ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે.
3 દિવસ પછી એટલે કે 16 અને 17 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતીકાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલીમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે 16 સપ્ટેમ્બરે સામાન્ય વરસાદની સંભાવના છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા છે.
તેવી જ રીતે 17 સપ્ટેમ્બરે પણ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં 4 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, કચ્છ સહિત આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની શક્યતા છે.
ત્રીજા દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવનો સમાવેશ થાય છે. ચોથા દિવસે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.