Breaking News

IAS ઇન્ટરવ્યૂ માં પુછાયો સવાલ,કયા પ્રાણીઓને માસિક એટલે કે પીરિયડ્સ આવે છે?…

માખીના મોમાં કેટલા દાંત હોય છે? ન જાણતા હોય તો જાણી લો IAS ઇન્ટરવ્યૂમાં પૂછતાં સવાલના જવાબ. સંઘ લોક સેવા આયોગમાં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારીને તમે પણ ચોંકી જશો.

પ્રશ્ન – એક છોકરીને જોઈ અરુણે કહ્યું, તે મારા દાદાના દીકરાની એકમાત્ર પુત્રી છે, તો તેનો અરુણ સાથે શું સંબંધ થયો?

જવાબ – તે છોકરી અરુણની બહેન છે.

પ્રશ્ન – તે શું છે જેને તમે સીધા હાથથી નથી સ્પર્શી શકતા?

જવાબ – તમારા સીધા હાથના પાછળનો ભાગ અને સીધા હાથની કોણી.

પ્રશ્ન – રવિવારે જ કેમ રજા હોય છે?

જવાબ – હકીકતમાં 1843 માં અંગ્રેજોના ગવર્નર જનરલે સૌથી પહેલા આ આદેશ જાહેર કર્યો હતો. બ્રિટનમાં સૌથી પહેલા સ્કુલના બાળકોને રવિવારની રજા આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેની પાછળનું કારણ આપવામાં આવ્યું હતું કે, બાળકો ઘરે રહીને થોડું ક્રિએટીવ કામ કરે. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં મોટા ભાગનો મજુર વર્ગ સાતે દિવસ કામ કરતા હતા. એટલા માટે રવિવારે રજા હોય છે.

પ્રશ્ન – જો પૃથ્વી ઉપર હવા ન હોય તો શું થાય?

જવાબ – હવામાં 78 % નાઈટ્રોજન અને 21 % ઓક્સીજન હોય છે. નાઈટ્રોજન ગેસ વસ્તુને ઝડપથી સળગતા બચાવે છે. નાઈટ્રોજન વગર ઝાડ છોડ નાશ થઇ જશે અને માણસનું પણ જીવતા રહેવું અશક્ય બની જાય છે.

પ્રશ્ન – શું ઈંન્ફેક્ટેડ મચ્છરના કરડવાથી એડ્સ થઇ શકે છે?

જવાબ – એડ્સનો વાયરસ મચ્છરોના પેટમાં જીવતો નથી રહી શકતો. મચ્છરનું પાચન તંત્ર તેને પચાવીને નાશ કરી દેશે. જો કોઈ મચ્છર કોઈ એચઆઈવી પોઝેટીવને કરડયા પછી કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડશે પણ તો ચેપ નહિ ફેલાય. એંડોમોલોજીસ્ટ ડો. એમ.એમ. મહોબીયાના કહેવા મુજબ, દરેક મચ્છર દરેક વાયરસના વાહક નથી હોતા.

જેમ કે માદા એનાફીલીસ મચ્છર માત્ર મેલેરિયા ફેલાવે છે ડેન્ગ્યુ અને ચીકનગુનીયા નહિ. તે રીતે ડેન્ગ્યુ અને ચીકનગુનીયા ફેલાવનારા એડીસ ઈજીપ્ટાઈ મચ્છર મેલેરિયા નથી ફેલાવતા. એવું એટલા માટે થાય છે, કેમ કે દરેક મચ્છરની અંદર દરેક પ્રકારના વાયરસ સરવાઈવ નથી કરી શકતા.

પ્રશ્ન – જો તમારે નેપાળ જવાનું છે તો કેટલા દિવસ પહેલા વીઝા માટે અરજી કરવી પડશે?

જવાબ – નેપાળ જવા માટે કોઈ ભારતીયને વીઝા બનાવવાની જરૂર નહિ પડે. તે પાડોશી દેશ છે ત્યાં જવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કોઈ પણ ઓળખ પત્ર ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કે લાયસન્સ માન્ય છે.

