કાલાવડ રોડ પર હરીહર સોસાયટી શેરી નં.૧માં હાલ પિતા નિમેષભાઈ રૂઘાણીને ત્યાં છેલ્લા પાંચ મહિનાથી રહેતી , કાલાવડ રોડ પર હરીહર સોસાયટી શેરી નં.૧માં હાલ પિતા નિમેષભાઈ રૂઘાણીને ત્યાં છેલ્લા પાંચ મહિનાથી રહેઅને કંપની સેક્રેટરીનો અભ્યાસ કરતી માનસી નામની ૨૬ વર્ષની પરિણીતાએ પતિ અભિમન્યુ દક્ષિણી, સાસુ જ્યોત્સનાબેન, સસરા કમલેશભાઈ, દીયર આદિત્ય, કાકાજી યોગેશ ઉર્ફે ટીકુભાઈ, કાકાસી સસરા હરેશભાઈ, કાકી રાજેશ્વરીબેન, મામાજી દિનેશભાઈ પાબારી, મામી પ્રીતિબેન સહિત ૯ સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.
ફરિયાદમાં માનસીએ જણાવ્યું છે કે, તેના લગ્ન એક વર્ષ પહેલાં જ્ઞાાતિના રીતિ રીવાજ મુજબ થયા હતા. પતિનું મૂળ ગામ જૂનાગઢ છે અને તેને રાજકોટના ટાગોર રોડ ઉપર ધ લાઈટ્સ સ્ટુડિયો નામનો શો-રૂમ છે. તેને સંતાન નથી. લગ્ન કરી સાસરે જૂનાગઢની જલારામ સોસાયટીમાં રહેવા ગઈ હતી. જ્યાં સાસુ-સસરા, દીયર, કાકાજી સસરા, કાકીજી વગેરે પણ સાથે રહેવા આવ્યા હતા. તેનો પતિ પહેલેથી જ રાજકોટ રહેતો હોવાથી તેને આપેલો તમામ કરિયાવર રાજકોટમાં જ રાખ્યો હતો.
તે એકાદ અઠવાડિયું જૂનાગઢ રોકાયા બાદ પતિ, સાસુ અને દીયર સાથે રાજકોટ રહેવા આવી હતી. બીજા અઠવાડિયે તેને ફરવા જવાનું હોવાથી સાસુએ કહ્યું કે, આપણે વૈષ્ણવ ધર્મી છીએ, પહેલાં તમે બંને વ્રજ (ગોકુળ-મથુરા) જતા આવો. જેથી તમને પહેલા ખોળે દીકરો આવે. પરંતુ તેની ઈચ્છા ન હોવા છતાં વ્રજ જાત્રાએ જવું પડયું હતું. જ્યાં તેના પતિએ પુત્ર પ્રાપ્તિની વિધિ કરાવી હતી.
જેમાં તેને ગમતું ન હોવા છતાં ગાયના ગોબરથી સાથીયો કરાવ્યો હતો. આ વખતે પતિને તેણે પોતાને આ બધું ગમતું નથી તેમ કહેતા પતિએ કહ્યું કે, મારે પહેલા ખોળે પુત્ર જોઈએ છે, એટલે મારી મા કહેશે તેમ જ તારે કરવું પડશે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો.
જાત્રા કરી ઘરે પાછા આવ્યા ત્યારે તેની સીએસની ઈન્ટર્નશીપ ચાલુ હોવાથી સવારથી લઈ સાંજ સુધી ત્યાં જવાનું થતું. આ દરમિયાન તેના સાસુ ઠાકોરજીની પૂજા કરતા હોવાથી ઘરકામમાં પહોંચી શકતા ન હતા. જેથી તે પરત આવે ત્યારે તમામ કામ કરવું પડતું હતું.
પતિને કામવાળી રાખી લઈએ તેમ કહેતા સાસુએ કહ્યું કે, વૈષ્ણવ નોકર હોય તો જ રાખવા છે, નહીંતર આપણે આ કામ કરી લઈશું.તેના સાસુ કામ કરી શકતા ન હોવાથી તેના પતિને તેના વિરુદ્ધ ચડામણી કરતા અને કહેતા કે આને ભણાવી નથી, ઘરકામ કરે તે બસ છે.
તે માસિક ધર્મમાં હોય ત્યારે સાસુ તેને ઘરમાં રહેવા ન દેતાં અને માવતરે મોકલી દેતા. પાછળથી તેના પતિને ચડામણી કરતા. રાજકોટમાં રહેતા કાકાજી સસરા અને કાકીજીએ ઘરે આવી તેને સ્પષ્ટ કહ્યું કે, તારે ભણવાનું પછી, કામ પહેલાં કરવાનું.
આપણે ભણવું-બણવું નથી. તારી ડિગ્રી ધૂળ બરાબર છે. આ રીતે તેને ટેન્શન આપતા જેને કારણે ઘરકામ કરીને ઈન્ટર્નશીપમાં જતી તો ત્યાં પણ મોડું થઈ જતું.
પરિણામે પતિને કારની વ્યવસ્થા કરી આપવાનું કહેતા મેણું મારી કહ્યું કે, તારા બાપને કહે ગાડી લઈ આપે. આખરે તેણે પિતાને વાત કરતા તેણે એક કાર મોકલી આપી હતી, જેમાં તે ઈન્ટર્નશીપમાં જતી હતી. સાસુ વૈષ્ણવ ધર્મ પાળતા હોવાથી કાકીજીએ તેને મેણું માર્યું કે, તું કંઠી પહેરતી જા, વિધવા જેવી લાગે છે.
દીયર પણ કહેતો કે, મારી માં પાસે કામ કરાવવું નહીં તેમ કહી તેને તુંકારેથી બોલાવતો. એટલું જ નહીં તેના વિરુદ્ધ સાસુ અને પતિને ચડામણી કરતો. સાસરીયાઓની દખલગીરી વધતી જતાં તેને માવતરને ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે બેટાં આવું તો ચાલ્યા કરે તેમ કહી સમજાવી દીધી હતી.