Breaking News

પ્રેમિકાએ શારી@રિક સુખ માણવા યુવકને બોલાવ્યો જંગલમાં,પણ ત્યાં જઈને જોયું તો પ્રેમિકા…..

હિંમતનગરના હાજીપુરની સીમમાં સાબરદાણ ફેકટરી નજીક આવેલ કેનાલમાંથી પાંચેક દિવસ અગાઉ ૨૫ વર્ષની ઉંમરના યુવકની લાશ મળી આવ્યા બાદ અને હિંમતનગર એ ડીવીઝન પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મળી આવેલી યુવકની લાશના મામલામાં હત્યા થયાનું જણાતા ગણતરીના કલાકોમાં જ પ્રાંતિજ તાલુકાના નનાનપુર વજાપુર અને અમીનપુરના ત્રણ શખ્સોને દબોચી લઇ હત્યાની ઘટનાનો ભેદ ખોલી નાખ્યો છે.

સમગ્ર ઘટનામાં સાગપુરના યુવકને ગામની યુવતી સાથે ચાલતા પ્રેમસબંધ બાદ યુવતીના અન્ય યુવક સાથે સબંધ કરાયા બાદ પણ સાગપુરનો યુવક યુવતીને પ્રેમસબંધ ચાલુ રાખવા હેરાન પરેશાન કરતો હોવાની હકીકત ખુલવા પામી છે.

જેમાં પતિ પત્ની સહિતના પરિવારજનોએ કાવતરૂ રચી યુવકને અંબુજા ફેકટરી પાછળની અવાવરૂ જગ્યાએ યુવતીને મળવાના બહાને બોલાવી રૂમાલ વડે યુવકને ગળેટૂંપો દઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.હત્યાની ઘટનાના મામલે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગરના હાજીપુરની સીમમાં આવેલ સાબરદાણ ફેકટરી નજીકની કેનાલમાંથી ગત મંગળવારે ૨૫ વર્ષીય યુવકની લાશ પોલીસને મળી આવ્યા બાદ હિંમતનગર એ ડીવીઝન પોલીસે યુવકના મોતના મામલે અકસ્માતે મોતની કાર્યવાહી કરી હતી.

ત્યારબાદ લાશને સિવિલ હોસ્પિટલમાં રખાયા બાદ મૃતક યુવકનું પાણીમાં પડવાથી મોત થયુ નથી પરંતુ તેની હત્યા થઇ હોવાની પોલીસને શંકા જણાતા સમગ્ર ઘટનાની તપાસ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકએ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ.ડી.ચંપાવતે પી.એસ.આઇ. બી.યુ.મુરીમા, એ.એસ.આઇ. નાથાભાઇ રજુસિંહ હે.કો.

ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમને યુવકના મોતના મામલે તપાસ કરવા સુચના આપતા પોલીસે મૃતકનો સંપર્ક નંબર મેળવી તેના પરિવારજનોની પુછતાછ હાથ ધરી હતી. પુછતાછ દરમિયાન મૃતક જીતેન્દ્રસિંહ પરમારને ગામની એક યુવતી સાથે પ્રેમસબંધ હોવાનું ધ્યાને આવ્યુ હતું.એલસીબીની ટીમે બાતમી તેમજ ટેકનીકલ સર્વેલન્સ ટીમની મદદથી મૃતક તેમજ પ્રેમસબંધ ધરાવનાર યુવતીના પરિવારજનોની તપાસ સાથે પુછપરછ કરી હતી.

જેમાં સાગપુરની યુવતીનો સબંધપ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામના કિશનસિંહ બાલાજી મકવાણા સાથે થયો હતો સાગપુરનો મૃતક યુવક જીતેન્દ્રસિંહ યુવતીને વારંવાર પોતાની સાથે પ્રેમસબંધ ચાલુ રાખવા હેરાન પરેશાન કરતો હતો અને યુવતી પણ તેને સબંધો રાખવાની ના પાડવા છતાં હેરાન પરેશાન કરતો હોવાથી પતિ પત્નીએ આમાંથી છૂટકારો મેળવવા જીતેન્દ્રસિંહને પતાવી દેવાનો કારસો ઘડયો હતો.

પોલીસે કિશનસિંહની પુછતાછ કરતા તેણે મૃતક યુવકને અગાઉ મારી પત્ની સાથે પ્રેમસબંધ હતો અને મારી સગાઇ થઇ ગઇ હોવા છતાં પણ તેણે મારી પત્ની સાથે ના પાડવા છતાં પણ પ્રેમસબંધ ચાલુ રાખવા હેરાન પરેશાન કરતો હોવાથી તેને પતાવી દેવાનો પ્લાન ઘડયો હતો.