પ્રશ્ન – લાશ કેટલા વર્ષ જૂની છે તે કેવી રીતે જાણી શકાશે?

જવાબ – લાશ ઉપર મળી આવતા કીડા-મકોડા ઉપરથી જાણી શકાય છે કે કેટલા સમય પહેલા મૃત્યુ થયું છે, પોસ્ટ મોર્ટમમાં ડોક્ટર તેની ઊંડાણ પૂર્વક તપાસ કરીને મૃત્યુના કારણોની ભાળ મેળવે છે.

પ્રશ્ન – અકબર બાદશાહ નમાજ પઢવા જામા મસ્જીદમાં પૂર્વના દરવાજાએથી જતા હતા તો નીકળતા ક્યા દરવાજેથી હતા? જામા મસ્જીદના ચાર દરવાજા છે.

જવાબ – અકબરના સમયમાં જામા મસ્જીદ હતી જ નહિ.

પ્રશ્ન – શું સીલીંગ ફેન પંખાને 5 નંબરને બદલે 1 નંબર ઉપર ચલાવો તો વીજળી બીલ ઓછું આવે છે?

જવાબ – જો પંખાનું રેગ્યુલેટર જુનું છે તો 1 નંબર ઉપર ચલાવવાથી પણ બીલ પાંચ નંબર જેટલું જ આવશે. તમે 1 ઉપર ચલાવો કે 5 ઉપર વીજળી ખર્ચમાં વધુ ફરક નહિ પડે. જુના રેગ્યુલેટર એક પ્રકારના પ્રતિરોધ જ છે.

પ્રશ્ન – માણસને ગલીપચી કેમ થાય છે? શું તે જાનવરને પણ થઇ શકે છે?

જવાબ – માણસમાં ગલીપચી હાર્મોન્સ અને ચેતાતંત્રને કારણે થાય છે. અમેરિકાની મેરીલેંડ યુનીવર્સીટીના પ્રોફેસર રોબર્ટ પ્રોવિનના કહેવા મુજબ ગલીપચી થાય એટલે હસી પડવું વિજ્ઞાનમાં રીસર્ચનો એક મોટો વિષય રહ્યો છે.

બે પ્રકારની ગલીપચી હોય છે. ગલીપચીનો પહેલો પ્રકાર છે નાઈસ્મેસીસ – તેમાં શરીરના અમુક ખાસ ભાગને ધીમે ધીમે સ્પર્શ કરવાથી તમને ગલીપચી થાય છે. જેમ કે પગના નીચેના ભાગને સ્પર્શ કરવા કે ગરદન ઉપર આંગળીઓ ફેરવવાથી ગલીપચીનો અનુભવ થાય છે.

બીજા પ્રકારનું નામ છે ગાર્ગાલીસીસ – આ ગલીપચીનો અનુભવ સ્તનધારી જીવોને જ થાય છે. તેને ખુલીને હસવું આવે છે, ગલીપચીનો અનુભવ ત્વચામાં છુપાયેલી તે નસોને સ્પર્શ કરવાથી થાય છે, જેની ઉપર આપણે કોઈ પણ વસ્તુના સ્પર્શનો અનુભવ કરીએ છીએ, જયારે ખીલખીલાટ હસવું એક સામાજિક વર્તન છે. 2009 માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, માણસને હસવાની સુવિધાના તાર આપણા બીજા સંબંધીઓ એટલે પ્રાઈમેટ્સના હસવા સાથે જોડાયેલી છે.

જાનવરોને પણ ગલીપચી થાય છે? આ રીસર્ચમાં વાંદરાના કુટુંબના ઘણા એવા સભ્યોના અલગ અલગ અવાજોને રેકોર્ડ કરવામાં આવ્યા. અમુક અવાજો માત્ર એક દેકારા જેવા સંભળાય છે.

