવ ઉદ્ધાર માટે સર્જેલા તેમણે ચમત્કારોની ખ્યાતિ સાંભળી છેક મક્કા-મદીનાથી મુસ્લિમ પીરો પરીક્ષા કરવા આવ્યા. રામદેવપીરે પોતાના અનેક પરચા બતાવ્યા એટલે હિન્દુ-મુસ્લિમની એકતા અર્થે મક્કા-મદીનાના મુસ્લિમ પીરોએ રામદેવપીરને હિન્દવાપીરની પદવી આપી. આ હિન્દવાપીરે સવર્ણ અને પછાત જ્ઞાતિ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો. ડાલીબેનના આગ્રહથી તેમણે ઉમરકોટનાં કુંવરી નેત્રાદે સાથે લગ્ન રચ્યાં. નેત્રાદેને નજર નહોતી. રામદેવપીરે તેમને ચમત્કાર દ્વારા નજર આપી દેખતા કર્યાં. સમય જતાં સાદાજી અને દેવરાજજી નામના તેમને બે પુત્રો જન્મ્યા.

ધર્મ અને માનવધર્મનો પ્રચંડ પ્રચાર કર્યો. બોહિતાશેઠ નામના વેપારીનું અભિમાન ઉતારવા ભરદરિયે તેમનું વહાણ બચાવી ચમત્કાર સર્જ્યો ત્યારથી દરિયાની ખેપમાંથી પાછા ફરતા ખલાસીઓ તેમના નામનું શ્રીફળ વધેરે છે. જોધપુરના રાજાએ બંધાવેલા તળાવનું પાણી ખારું થઈ જતાં પાતાળમાં રામદેવપીરે તીર મારી મીઠું પાણી કાઢી તળાવ ભરાવ્યું ત્યારથી તળાવનું પાણી મીઠું થઈ ગયું છે. માનવતાની મહેક ફેલાવવા આવા તો કેટલાય ચમત્કારો કર્યા છેવટે સમાધિનો સંકેત મળતાં જીવતા સમાધિ લીધી અને અલખધણીની આરાધનાનો ઉપદેશ આપ્યો જેમાં સંસારમાં રહી દીન-દુખિયાની સેવા કરતાં-કરતાં પ્રભુભક્તિનો બોધ આપ્યો. તેમની સમાધિ પર ઘુઘડનો ધૂપ, નારિયેળ અને ધજા ચડાવવાથી મનોકામના પૂર્ણ થશે એવો સંકેત આપ્યો.

ચાલો રામદેવજી કેટલાક પરચા વિશે જણાવીશું.કહેવાય છે કે જ્યારે રામદેવજીનાં ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવાંલાગી તો મક્કા સાઉદી અરેબિયાથી પાંચ પીર એમની પરીક્ષા લેવાં આવ્યાં. એ એમની પરખ કરવાં માંગતા હતાં કે રામદેવ વિષે જે પણ કહેવાય છે એ સાચું છે કે જુઠ્ઠું બાબાએ એમનો આદર સત્કાર કર્યો જયારે ભોજનનાં સમય માટે જાજમ બીછાવવામાં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યાં છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતાં.

એના પછી બધાં જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે.રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે અમે તમને નિરાશ નહીં જ કરીએ પોતાનાં જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે.આટલું કહીને બાબાએ એ બધાં જ કટોરા રુણીચામાં જ પ્રગટ કરી દીધાંજે એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતાં હતાં.

આ જોઇને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી.રામદેવ પીરના જન્મનો ઈતિહાસ, પિછમ ધરા રા પીર, ધોરા રી ધરતી રા પાલનહાર શ્રી બાબા રામદેવજીનાં આ કળયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે. કહેવાય છે કે જયારે જયારે ધરતી પર પાપનો ભાર વધે છે, માનવતા પર ખતરો વધે છે ત્યરે ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે.

