Breaking News

એક દીકરી ની ઈજ્જત બચાવવા માં મોગલએ જે કર્યું હતું તે જાણી ચોંકી જશો….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માં મોગલ આજે પણ ભગુડા ધામમાં સાક્ષાત બિરાજમાન છે. આજે અમે તમને માં મોગલએ છોકરીને સાક્ષાત પરચો આપ્યો હતો એની આખી વાત કરવા જઈ રહયા છીએ. જે જાણીને તમે પણ માં મોગલની જય બોલી ઉઠશો. ભર ઉનાળે એક રાજપૂત દીકરી પોતાના પિતા માટે માથે ભાથું મૂકીને ઉગાળા પગે વગડામાં ચાલીને જતી હતી.

આ દીકરી દેખવામાં પણ ખુબજ રૂપવાન હતી અને ખુબજ સંસ્કારી હતી. દીકરી વગડામાં પોતાના બાપ માટે ભાથું લઈને જતી હતી ત્યારે તેને પાછળથી ઘોડા આવવાનો અવાજ સંભરાયો તેને જોયું તો તે કડીનો રાજા હતો. રાજાએ આ રાજપૂત દીકરીને કહ્યું કે તારી જગ્યા તો મારા કડીના મહેલમાં છે.

આવા વગડા માં નહિ. દીકરીને સમજાઈ ગયું કે આ લોકો શું કેવા માંગે છે. તેને કહ્યું કે હાથ મારા પિતા પાસે માંગો. તે કહે તો હું આવું. રાજાએ પૂછ્યું કે ક્યાં છે તારા પિતા તેને કહ્યું છે વગડામાં ગાયો ચરાવે છે. આ દીકરીનું નામ સુદાન હતું. રાજા અને સુદાન બંને તેના પિતા પાસે પહોંચ્યા અને કહ્યું કે મારે તમારી દીકરીનો હાથ જોઈએ છે. દીકરી બોલી બાપા આ મહેમાન એવા છે કે આને કંકોત્રી છાપવી પડે એમ છે.

પિતાને બધું સમજાઈ ગયું અને કહ્યું કે આ દિવસે જાન લઈને આવી જજો. આ સાંભરીને રજા ત્યાંથી નીકળી ગાયો. બાપ અને દીકરી વિચારતા થઇ ગયા જે હવે શું કરીશું કોના દીકરીને યાદ આવ્યું કે મારી માં એક જોગમાયાનું નામ લેતી હતી. તેને યાદ આવ્યું માં મોગલ જેવી દીકરી ઉભી થઇ કે માં મોગલે રાજાને હેઠો નાખ્યો રાજા ને સમજાઈ ગયું અને ઉભી પૂંછડીએ નાસી ગાયો. આવી રીતે માં મોગલે એક દીકરીની લાજ રાખી.

મોગલમાંના પરચાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે અને તેમજ મોગલ માંના પિતા એટલે દેવસુર ધાંધણીયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.આઈ શ્રી મોગલ માઁ નું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે મોગલધામ તરીકે ઓળખાય છે.

આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે.

દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ.ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો,કોલવો ભગત,જેતબાઈ માં,હાંસબાઈ માં,રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.

આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે.

મોગલ માંના 21 નામ એટલે મુંગુઆઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ.ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે.

ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે,નવ લાખ લોબળીયાળી ના કુલ બે થળા આવેલ છે. એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડ માં છે. ભારતમાં આ બંને મુખ્ય થળા છે.

ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ, સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય.વોંધનો નવ લાખનો ઈતિહાસ જણાવતા કહ્યું કે વોંધનો ઈતિહાસ એ સરધાર સાથે જોડાયેલ છે.

એક સમય હતો જયારે સરધાર પર બાકર ખાનું રાજ હતું. બાકરખા ખુબ જ અકર્મી માણસ હતો તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી. આવા સમયે આઈ જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ, ગઢવી, રબારી ગામમાં દુધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દુધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવણી પર પડી અને આઈ તો રૂપ રૂપનાં અંબાર જેવા હતા એટલે વાણીયાને તમામ વાતની જાણ થઈ ગઈ.

તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આતો ખોટું થઈ ગયું. દુષ્ટની નજર આઈ પર પડી ગઈ છે ત્યારે આવા કપરા સમયે આઈ જીવણી નિડરતાપૂર્વક બોલ્યા કે, ભલે ને આવે રાજા આપણે એમાં શું બીવાનું ? આપણે તો ચારણ છીએ. આવા સમયે બાકરખાના માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે, ચાલો બાકરખા બોલાવે છે તે સમયે નિડરતાપૂર્વક આઈ ચાલ્યા અને ધળ ધળ કરતા ઉપર ચડયા એટલે દ્વારયાળો એ સંદેશો પાઠવ્યો કે પેલી છોકરી નીડરતાપૂર્વક આવે છે.

ત્યારે બકરખા સમજયા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખુ સરધાર જોવે તેમ બાકરખાનને ઉંધો પછાડયો ત્યારે બાકરખાએ માંની માફી માંગી ત્યારે આઈ બોલ્યા કે, ‘મારા થાનક હારે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ ગાઠીયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવા મટી જાશે’ અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો.તમામ સમાજ આવી માંને પ્રાર્થના કરી કે માં હવે શાંત થાવ તો ત્યારથી માંનું નામ સિંહમોઈ પડયું.

અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે.આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ નવાબે દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો.ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે મારા બાપુનું ભાત લઈને જાઉં છું.

નવાબ:આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારાબાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે આવા રૂપ તો કડીની હવેલી માં શોભે રાજા ને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબ ની નજર અને કહેણ શું છે અને શુ કહેવા માંગે છે. એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો આપની વાત સાચી પરંતુ કોઈ દીકરી નું માંગું નાંખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે.

About admin

Check Also

મહિલા ના કપડાં કાઢી જીભ થી આ 1 કામ કરો,આખી રાત તમારી જોડે સમા-ગમ કરશે…

મીના અંદર આવી, પોતાની સૂટકેસ કાઢી અને ઝડપથી એમાં કપડાં વગેરે ભરવા લાગી. બાજુમાં ઊભો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.