જયારે અમુક અવાજો માણસના હસવાના અવાજ સાથે મેળ ખાય છે. તેમાં ગોરિલ્લા અને બોનોબો વાંદરાના અવાજો માણસની સૌથી નજીક જોવા મળે છે. પરંતુ તેમાં માત્ર એક સારો એવો અનુભવ થાય છે. ખુલીને હસવું નહિ આવે, આ ગલીપચીનો અનુભવ ગરોળી જેવા જીવોને પણ થાય છે.

પ્રશ્ન – માખીના મોઢામાં કેટલા દાંત હોય છે?

જવાબ – માખીના મોઢામાં એક પણ દાંત નથી હોતા, તે પાતળી એવી તણખલા જેવી જીભથી ખાવાનું ચૂસી લે છે.

પ્રશ્ન – દુનિયાના ક્યા માણસે સૌથી વધુ લગ્ન કર્યા છે?

જવાબ – તે વ્યક્તિ ભારતીય છે અને મિઝોરમમાં પહાડોની વચ્ચે આવેલા બટવંગ ગામમાં રહે છે. તેનું નામ જીયો ચાના છે અને તેણે સૌથી વધુ લગ્ન કર્યા છે. તેની 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્ર અને પૌત્રીઓ છે.

પ્રશ્ન – કમ્પ્યુટરનું કીબોર્ડ QWERTY ફોર્મમાં કેમ હોય છે ABCD ફોર્મમાં કેમ નથી?

જવાબ – ટાઈપરાઈટરની QWERTY ફોર્મેટના કારણે જ કીબોર્ડ આ ફોર્મેટમાં છે. એટલે કે આપણા કમ્પ્યુટર ઉપર આવતા પહેલા કીબોર્ડનું આ ફોર્મેટ ચલણમાં હતું. આ સ્ટાઈલને બનાવ્યું હતું Christopher Latham Sholes એ. પરંતુ પહેલા એવું ન હતું, પહેલા Typewriter નું Keyboard પણ A,B,C,D ફોર્મેટમાં હતું.

પરંતુ તેનાથી ટાઈપ કરવામાં તે સ્પીડ અને સુવિધા ન હતી, જેવી કે આજે હોય છે. ઘણા લોકોએ ટાઈપીંગ સ્પીડ વધારવા માટે કોઈને કોઈ પ્રયોગ કર્યા, પરંતુ જે સફળ મોડલ સામે આવ્યું તે હતું આ QWERTY મોડલ. તેનાથી લખવામાં પણ સરળતા રહેતી હતી, અને સ્પીડ પણ જળવાઈ રહેતી હતી.

પ્રશ્ન – એક ટેબલ ઉપર, પ્લેટમાં 2 કેળા રાખવામાં આવ્યા છે, પરંતુ ખાવા વાળા ત્રણ લોકો છે તો કાપ્યા વગર કેવી રીતે ખવરાવવા?

જવાબ – ત્રણ વ્યક્તિ એક એક કેળું ખાશે કેમ કે એક ટેબલ પર અને બે પ્લેટમાં કેળા રાખવામાં આવ્યા છે. પ્રશ્ન થોડો ગુંચવણ વાળો છે, પરંતુ થોડું મગજ ચલાવીને પ્રશ્ન વાંચશો તો સમજાઈ જશે કે, એક ટેબલ ઉપર અને બે પ્લેટમાં કેળા રાખ્યા છે. એટલે કે ત્રણ લોકો માટે ત્રણ કેળા રહેલા છે.

પ્રશ્ન – ક્યા પ્રાણીઓને માસિક એટલે કે પીરીયડસ આવે છે?

જવાબ – માણસ ઉપરાંત ચીમ્પાજી, ચામાચીડિયા, હાથણી અને બિલાડીને માસિક આવે છે.

About admin

Check Also

આ 5 વસ્તુઓના કારણે તમારી મર્દાની તાકાત થઈ જાય છે ઓછી,જાણી લો…

ઘણી વખત મહિલાઓ સાથે એવું બને છે કે તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કરવા નથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.