આજના સમયમાં મહિલાઓ પ્રત્યે કેટલાક ઘરેલું ત્રાસ અને હિંસાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા થઇ ગયા છે,જેમાં મહિલાઓને અન્ય વ્યક્તિ કરતા પોતાના સબંધીઓ એટલે કે પતિ વધારે માનશીક અને શારીરિક ત્રાસ આપતો હોય છે.તમને જણાવી દઈએ કે આવી વધતી સમસ્યાઓ આજે સમાજ માટે ગંભીર બની રહી છે.
ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સામે જ્યાં એક પરિવારના સભ્યોએ તેમના પુત્રની ગંભીર બીમારીને છુપાવીને લગ્ન કર્યા. હનીમૂનમાં જ લગ્નની પહેલી રાતે આ વાત સામે આવી હતી. આ સિવાય પત્નીએ બીજા ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યારે કન્યાએ આ વાત પરિવારના સભ્યોને જણાવી ત્યારે તેઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે, જો કોઈ બાહ્ય વ્યક્તિને આ વિશેની જાણકારી મળે, તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. માતાના ઘરે આવ્યા બાદ યુવતીએ માતા-પિતાને આ વાત જણાવી હતી અને તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ બનાવટી, હુમલો, દહેજની પજવણીનો કેસ નોંધાવ્યો હતો.
હનીમૂનના દિવસે તે બંને વચ્ચે જે બન્યું તે બધા પછીગોરખપુરના રામગઢતાલની પોલીસને અપાયેલી તાહિરિકામાં યુવતીએ આરોપ લખી છે કે તેણે 13 ફેબ્રુઆરી 2020 ના રોજ ગોરખનાથ વિસ્તારના નાકહામાં રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. દુલ્હન જ્યારે તેના સાસરીયાના ઘરે પહોંચી ત્યારે પત્નીને ખબર પડી કે તેનો દુલ્હો એક કિન્નર છે.
સાસરિયાઓની માંગણી મુજબ તેને સંપૂર્ણ દહેજ આપવામાં આવ્યું હતું. જોકે, સાત વર્ષથી તેની સારવાર ચાલી રહી છે. પરંતુ યુવતી આ મામલે તપાસ કર્યા બાદ તેના સાસરિયાના ઘરે જવા તૈયાર નથી અને સાસરિયાના પરિવારના સભ્યો વિરુદ્ધ બનાવટી, હુમલો, દહેજની પજવણીનો કેસ નોંધાવ્યો છે. પોલીસ ટીમ રોકાયેલ છે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આવોજ એક બીજો કિસ્સો, મધ્યપ્રદેશના શિવપુરીમાંથી એક ઘટના સામે આવી છે. અહીંયા એક યુવક એ વાતથી દુખી છે કે તેના સસરા વાળાએ તેને મુર્ખ સમજીને કિન્નર સાથે લગ્ન કરાવી દીધા છે. હવે પીડિત યુવક મદદ માટેની ગુહાર લગાવી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
સુહાગરાતે હકિકત સામે આવી.જો કે આ સમગ્ર ઘટના શિવપુરીના ભાવખેડી ગામની છે. અહીંયા 23 વર્ષીય પંખી જાવટ પોતાની કિન્નક પત્નીની ફરિયાદ લઈને એસપી કાર્યાલય પહોંચ્યો છે. તેને પોલીસને જણાવ્યું કે 16 જુન 2019ના મારા લગ્ન મનીષા નામની એક છોકરી સાથે થયા હતા. ત્યારે સુહાગરાત પર મને જાણ થઈ કે મનીષા એક છોકરી નહીં પણ એક કિન્નર છે. આ વાતથી હેરાન થઈને તેને તેના સસરાને કોલ કર્યો હતો અને તેને કહ્યું કે તે મનીષાને પોતાની સાથે રાખવા માંગતો નથી.
પંખીએ પત્નીને માવતર મોકલી દીધી.જ્યારે બીજી તરફ મનીષે આ ઘટનાની જાણ તેના મોટા બાઈ ફુલસિંહ અને બહેન સરોજને કરી હતી. તે લોકો મનીષાને તપાસ માટે હોસ્પિટલ લાવ્યા હતા. આરોપ અનુસાર મેડિકલ ટેસ્ટમાં પણ એ વાત સાબિત થઈ હતી કે મનીષા એક કિન્નર છે. જે બા પંખીએ મનીષાને તેના માવતર મોકલી દીધી હતી.મનીષા પરત લઈ જવા સાસરિયાનું દબાણ.