આવું જ કૈંક ૧૫મી સદીમાં થયું હતું.રાજા અજમલજીએ પોતાનાં રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યાં હતાં એમને માત્ર એક જ વાતની ઓછપ હતી એ હતી પુત્રરત્ન. એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિ:સંતાનતાને કારણે ચિંતિત રહેતાં હતાં. એ જગન્નાથજી પરમ ભક્ત હતા કહેવાય છે કે ૧૨ વર્ષ પૂરી જઈ ચુક્યા હતાં અને એ જ્યારે પણ જતાં ત્યારે પોતાનાં રાજ્યની સુખ-શાંતિની મનોકામના કરતાં હતાં.એક વાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાનાં રાજ્યમાં પ્રસ્થાન કર્યું.

એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઇને એને અપશુકન માનીને પાછાં પોતાનાં ઘરોની તરફ જવાં લાગ્યાં એક અંધ વિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય હેતુ માટે જાય અને સામેથી જો કોઈ નિ:સંતાન આવે તો અપશુકન થાય છે.ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલી સરસ બારીશ થઇ છે તો તમે પાછાં કેમ જાઓ છો.ત્યારે ખેડૂતોએ એમણે બતાવ્યું કે તમારું નિ;સંતાન હોવું જ અમારે માટે અપશુકન છે અત: ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી આ સાંભળીને અજમલજીને મનોમન બહુજ દુખ થયું.

પરંતુ દયાળુ પ્રકૃતિનાં હોવાનાં કારણે એમણે ખેડૂતોને સજા ના કરીને એમની હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી.અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યાંરે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુખ પ્રગટ કર્યું. પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતાં અજમલજી ક્રોધિત થઇ ગયાં અને એ મૂર્તિ પર પ્રસાદનાં લાડુનો પ્રહાર કર્યો. આ બધું જોઇને પૂજારીજી ત્યાં આવ્યાં અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી.

ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શય્યા પર વિશ્રામ કરી રહ્યાં છે અજમલજી એ પુજારીની વાતોમાં આવી ગયાં અને ક્ષીર સાગરમાં ભગવાનનાં દર્શન કરવાં માટે ડૂબકી લગાવી દીધી.પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ વિષ્ણુ ભગવાને એ પુજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શય્યા પર અજમલજીને દર્શન આપ્યાં આ જોઈને અજમલજી પ્રસન્ન થયાં. પરંતુ ભગવાન વિષ્ણુજીનાં માથાં પર બંધાયેલી પટ્ટી જોઇને ચિંતિત તહીને બોલ્યાં હે પ્રભુ તમારાં માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે.

ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યાં આ તો મારાં ભક્તનો પ્રસાદ છે આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઇ ગયાં અને પોતાની અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવાં લાગ્યાં.અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું કે ‘તમે નિશ્ચિંત થઈને પોતાનાં ગૃહનગર તરફ પ્રસ્થાન કરો હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ.આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઇ ગયાં પણ એમણે પૂછ્યું કે હે પ્રભુ મારાં જેવાં અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો.

ત્યારે પ્રભુ બોલ્યાં ભાદુડા રી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ।રામદેવ બણ આવસું રાખીજે વિશ્વાસ ।। અર્થાત જ્યારે ભાદરવા સુદી બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારાં રાજમહેલમાં હું કુમકુમનાં પગલાંથી મારું આગમન થશે.આ આશ્વાસન પામીને અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછાં પોતાનાં રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું. એક મહિના પછી ભાદરવા સૂદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુજ ઉત્સુકતાથી ઈન્તેજાર કરી રહ્યાં હતાં.

ભગવાન વિષ્ણુજીએ પોતાનાં વચનાનુસાર ચન્દ્ર દર્શન થતાં જ રાજ મહેલમાં કુમકુમનાં પગલાં સાથે અવતાર લીધો કુમકુમના પગલાં અને પારણામાં નાનાં રામદેવને જોઇને અજમલજી અત્યંત પ્રસન્ન થયાં અને આ શુભ સમાચાર રાણી મીનલદેને સંભળાવવા દોડી ગયાં. રાણી મીનલદે હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દુધને શાંત કરાવીને માતા મીનલદેને પ્રથમ પરચો આપ્યો. આ જોઇને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઇ લીધો.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.