આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.
તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ બિરાજમાન છે.કબરાઉ માં વડના ઝાડ નીચે હાજરા હજુર માં મોગલ બિરાજમાન છે. ત્યાં દર્શન માત્રથી જ ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. આપણે સૌ જાણીએ છિએ કે માં મોગલ ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં ને સાચા મનથી યાદ કરનાર ની દરેક ઇચ્છા પૂરી થાય છે.
જણાવી દઈએ કે આપણે અહીં માં મોગલ પર વિશ્વાસ ની વાત કરીએ છિએ અંધશ્રધ્ધા ની નહીં.હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે. તેવામાં જ્યાં મનુષ્ય પોતાની માણસાઈ ભૂલી જાય છે ત્યારે નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિ મદદ માટે પ્રભુ શરણ માં જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર વિશ્વ ભગવાનનુ છે અને તે દિવ્ય શક્તિ જ આ જગત ચલાવે છે. તેવામાં દરેક લોકોનો જગત ના પાલનહાર અને સર્જક ભગવાન પર પૂરતો વિશ્વાસ હોઈ છે.
હાલમાં આજ બાબત ને લઈને એક અનોખો બનાવ સામે આવ્યો છે કે જ્યાં સાચી ભક્તિ ના દર્શન થાય છે.આ બનાવ એક વ્યક્તિની છે કે જેણે પોતાના કાર્યને પૂરું થાય તે માટે માતાજી ની માનતા રાખી હતી. જે બાદ વ્યક્તિ ની મનોકામના પૂર્ણ થતાં વ્યક્તિએ માના ચરણોમાં 3 લાખ 20 હજાર રૂપિયા ની ભેટ અર્પણ કરવા ત્યાં હાજર મણીધર બાપુ ને આ રકમ આપી જે બાદ પહેલા તો બાપુએ આ રકમ લઇ લીધી.
પરંતુ તે બાદ બાપુએ યુવક ને પુછ્યુ કે શું માતાજી એ તમારી મનોકામના પૂર્ણ કરી ? જેના જવાબ માં વ્યક્તિ એ હા કહ્યું જે બાદ બાપુએ યુવકે આપેલા 3 લાખ 20 હજાર રૂપિયાના બે સરખા ભાગ કર્યા અને તેમાં બે રૂપિયા ઉમેરી ને યુવક સાથે આવેલ બે યુવતિ ને આપ્યા અને કહ્યું કે આ રકમ મોગલ માએ આપી છે.
બાપુએ કહ્યું કે માતાજી ને આ પૈસાની જરૂર નથી. આ પૈસા નો સારી જગ્યાએ ઉપયોગ કરજો જેથી માતાજી તમારાં પર પ્રશન રહે ઉપરાંત બાપુએ એ પણ કહ્યું કે માતાજી પર વિસ્વાસ રાખજો પરંતુ અંધશ્રધ્ધા ના રાખવા કહ્યું કે બાપુએ કહ્યું કે માતાજી આપવા વાળા છે પરત લેવા વાળા નથી.
હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.
જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.