Breaking News

એક ખેડૂત ને જ્યારે માં મોગલ એ આપ્યો પરચો અને ત્યારબાદ થયો એવો ચમત્કાર કે…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગુડા વારીમાં મોગલના પરચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે. માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજર હજુર છે. જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે. તેમના દરેક કામો માં મોગલ પુરા કરે છે. માં મોગલે ઘણા એવા લોકોના ઘરે પારણાં બંધાવ્યા છે કે જેમને 10 વર્ષ સુધી દવાઓ ખાધી હોય અને ડોક્ટરો એ પણ હાથ નીચે મૂકી દીધા હોય.

આજે અમે તમને માં મોગલના પરચાની એક સત્ય ઘટના જાણવા જઈ રહ્યા છીએ મોગલે એક ભેસાણ ના ખેડૂતને સાક્ષાત પરચો આપ્યો હતો. ભેસાણના એક ખેડૂત પોતાના ખેતરે બેસીને માયા ભાઈ આહીરે કરેલ માં મોગલના ડાયરાની કેસેટ સંભારતાં હતા. તે આ કેસેટ સાંભરીને તે ખુબજ પ્રભાવિત થઇ ગયા અને તેમનું એક 75 હજાર રૂપિયા ભરેલ બેગ ખોવાઈ ગયું હતું.

ત્યારે તેમને માં મોગલના ભગુડા મંદિરની યાદ આવી અને તેમને માનતા રાખી કે મારી 75 હજાર રૂપિયાની બેગ મને મળી જશે તો હું ભગુડા આવીને માનતા કરી જઈશ. તેમને એ બેગ મળી જાય છે. અને તે મંદિરમાં આવેલા લોકોને કહી ને ગયા કે આ કળિયુગમાં માં મોગલ હાજર હજુર છે. કારણ કે શક્તિના પ્રમાણનું કોઈ મૂલ્ય ન હોઈ શકે. જે પણ લોકો માં મોગલની સાચા દિલથી માનતા માને છે. માં મોગલ તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

મોગલધામ ભગુડાની વિશેષતા એ બાબતે ખાસ્સી પ્રખ્યાત છે કે અહીંના ઘરોનાં બારણાં કદી બંધ થતા નથી. ગામમાં કદી ચોરી થતી નથી. એવું કહેવાય છે, કે રખે ને કોઈ દાનત બગાડીને ધૂળની કણી પણ ભગુડામાંથી ઉઠાવી જાય તો એ વધીને ગામનો સીમાડો વટાવી શકતો નથી! પ્રશ્ન થાય કે આ પ્રથા ક્યારથી શરૂ થઈ હશે? આની પાછળ એક રોચક કથા છે, જે ‘ભગુડા’ નામના ઉદ્ભવ સાથે પણ સંકળાયેલી છે. અહીં રજૂ કરી છે:

કડીના બાદશાહની રાજપૂત દીકરી પર બગડેલી દાનત.વર્ષો જૂની વાત છે. સુજાનબા નામની એક અઢારેક વર્ષની રાજપૂત કુટુંબની કન્યા વગડાને માર્ગે ભાતું લઈને ચાલી જાય છે. બપોરનો સુરજ ધોમ ધખી રહ્યો છે. એ વખતે લીલા ઝબ્બાવાળા કેટલાક ઘોડેસ્વારો ત્યાંથી નીકળ્યા અને રૂપરૂપના અંબાર જેવી કન્યાને જોઈ બદદાનતવાળા ઘોડેસ્વારોના નાયકે ઘોડાને સુજાનબા ફરતા કુંડાળે નાખ્યા. ઘોડેસ્વારોનો નાયક કડીનો બાદશાહ હતો, મુસલમાન હતો. એણે સુજાનબાને પૂછ્યું કે, આવે ટાણે ક્યાં જાય છે? સુજાનબાએ જવાબ આપ્યો કે, મારા બાપુ વગડે ઢોર ચારે છે એના માટે ભાતું લઈને જાઉં છું.

ખંધા બાદશાહની બદદાનત એ શબ્દોમાં છતી થઈ ગઈ જ્યારે તેણે કહ્યું કે, આવા રૂપનાં આભરણ તો કડીના મહેલમાં શોભે, વન-વગડે નહી! આ શબ્દો સાંભળીને અઢાર વર્ષની ક્ષત્રિયાણીના અંગઅંગમાં લ્હાય વ્યાપી ગઈ. પણ હાલ એ કરે શું? એણે પોતાના અગનજ્વાળા જેવા ક્રોધ પર સંયમ રાખીને બાદશાહને રોકડું પરખાવ્યું કે, દીકરીના માંગા એના બાપની પાસે નાખવાના હોય.

