ભારત એક એવો દેશ છે જેમાં સંસ્કારોનું મહત્વ છે અને દરેક સંબંધની એક ગરિમા છે પરંતુ વિદેશોમાં તેનાથી ઉલટુ છે, ત્યાં જેવી જરૂરિયાત હોય તે પ્રકારે સંબંધ રાખવામાં આવે છે. હાલ એક વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દીકરી પોતાની માતા અને પતિના સંબંધો વિશે ખુલીને વાત કરી રહી છે.ટિકટોક પર વીડિયો વાયરલ.આ મહિલાનું નામ સ્વિંગર મિલી છે.
મિલીએ પોતાના પતિ અને માતા સાથે એક વીડિયો બનાવીને ટિકટોક પર શૅર કર્યો છે. જેમાં તે કહે છે કે તે પોતાના પતિને માતાની બાંહોમાં મદહોશ થવા દે છે. જ્યારે પણ તેમનો પરિવાર સાથે હોય છે ત્યારે તેની માતા અને પતિ એકબીજા સાથે ચિપકેલા રહે છે. આ વાતથી મિલીને પણ કોઇ પ્રકારની આપત્તિ નથી. વીડિયોમાં તે કહી રહી છે કે આ વસ્તુ મારા પતિને ખુશ રાખે છે.
ટીકટોક પર મિલીએ @milliesellers411 નામથી અકાઉન્ટ બનાવ્યું છે અને તેના પર તે પોતાની માતા અને પતિના સંબંધો વિશે ખુલીને વાત કરે છે. એટલુ જ નહી વીડિયોમાં તેની માતા અને પતિ બાહોપાશમાં પણ છે. તેણે કહ્યું કે તે એક એવી પત્ની છે જેને પોતાના પતિ અને માતા વચ્ચેના અનૈતિક સંબંધોથી કોઇ તકલીફ નથી.કરોડો લોકોએ જોયો વીડિયો.ટીકટોક પર શૅર થયા બાદ આ વીડિયોને 1 કરોડ 10 લાખથી વધારે લોકોએ જોયો છે.
કેટલાક વ્યક્તિઓએ કમેન્ટ કરી છે કે આ મજાક છે પરંતુ મિલીએ કેપ્શનમાં સાફ લખ્યું છે કે આ કોઇ મજાક નથી. લોકો હેરાન છે કે એક મહિલા પોતે જ માતા અને પતિના અફેરનો ખુલાસો કરી રહી છે અને બંને વચ્ચેના ફીઝીકલ સંબંધોથી પણ તેને કોઇ વાંધો નથી. આ ઘટના સાસુ અને જમાઇના સંબંધોને લજવે તેવી છે.
એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ ઉપર પોતાના લગ્નજીવનનું મોટું રાજ ખોલ્યું હતું. મહિલા બે બાળકોની માતા છે. અને તેનું કહેવું છે કે તેનો પતિ ત્રીજા બાળક માટે દબાણ કરે છે. પરંતુ મહિલા ત્રીજું બાળક ઈચ્છતી નથી.
પતિ ત્રીજું બાળક કેમ ઈચ્છેછે એ અંગે મહિલાએ કારણ જણાવ્યું છે. મહિલાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે બે વર્ષ પહેલા તેની ઓફિસમાં એક સહકર્મી સાથે અફેર હતું જેનો તેને ખૂબ જ અફસોસ છે.
મહિલાએ લખ્યું હતું કે, પોતાના પતિથી તેનો પ્રેમ ઓછો થયો હતો. મને લાગતું હતું કે મારો પ્રેમી મને સચો પ્રેમ કરતો હતો. હું તેની સાથે નવું જીવન શરુ કરવાનો સપના જોવા લાગી હતી. પરંતુ મારું દિલ ત્યારે તૂટી જ્યારે મને ખબર પડી કે તે બીજી કોઈ મહિલા માટે મને દગો આપી રહ્યો હતો.
મહિલાએ લખ્યું હતું કે પોતાની જિંદગી બર્બાદ કરનાર હું પોતે છું. આ બધામાં સૌથી ખરાબ બાબતો એ છે કે મારા અફેર અંગે મારા પતિને જાણ થઈ ગઈ હતી. અને તે સંપૂર્ણ પણે તૂટી ગયો હતો. પરંતુ તેણે મને માફ કરી દીધી હતી.
અમે એકબીજાને સમજાવ્યા અને લગ્ન બચાવવામાં સફળ રહ્યા હતા.મહિલાએ આગળ લખ્યું હતું કે, હેરી હવે ત્રીજું બાળક ઈચ્છે છે મને એનું કારણ ખબર છે. તે ત્રીજું બાળક એટલા માટે ઈચ્છે છે કે તે એ વાતથી આશ્વસ્ત થવા માંગે છે કે, હું તેની સાથે હંમેશા રહું. મેં તેને અનેક વખત આ વાતનો વિશ્વાસ આપ્યો છે કે હું હવે ક્યારે કોઈની સાથે અફેર નહીં કરું અને મેં જે કર્યું તેના માટે મને અફસોસ છે.
મહિલાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા લખ્યું હતું કે, મને નથી લાગતું કે હું ત્રીજું બાળક સંભાળી શકીશ. હું હજી પણ ભાવનાત્મક રીતે ખૂબ જ કમજોર છું પરંતુ પતિ મને વારંવાર ત્રીજું બાળક પેદા કરવા માટે કહે છે.
હું વાસ્તવમાં વધુ એક બાળક ઈચ્છતી નથી. હું મારી બંને પ્રેગ્નેશીમાં ખુબ જ બીમારી રહી હતી. ફરીથી બધું વિચારીને ઘભરામણ થાય છે. માનસિક રીતે ત્રીજા બાળક માટે તૈયાર નથી. મારા માટે બે બાળકોને સંભાળવું મુશ્કેલ છે. મેં પોતાના મિત્રો પાસે સાંભળ્યું છે કે ત્રણ બાળકો સંભાળવા માતા માટે કેટલું કઠીન હોય છે.
મહિલાએ લખ્યું કે તાજેતરમાં મને મારા જૂના પ્રેમીનો ઈમેઈલ મળ્યો જેમાં તે મારા હાલચાલ પૂછી રહ્યો હતો.મેં તેને તરત જ બ્લોક કરી દીધો કારણ કે હું ઈચ્છતી નથી કે મારો પતિ આ જોઈ જાય. તેનો મેઈલ જોઈને એકવાર ફરીથી બધું યાદ આવી ગયું હતું. એકવાર ફરીથી મને પસ્તાવો થવા લાગ્યો હતો કે મેં પતિને કેટલી ઠેશ પહોંચાડી છે.
મને પોતાની જાતથી નફરત થવા લાગી હતી. મેં તેને એટલો બધો અસુરક્ષિત મહેસૂસ કરાવી દીધો હતો. મને ખબર છે કે હું તેના વિશ્વાસને લાયક નથી. પરંતુ મને તેના વિશ્વાસની જરૂર છે. હવે હું તેને ક્યારેય કોઈવાતની તકલિફ નહીં આપું.
મહિલાએ લખ્યું કે જે પણ હોય પરંતુ ત્રીજું બાળક એ સમસ્યાનું સમાધાન તો ના જ હોઈ શકે. હું પતિને સમજાવા લાગી છું કે હવે હું એવી નથી જેવી 2 વર્ષ પહેલા હતી. હું તેને હવે ક્યારેય દગો નહીં આપું. હું હંમેશા તેને પ્રેમ કરીશ અને તેના પ્રત્યે વફાદાર રહીશ. આ માટે તેને ત્રીજા બાળકથી બાંધવાની જરૂર નથી.હાલમાં એવો જ એક કિસ્સો અમદાવાદના શાહ આલમમાંથી સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના દાણી લીમડામાં પોતાના માતા, પિતા અને ભાઈ સાથે રહેતી 26 વર્ષીય યુવતીએ પોતાના પતિના આડા સંબંધો હોવાની અને સાસરી વાળા તરફથી ત્રાસ ગુજરાત હોવાની ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન 2017માં વેરાવળના એક યુવક સાથે થયા હતા, જે સાઉથ આફ્રિકામાં નોકરી કરતો હતો. યુવતીએ યુવકને પોતાની સાથે સાઉથ આફ્રિકા લઇ જવાનું પણ જણાવ્યું પરંતુ યુવક વિઝાનું બહાનું બનાવતો રહ્યો.
આખરે યુવતીના વિઝા પણ થઇ ગયા અને બંને સાઉથ આફ્રિકામાં રહેવા લાગ્યા. ત્યાં યુવતી ગર્ભવતી બની હતી. ત્યારબાદ યુવકે તેને અમદાવાદ એકલા જ મોકલી દીધી. અમદાવાદથી યુવતી પોતાના સાસરે ગઈ પરંતુ ત્યાં તેના સાસુ સસરા દ્વારા ત્રાસ ગુજરાવામાં આવતો હતો.જેનાથી કંટાળીને યુવતી પોતાના પિયર ચાલી આવી હતી.
બાદમાં યુવતીને નવમો મહિનો હોવાના કારણે તેનો પતિ તેને પોતાની સાથે સાસરીમાં પાછી લઇ ગયો હતો ત્યાં સાસુના નોર્મલ ડિલિવરીના દબાણ બાદ યુવતીએ સિઝેરિયન દ્વારા એક બાળકીને જન્મ આપ્યો.દીકરીના જન્મ સમયે યુવતીએ ઘરમાં કામવાળી રાખી હતી, પરંતુ તેના સાસુએ દીકરી જન્મના 18 દિવસ બાદ જ કામવાળીને પણ છૂટી કરી દીધી હતી અને તેની યુવતી પાસે જ કામ કરાવતા હતા.
ત્યારબાદ યુવતીને એ પણ જાણ થઇ કે તેના પતિના સંબંધો તેના સગા ભાભી સાથે જ છે. જેના કારણે યુવતી અમદાવાદ પોતાના પિયર આવી ગઈ, ત્યારબાદ તેના સાસરીવાળા તરફથી સોના ચાંદીના દાગીના અને રકમ લઈને તે ભાગી ગઈ તેવા આરોપો મૂકીને બદનામ પણ કરવામાં આવી જેનાથી કંટાળીને યુવતીએ દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.