જે ઘટનાને 2 વર્ષ વીતી ચુક્યા હતા. હવે પંખીનો આરોપ છે કે તેની પત્ની મનીષા તેને ફરી હેરાન કરી રહી છે. બીજી તરફ સાસરીયાએ મનીષા પાછી લઈ આવવા માટે દબાવ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે કા તો મનીષાને સાથે રાખો અને કા તો તેનું ભરણ પોષણ કરો.
પંખીનો આરોપ છે કે તેના સાસરિયાઓ તેના હાથ પગ તોડી નાખવાની ધમકી આપી રહ્યાં છે. પંખીની આ વાત સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઈ છે. જો કે પંખી પત્ની મનીષા કિન્નક હોવાનું પોલીસમાં સાબિત કરી શક્યો નથી. જેથી પોલીસે તેને કુંટુબ ન્યાયલય જવાની સલાહ આપી છે.
જો મનીષાએ પહેલાથી જ પોલીસ સ્ટેશનમાં પંખી વિરૂદ્ધ ભરણપોષણ આપવાની કે પછી સાથે રાખવાની ફરિયાદ આપી દીધેલી છે.આવોજ એક બીજો કિસ્સો, ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં કિન્નર બહુને મળતા સાસરીયાઓ ચોકી ગયા હતા.
28 ઓક્ટોબરે સહારનપુરના એક યુવકના લગ્ન થયા હતા, કોઇ પરેશાની વગર લગ્ન પૂર્ણ થયા હતા. પરિવાર નવી વહુ ઘરે આવતા ખુશ હતો. પરિવારનું કહેવુ છે કે વહુએ પાંચ મહિના સુધી પોતાના પતિને પાસે આવવા દીધો નહતો. તે દરરોજ નવુ બહાનું બનાવતી હતી, જેવા જ તેના પતિને તેની પર શક થયો તો તેને યુવતીનું મેડિકલ ટેસ્ટ કરાવ્યુ હતું. રિપોર્ટ આવતા જ પરિવાર ચોકી ગયો હતો.
મેડિકલ રિપોર્ટ અનુસાર વહુ એક કિન્નર છે. જેવા જ યુવકના પરિવારને ખબર પડી તો તમામ ખુશી એક ક્ષણમાં તૂટી ગઇ હતી. યુવકના પરિવારે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ પીડિત વહુએ આરોપ લગાવ્યો કે તેના સાસરીયા તેને બંધક બનાવીને રાખી હતી, જે બાદ પોલીસે તુરંત એક્શન લીધી અને વહુ અને તેના સાસરીયોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
પોલીસને વહુની મેડિકલ રિપોર્ટ બતાવવામાં આવી.યુવક અને યુવતીના પરિવારોએ પોલીસ સ્ટેશનમાં જ વિવાદ ઉભો કર્યો હતો. બીજી તરફ યુવકના પરિવારે વહુને ઘરમાં રાખવાનો ઇનકાર કરી દીધો છે. યુવકના પરિવારે પોલીસને યુવતીની મેડિકલ તપાસના ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.
વિવાદ બાદ વહુ પોતાના પરિવાર સાથે જતી રહી હતી. બીજી તરફ પોલીસ અધિકારી એચએન સિંહનું કહેવુ છે કે યુવક અને યુવતીના પરિવારજનોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. યુવતીને તેના પરિવારને સોપી દેવામાં આવી છે.
યુવકના પરિવારનો આરોપ છે કે યુવતીના પરિવારે અંધારામાં રાખીને કિન્નરના તેના પુત્ર સાથે લગ્ન કરાવી દીધા હતા. પરિવારનું કહેવુ છે કે લગ્ન બાદથી 5 મહિના સુધી યુવતીએ પોતાના પતિને પાસે આવવા દીધો નહતો. બીજી તરફ પરિવારનો આરોપ છે કે યુવતીએ તેને બળજબરી કરવાના આરોપમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.
યુવતી પોતાના પતિ પર ખોટો કેસ દાખલ કરવાની પણ ધમકી આપતી હતી. યુવકના પરિવારનું કહેવુ છે કે તે ઘરેથી ચુપચાપ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ઉંધુ સાસરીયાઓ ઉપર જ બંધક બનાવવાનો આરોપ લગાવી દીધો અને પોલીસે તેને બોલાવી લીધી હતી.