ઓખાધરવાળીની આરાધના.બાદશાહ સુજાનબાના આધેડ વયના પિતા પાસે આવ્યો. સુરસિંહજી વાઘેલા નામના એ ક્ષત્રિયએ આ વાત સાંભળી અને એની આંખો કાળઝાળ થઈ ઊઠી છતાં પણ અમુક સમયની મુદ્દત પછી જવાબ આપશું એમ કહી બાદશાહને વિદાય કર્યો. એ પછી સુરસિંહજી વાઘેલાએ અને દીકરી સુજાનબાએ ગુજરાતના પશ્વિમી કાંઠે, અરબી સમુદ્રના કિનારે આવેલ ઓખાધામમાં બેઠેલી માત મોગલની પ્રાર્થના કરી. દીકરીને ઇસ્લામી બનાવવા કરતા મોતને મીઠું કરવાનું નક્કી કરીને બેઠેલ બાપ-દીકરીની અરજ માતાજી સાંભળી.

રણ મેલીને કાયર ભાગ્યો.બાદશાહ કડીના દરબારગઢની મેડીએ સૂતો છે. અચાનક કોઈ પ્રચંડ આઘાત સાથે એનો ઢોલીયો ડગમગી ગયો. બાદશાહની આંખ ઉઘડી અને જોયું તો છાતી માથે ભેળીયાવાળીનું ત્રિશૂળ તોળાઈ રહ્યું છે! આંખમાંથી અંગાર ઝરાવતી ભગવતી મોગલ એક વૃધ્ધાના વેશે આવીને ઊભી છે. બાદશાહને લાગ્યું કે હવે પત્યું! આ તો કાળ આવ્યો. બાદશાહ ભાગ્યો. આથડતો કૂટાતો કડીથી ભાગીને ઠેઠ ગોહિલવાડના ઉંબરે આવી ઊભો. પાછળ સાક્ષાત્ અખિલ બ્રહ્માંડની ધારિત્રી પડી હોય ત્યાં એને વસુંધરા પણ મારગ આપે એ વાતમાં માલ નહી. આખરે એક ગામમાં આવીને બાદશાહ છૂપાયો. ગામના બધાં ઘરોમાં તાળા લગાવડાવી દીધાં. કીધું કે, કોઈ બારણાં ખોલશો નહી.

ધડાધડ તાળાં તોડવા માંડ્યાં.દાવાનળની જેમ માત મોગલ આવી. મણ-અધમણના લટકાવેલાં ખંભાતી અધમણિયાં ધડાધડ તોડવા માંડ્યાં! છેલ્લે બાદશાહ જે ઘરમાં છૂપાયો હતો તેનું તાળું તોડ્યું. થરથરી ગયેલા બાદશાહે ‘મા, માફ કરો!’ કહીને માફી માંગી. આખરે માતાજીએ એને માફ કર્યો. ચેતવણી ઉચ્ચારી કે, હિંદવાણની બાળાઓને હેરાન કરવાની જો મનેચ્છા રાખતો હોય તો ભૂલી જજે, બાકી હવેનો ઘા એવો હશે જે તને ત્રણે ભુવનમાં ત્રણ વેતની જગા પણ નહી મળવા દે.

હવે કોઈ બારણું વાસજો મા.એ પછી માતાજીએ ગામવાસીઓને કહ્યું, કે હવે કોઈ આવા ધર્મશત્રુને સંઘરશો નહી અને ગામનું દરેક બારણું ઉઘાડું જ રાખજો. અહીં હું બેઠી છું. ઘરની ચિંતા કરશો નહી. એક ટાંચણી પણ અહીંથી નહી ઉપડે કહેવાય છે, કે કડીનો બાદશાહ ભાગીને આ ગામમાં આવેલો એટલે ‘ભાગેડુ’ શબ્દ પરથી ગામનું નામ ‘ભગુડા’ પડ્યું. તે દિ’થી આજની રાત્ય ને કાલનો દિ’…ભગુડાએ કોઈ દિવસ બારણું વાસેલું નથી ભાળ્યું! શક્તિ હાજરાહજૂર બેઠી હોય ત્યાં કશું ખોવાની શું બીક.

મોગલમાંના પરચાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે અને તેમજ મોગલ માંના પિતા એટલે દેવસુર ધાંધણીયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.આઈ શ્રી મોગલ માઁ નું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે મોગલધામ તરીકે ઓળખાય છે.

આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે.

દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ.ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો,કોલવો ભગત,જેતબાઈ માં,હાંસબાઈ માં,રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.

આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે.

મોગલ માંના 21 નામ એટલે મુંગુઆઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ.ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે.

ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે,નવ લાખ લોબળીયાળી ના કુલ બે થળા આવેલ છે. એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડ માં છે. ભારતમાં આ બંને મુખ્ય થળા છે.

About admin

Check Also

મહિલા ના કપડાં કાઢી જીભ થી આ 1 કામ કરો,આખી રાત તમારી જોડે સમા-ગમ કરશે…

મીના અંદર આવી, પોતાની સૂટકેસ કાઢી અને ઝડપથી એમાં કપડાં વગેરે ભરવા લાગી. બાજુમાં ઊભો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.