કિશનસિંહ તથા તેની પત્નીએ જીતેન્દ્રસિંહનું કાસળ કાઢવા કાવતરૂ ઘડી તેના કુંટુંબી બનેવી કાળુસિંહ મોતીસિંહ મકવાણા તેમજ ફોઇના દિકરા અજયસિંહ દિલુસિંહ મકવાણાની મદદગારીથી જીતેન્દ્રસિંહને અંબુજા ફેકટરી પાછળ આવેલ જંગલ વિસ્તારમાં તેની પત્નીને મળવાના બહાને બોલાવ્યો હતો અને ત્યાં જીતેન્દ્રસિંહને રૂમાલથી ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશને આબોદાના હોટલથી આગળ આવેલ ગરનાળાના પાણીમાં નાખી દીધી હતી.

આમ પોલીસે ગણતરીના દિવસોમાં જ કેનાલમાંથી મળી આવેલ યુવકની લાશની ઘટનામાં હત્યાનો ભેદ ઉકેલી નનાનપુર, વજાપુર અને અમીનપુરના ત્રણ શખ્સોને દબોચી લઇ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો મામલો દર્જ કરાવી ઝડપાયેલા શખ્સોને પોલીસ હવાલે કર્યા છે.

મૃતકનું બાઇક હત્યારાઓએ કેનાલમાં નાખી દીધું.પ્રેમસબંધના મામલામાં અંબુજા ફેકટરી પાછળના જંગલ વિસ્તારમાં સાગપુરના યુવકને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ ઘટના સ્થળે યુવતીને મળવા આવેલા જીતેન્દ્રસિંહના બાઇકને હત્યારાઓએ ઝીંઝવા કેનાલમાં નાખી દીધાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું.

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીની એક યુવતીને મોબાઈલ ઉપર વાતો કરી પ્રેમજાળમાં પસાવી બાઈક પર ફરવાના બહાને લુહેરી નજીકના જંગલ એરિયામાં લઈ જઈ ત્યાં અન્ય બે મિત્રો મળી ત્રમ હવસખોરોએ યુવતીના ચીરહરણ કરી.સામૂહિક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યાની બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી રાહદારીઓએ આ યુવતીની લાજ બચાવી હતી જો કે ત્રણેય નરાધમો નાસી છૂટ્યા હતા.

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના દૂધની ગામે રહેતી 19 વર્ષીય યુવતી કેટલાય સમય પહેલાં તેના મોબાઈલ ઉપર આવેલાં અજાણ્યા નંબરથી મિસ્ડ કોલ ઉપર રિપ્લાય આપવા જતાં સામેથી બોલતાં શખ્સે યુવતીને વાતમાં ભોળવી તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી.અને તે પછી થોડો દિવસ મોબાઈલ ઉપર પ્રેમાલાપ કર્યા બાદ એકબીજાને જોયા ન હોવા છતાં મંગળવારે આ મગજમાં કામનો કીડો સળવળતા કામાંધ શખ્સે આ યુવતીને ખાનવેલ બોલાવી હતી.

અને ખાનવેલ બાઈક પર તેના મિત્ર સાથે પહોંચેલા આ શખ્સે યુવતીને લલચાવી ફોસલાવી બાઈક ઉપર સાથે ફરવા માટે સગંત કરી અને યુવતીને બાઈક પર બેસાડી નરોલી તરફ લઈ આવ્યા હતા.ત્યાં એક બારમાં યુવતીને ઠંડુ પીવડાવી બંને શખ્સોએ દારૂનું સેવન કર્યું હતું અને તે પછી યુવતીને બાઈક પર બેસાડી ખરડપાડા દાંડી કર લુહેરી રોડ પર જંગલ જેવા એકાંત વિસ્તારમાં લઈ ગયા હતા.

ત્યાં યુવાનનો વધુ એક મિત્ર ત્યાં પહોંચી ગયો હતો.આ ત્રણેય નશામાં હોય ભેગા મળી યુવતીની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા યુવતી અત્યંત ડરી ગઈ હતી તેણે યુવકોના સકંજામાંથી છૂટવાનો પ્રયાસ કર્યો.પણ ત્રણેય હવસખોરોએ યુવતીના કપડાં ફાડી નાખી તેણીનાં શરીર પર બચકાં ભરવા લાગ્યા હતા.

દરમિયાન તે સમયે ચારથી પાંચ રાહદારીઓ ત્યાંથી પસાર થતાં તે આ યુવતીને જોઈ ગયા હતા.યુવતીની બૂમો સાંભળી રાહદારીઓ તરત તેની તરફ દોડી ગયા હતા અને જેથી હવસખોરો યુવતીને છોડીને ભાગી ગયા હતા રાહદારીઓએ યુવતીને વસ્ત્રો આપી તેની લાજ બચાવી હતી અને બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

About admin

Check Also

આ 5 વસ્તુઓના કારણે તમારી મર્દાની તાકાત થઈ જાય છે ઓછી,જાણી લો…

ઘણી વખત મહિલાઓ સાથે એવું બને છે કે તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કરવા નથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.