આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ બિરાજમાન છે. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર.
આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે. માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે. મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે. કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.
એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે. હાલમાંજ એક મહિલા તેના દીકરા ને લઈને મોગલ ધામ દર્શન કરવા માટે આવી હતી. તે મહિલાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેના દીકરાની તબિયત ખુબજ ખરાબ થઈ ગઈ હતી. તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે તે સરખી રીતે ચાલી પણ શકતો ન હતો.
દીકરાને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું તેમ છતાં તેની તબિયતમાં સુધારો આવ્યો ન હતો.મહિલાએ માં મોગલ ની માનતા રાખી અને માનતા રાખતા ના થોડાક જ દિવસોમાં દીકરો સાજો થઈ ગયો.
માનતા પૂરી કરવા માટે તેઓ દીકરાની સાથે કબરાઉધામ માં મોગલના મંદિરે આવી પોહચી હતી અને માં ચરણોમાં 5,100 ચઢાવ્યા. ત્યારે તે રૂપિયા તેઓને પરત આપતા મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ તો માત્ર ભાવની ભૂખી છે તેમને આ પૈસાની કોઈ જરૂર નથી.
હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.
જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.