આપણે બધા લોકો જાણીએ જ છીએ કે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં કોઈ પણ કામ અશક્ય નથી હોતું, આપણે ઘણા સંતોને જોતા હોઈએ છીએ ખાલી તેમના આર્શીવાદથી જ આપણું જીવન ધન્ય બની જતુ હોય છે.ભગુડા ગામ એ જ માંગલધામ માં મોગલના ધામે જઈને સૌ કોઈ ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, મા મોગલ હાજરાહજૂર લોકો વચ્ચે રહીને તેમના દુઃખો દૂર કરે છે.
હજારોની સંખ્યામાં લોકો માં મોગલ ના દર્શન આવતા હોય છે. માં મોગલ પણ અવારનવાર પોતાના પરચાઓ બતાવતા રહે છે.માં મોગલ સાક્ષાત બિરાજમાન છે એવું કહી શકાય છે. આજે પણ મોગલ ધામમાં ક્યારેય તાળા મારવામાં આવતા નથી. આ ઉપરાંત ગામના અન્ય ઘરોમાં પણ ક્યારેય તાળા મારવામાં આવતા નથી.
આ મોગલ માંની માયા નથી તો શું છે? મોગલ મા તો કેટલાય લોકોની મનોકામના પૂર્ણ કરે છે. લોકોની પરિસ્થિતિ સુધારી, નિઃસંતાનોના ઘરે સંતાન આપ્યા, વગેરે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે.એક યુવક અમેરિકાથી માં મોગલની માનતા પુરી કરવા માટે આવ્યો હતો.
યુવકે પોતાના દીકરાને લગતી કોઈ માનતા માની હતી કે જો તેમનું આ કામ થઇ જશે તો તે કબરાઉ ધામ આવીને 42000 હજાર રૂપિયા તમારા ચરણોમાં ચઢાવીશ. માં મોગલની માનતા રાખ્યાના થોડા જ સમયમાં તેમનું કામ થઇ ગયું. તો યુવકને માં મોગલનો પરચો થયો.
યુવક તરત જ અમેરિકાથી કબરાઉ આવવા માટે રવાના થઇ ગયો અને કબરાઉ આવીને મણિધર બાપુને 42 હજાર રૂપિયા આપ્યા. મણિધર બાપુએ કહ્યું કે તમારું કામ થઇ ગયું. તો યુવકે કહ્યું કે મારુ કામ થઇ ગયું. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે તારો માં મોગલમાં વિશ્વાસ હતો તે માટે તારું કામ થયું છે.
આ કોઈ ચમત્કાર નથી. મણિધર બાપુએ કહ્યું કે આ પૈસા તારી દીકરીને આપી દેજે. માં મોગલને તારા રૂપિયાની કોઈ જરૂર નથી માં મોગલે તારી માનતા સ્વીકારી લીધી. માં મોગલમાં હંમેશા વિશ્વાસ રાખજો. માં મોગલ તમને કયારે દુઃખી નહિ થવા દે માં મોગલ પર હંમેશને માટે વિશ્વાસ રાખજે.
આવાજ એક પરચા વિશે વાત કરી એ તો એમાં એક બહેનના લગ્નના દસ વર્ષ થયાં હોવા છતાં પણ તેમના ઘરે બાળકની કિલકારી ન હતી. દસ વર્ષમાં તેઓએ ઘણી જ ટ્રીટમેન્ટ ટ્રાય કરી, કેટલીય દવાઓ લીધી છતાં પણ સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું .છેવટે કંટાળીને આ બહેને માં મોગલ માંની માનતા માની. માં મોગલ એ થોડાક જ સમયમાં તેની માનતા પૂર્ણ કરી અને તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો. તેમના હરખનો તો પાર જ ના હતો.
સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.ત્યારે આ બહેન પણ પોતાના બાળકને લઈને મા મોગલ માં ના દર્શન કરવા માટે દોડી આવી હતી. મોગલધામ માં બિરાજીત મણીધર બાપુના દર્શન કર્યા બાદ આ બહેને માં ના સમગ્ર ચમત્કાર વિશે વાત કરી. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલ તો દયાની દેવી છે! તે સૌ કોઈના દુઃખ દૂર કરે છે અને તેમના જીવનમાં આનંદ ભરી દે છે. મણીધર બાપુએ પણ આ દીકરાને આશીર્વાદ આપ્યા અને તેમના ખોળામાં લઇને તેમને રમાડવા લાગ્યા.
બહેનના હરખનો તો પાર જ ન હતો. સમગ્ર વાત જણાવતી વખતે તેના આંખમાંથી ચોધાર આંસુ સરી પડયા હતા.ખરેખર માં મોગલ અપરંપાર છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે, માં મોગલ ધામમાં ક્યારેય એક પણ રૂપિયાની ભેટ-સોગાત લેવામાં આવતા નથી. છતાં પણ દર્શન માટે આવનાર એક પણ વ્યક્તિ ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફરતો નથી. આ પણ એક ચમત્કાર જ કહી શકાય! ત્યારે આ બહેનને દસ વર્ષે દીકરો અપાવનાર મોગલ માં પ્રત્યે આસ્થા દાખવવાનું મન કેમ ના થાય?