મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે. હાલમાં જ એક પરિવાર 5000 રૂપિયા લઈને કબરાઉ ધામ પોતાની માનતા પૂરી કરવા આવ્યો હતો.
તેમણે માં મોગલ ના દર્શન કર્યા અને પોતાની માનતા પૂરી કરવા તેઓ મણીધર બાપુને મળ્યા. તેમણે મણીધર બાપુને જણાવ્યું કે તેઓ મંદિરમાં 5000 રૂપિયા દાન કરવા ઈચ્છે છે.
મણીધર બાપુએ તેમને પૂછ્યું કે આવું શું કામ કરવું છે.ત્યારે મહિલાએ જણાવ્યું કે તેને અને તેના પરિવારને ઘણા સમયથી કેનેડા જવું હતું. તેઓ ઘણા સમયથી પ્રયત્ન પણ કરી રહ્યા હતા પરંતુ વિઝા મળતા ન હતા. ત્યાર તેમને માં મોગલ ની માનતા રાખી.
જે દિવસે તેમણે વિઝા માટે અપ્લાય કર્યું ત્યારે એક વાગે તેમણે માં મોગલ ને માનતા. માંની હતી કે અમારા ઘરના બધાને વિઝા મળી જાય. ચાર વાગ્યા ત્યારે સમાચાર આવ્યા કે પરિવારના બધા લોકોના વિઝા એક સાથે થઈ ગયા છે.
આ સાંભળીને પરિવારના બધા જ સભ્યો ખુશ થઈ ગયા હતા. કારણ કે તેઓ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા પણ સફળતા મળતી ન હતી. એટલે તે જ દિવસે કબરાઉ ધામ આવવા નીકળી પડ્યા અને અહીં આવીને પોતાની માનતા પૂરી કરી.
જોકે મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને 5000 રૂપિયા પાછા આપ્યા. અને કહ્યું આ પૈસા તમારા ઘરની દીકરીઓને આપી દે જો માં મોગલ તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે.