Breaking News

અંબાજીમાં પણ આવેલું છે કામખ્યા દેવી મંદિર જ્યાં યોની ની પૂજા થાય છે, જુઓ…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢની તળેટીમાં દુનિયાના વિભિન્ન ક્ષેત્રમાં આવેલા ૫૧ શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિ વાળા મંદિરો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્મિત કરાયા છે જેમાં ખાસ કરીને આસામ રાજ્યમાં આવેલું પ્રસિદ્ધ કામાખ્યા મંદિર જ્યાં માતાજીના યોનીનો ભાગ પૂજાતા હોવાની પરંપરા છે.

ને તેવાજ આકારનું મંદિર અંબાજી ગબ્બર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાં કામાખ્યા માતાની પરંપરા પૂજા અર્ચન મુજબ જ અહીંયા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે જેમાં ખાસ કરી ને જેમ મહિલાઓ માસિક ધર્મમાં આવે છે તેજ રીતે કામાખ્યા માતા પણ રજસ્વલા બને છે ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે ૫ દિવસ બંધ કરી દેવામાં આવે છે ને ધાર્મિક વિધિ વિધાન બાદ ફરી ખુલ્લે છે જે રીતે અંબાજી ના ગબ્બર સ્થિત કામાખ્યા માતાનું મંદિર ગત ૨૨ જૂન થી બંધ કરી દેવામાં આવ્યું હતું આજે ૫ દિવસ પૂર્ણ થતા કામાખ્યા માતા ના મંદિરે વિધિ વિધાન મુજબ પૂજા અર્ચન કરી હોમહવન કરાયા હતા.

મિત્રો હવે આપણે જાણીશું બીજા ચાર શક્તિપીઠ મંદિરો વિશે.કહેવાય છે કે દેવી સતી જ્યાં કાલમાધવ અને શિવ અસિતાનંદ નામથી બિરાજે છે ત્યાં તેમના ઢગડાનો ભાગ પડ્યો હતો. આ સ્થાનની આજ સુધી નિશ્રિત રૂપે કોઈને જાણ નથી.જ્યાં દેવી સતીના ઘરેણાં પડ્યાં હતા તે સ્થાનમાં સતીને ઈંદ્રાક્ષી અને શિવને રક્ષેશ્વર કહે છે. શાસ્ત્રોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ મળે છે. પણ તેની વાસ્તવિક સ્થિતિ ક્યાં આવેલી તે વિશે કોઈ જાણતું નથી.જ્યાં દેવી સતીનું નિચલું જડબું પડ્યું હતું તે વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અહિં દેવીને વરહી કહેવાય છે. પણ આ સ્થાન ક્યાં છે તે કોઈ જાણતું નથી.

રત્નાવલી શક્તિપીઠ, એવી માન્યતા છે કે આ શક્તિપીઠમાં દેવી માતાનો જમણો ખભો પડ્યો હતો. આ અંગ ચેન્નાઈની આસપાસમાં ક્યાંક પડ્યું છે. આ સ્થાન નિશ્રિત રીતે ક્યાં છે તે આજેય કોઈને ખબર નથી.તેની તપાસ ચાલી રહી છે. પણ બંગાજ પંજિકા અનુસાર આ સ્થાન તામિલનાડુના ચેન્નાઈમાં ક્યાંક આવેલું છે. રત્નાવલી શક્તિપીઠની શક્તિ કુમારી તથા ભૈરવ શિવ છે.

કાલમાધવ શક્તિપીઠ, આ શક્તિપીઠ વિશે એવી માન્યતા છે કે આ સ્થાન પર દેવી માતાના નિતંબ (કુલા) પડ્યાં હતા. આ શક્તિપીઠ ક્યાં છે તે વિશે આજેય અતોપતો નથી. કોઈ શોધી શક્યું નથી. તો આ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં અમરકંટકની આસપાસ હોવાનું મનાય છે. અહિં માતાનું ડાબુ નિતંબ પડ્યું હતું. અહિંની શક્તિ કાળી તથા ભૈરન અસિતાંગ છે.

લંકા શક્તિપીઠ, એવી માન્યતા છે કે દેવી માતાની એક શક્તિપીઠ લંકામાં આવેલી છે. અહિં માતાના ઝાંઝર(નુપુર) પડ્યા હતા. અહિં શક્તિ ઈન્દ્રાશ્રી તથા ભૈરવ રાક્ષસેશ્વર છે. શાસ્ત્રોમાં આ શક્તિપીઠ વિશે ઉલ્લેખ મળે છે પણ તેના ચોક્કસ સ્થાન વિશે આજ સુધી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.પંચસાગર શક્તિપીઠ, આ શક્તિપીઠ વિશે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પણ તે નિશ્રિત રીતે ક્યાં આવેલી છે તે વિશે કોઈ જ માહિતી નથી.

જો કે તે વારાણસી(ઉત્તરપ્રદેશ)ની આસપાસ આવેલી હોવાની એવી માન્યતા છે કે આ સ્થાન પર સતી માતાનું નીચલું જડબું પડ઼્યું હતું. આ સ્થાન પર દેવી સતીને વરાહી કહેવામાં આવે છે. અહિંની શક્તિ વારાહી તથા ભૈરવ મહારુદ્ધ છે. આ એક પ્રસિદ્ધ શક્તિપીઠ છે પણ તેનું નિશ્રિત સ્થાન કોઈને ખબર નથી. આજે પણ તેની શોધ ચાલે છે.
કોઈ કહે છે કે આ ચાર શક્તિપીઠમાંથી એક ચેન્નાઈમાં, એક મધ્યપ્રદેશમાં, એક લંકામાં, એક સમુદ્રમાં તો એક અરબી સમુદ્ર કે પાકિસ્તાનના આસપાસ કે પછી હિમાલયની દુર્ગમ પહાડીઓની વચ્ચે કોઈ સ્થળે હોવાનું માનવામાં આવે છે. જો કે આ વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી. આ બધી વાતો જ છે. આજેય પણ આ શક્તિપીઠો માનવીઓની પહોંચથી બહાર છે.

જ્યારે રામગીરી શક્તિપીઠ વિશે પણ વિદ્વાનોમાં મતાન્તર છે. કેટલાંક તેને ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ પર તો કેટલાંક તેને મધ્યપ્રદેશના મૈહરમાં હોવાનું માને છે. માતાનું જમણું સ્તન અહિં પડ્યું હોવાનું માનવામાં આવે છે. અહિંની શક્તિ શિવાની તથા ભૈરવ ચંડ છે.જ્યારે કાશ્મીર શક્તિપીઠ કે, અમરનાથ(પહેલગામ) શક્તિપીઠ અમરનાથમાં આવેલી છે. અહિં માતાનો કંઠ(ગળુ) પડ્યું હતું. અહિંની શક્તિ મહામાયા તથા ભૈરવ ત્રિસંધ્યેશ્વર છે. આ ગુફામાં ભક્તોને વિભૂતિનો પ્રસાદ આપવામાં આવે છે. આ ગુફા અષાઢ- શ્રાવણ માસ દરમિયાન જ ખુલી રહે છે.

દેવી પુરાણમાં 51 શક્તિપીઠ વિશે જાણકારી મળે છે. જ્યારે દેવી ભાગવતમાં 108 શક્તિપીઠ અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન મળે છે. જ્યારે એ સિવાય તંત્ર ચુડામણીમાં 52 શક્તિપીઠનું વર્ણન મળે છે. જ્યારે જે 51 શક્તિપીઠો છે તેમાંથી 42 ભારતમાં, 1 શક્તિપીઠ પાકિસ્તાનમાં, 4 બાંગ્લાદેશમાં, 1 શ્રીલંકામા, 1 તિબેટમાં તથા 2 નેપાળમાં છે. શાસ્ત્ર પ્રમાણે જે પ્રસિદ્ધ 52 શક્તિપીઠો છે તેમાં શક્તિ અને ભૈરવ વિશે ઉલ્લેખ હોય છે. તે તેનું શાસ્ત્રોક્ત પ્રમાણ હોય છે.

દેવી પુરાણમાં 51 શક્તિપીઠ વિશે જાણકારી મળે છે. જ્યારે દેવી ભાગવતમાં 108 શક્તિપીઠ અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન મળે છે. જ્યારે એ સિવાય તંત્ર ચુડામણીમાં 52 શક્તિપીઠનું વર્ણન મળે છે. જ્યારે જે 51 શક્તિપીઠો છે તેમાંથી 42 ભારતમાં, 1 શક્તિપીઠ પાકિસ્તાનમાં, 4 બાંગ્લાદેશમાં, 1 શ્રીલંકામા, 1 તિબેટમાં તથા 2 નેપાળમાં છે. શાસ્ત્ર પ્રમાણે જે પ્રસિદ્ધ 52 શક્તિપીઠો છે તેમાં શક્તિ અને ભૈરવ વિશે ઉલ્લેખ હોય છે. તે તેનું શાસ્ત્રોક્ત પ્રમાણ હોય છે.

જે બાવન શક્તિપીઠો છે તેના નામ નીચે પ્રમાણે છે.1.કિરીટ શક્તિપીઠ, 2.કાત્યાયની શક્તિપીઠ, 3.કરવીર શક્તિપીઠ, 4.શ્રીપર્વત શક્તિપીઠ, 5.વિશાલાક્ષી શક્તિપીઠ, 6.ગોદાવરી તટ શક્તિપીઠ, 7.શુચીન્દ્રમ શક્તિપીઠ, 8.પંચસાગર શક્તિપીઠ, 9.જ્વાલામુખી શક્તિપીઠ, 10.ભૈરવ પર્વત શક્તિપીઠ, 11.અટ્ટહાસ શક્તિપીઠ, 12.જનસ્થાન શક્તિપીઠ, 13.કાશ્મીર શક્તિપીઠ કે પછી અમરનાથ(પહેલગાવ) શક્તિપીઠ, 14.નન્દીપુર શક્તિપીઠ, 15.શ્રી શૈલ શક્તિપીઠ 16.નલહટી શક્તિપીઠ, 17. મિથિલા શક્તિપીઠ 18.રત્નાવલી શક્તિપીઠ, 19.અંબાજી શક્તિપીઠ, 20.જાલંધ્ર શક્તિપીઠ, 21.રામગરિ શક્તિપીઠ, 22.વૈદ્યનાથ શક્તિપીઠ, 23.વક્ત્રોશ્વર શક્તિપીઠ, 24. કણ્યકાશ્રમ કન્યાકુમારી શક્તિપીઠ, 25.બહુલા શક્તિપીઠ, 26.ઉજ્જયિની શક્તિપીઠ, 27.મણિવેદિકા શક્તિપીઠ, 28.પ્રયાગ શક્તિપીઠ, 29.વિરજાક્ષેત્રા,ઉત્કલ શક્તિપીઠ, 30.કાંચી શક્તિપીઠ,

31.કાલમાધવ શક્તિપીઠ, 32.શોણ શક્તિપીઠ, 33.કામાખ્યા શક્તિપીઠ, 34.જયન્તી શક્તપીઠ, 35.મગધ શક્તિપીઠ, 36.ત્રિસ્તોતા શક્તિપીઠ, 37.ત્રિપુરીસુન્દરી ત્રિપુરા શક્તિપીઠ. 38.વિભાષ શક્તિપીઠ, 39.દેવીકૂપ પીઠ કુરુક્ષેત્ર શક્તિપીઠ, 40.યુગાદ્યા શક્તિપીઠ, 41.ક્ષીરગ્રામ શક્તિપીઠ, 42.વિરાટ અંબિકા શક્તિપીઠ, 43.કાલીઘાટ શક્તિપીઠ, 44.માનસ શક્તિપીઠ, 45.લંકા શક્તિપીઠ, 46.ગંડકી શક્તિપીઠ, 47.ગુહ્યેશ્વરી શક્તિપીઠ, 48.હિંગળાજ શક્તિપીઠ, 49.સુગંધ શક્તિપીઠ, 50.કરતોયાઘાટ શક્તિપીઠ, 51.ચટ્ટલ શક્તિપીઠ, 52.યશોર શક્તિપીઠ.

જ્યારે ગુજરાતમાં બે શક્તિપીઠ આવેલી હોવાનું માનવામાં આવે છે. જેમાં એક ગુજરાતના ગિરનાર પર્વતના શિખર પર દેવી અંબિકાનું ભવ્ય વિશાળ મંદિર આવેલું છે. અહિં માતાનું ઉદર પડ્યું હોવાનું માનવામાં આવે છે. અહિંની શક્તિ ચંદ્રભાગા તથા ભૈરવ વક્રતુંડ છે. એવી માન્યતા છે કે ગિરનાર પર્વતની નજીક જ સતીનો ઉપલો હોઠ પડ્યો હતો. જ્યાં શક્તિ અવન્તી અને ભૈરવ લંબકર્ણ છે.

આ શિખરો પર અંબાદેવી, ગોરખનાથ તથા દત્તાત્રેયના સ્થાન આવેલા છે.જ્યારે પસિદ્ધ યાત્રાધામ અંબાજી કે જ્યાં ગબ્બર ટૂંક આવેલી છે ત્યાં માતાજીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે. જ્યાં વિશ્વ વિખ્યાત અંબાજી મંદિર આવેલું છે તે સ્થાને માતાએ મહિષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ કર્યો હતો. અંબાજીમાં ગબ્બરમાં શક્તિ કોણ અને ભૈરવ કોણ તે વિશે સ્પષ્ટરીતે શાસ્ત્રોક્ત ઉલ્લેખ નથી.

જો કે ગુજરાતમાં પાવાગઢને અને બહુચરાજીને પણ શક્તિપીઠ માનવામાં આવે છે. પાવાગઢમાં પર સતિના જમણા પગની આંગળી પડી હતી. અહિં શક્તિ કાળી છે. મંદિરમાં માતાજીની નેત્ર પ્રતિભા બિરાજમાન છે. આ પ્રતિભા બે ફૂટ જેટલી સ્વંયભુ હોવાનું માનવામાં આવે છે. માતાએ અહિં રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. અને ચંડ મુંડ રાક્ષસનો પણ નાશ કર્યો હતો. જ્યારે બહુચરાજીમાં ચુંવાળ પંથકમાં બોરુંવનમાં સતિનો ડાબો હાથ ખરી પડ્યો હતો. પણ જે 51 શક્તિપીઠ છે તેમાં આ સ્થાનનો ઉલ્લેખ નથી.

About admin

Check Also

હનુમાનજી નાં ભક્ત પર મુસીબત આવી જતાં બજરંગબલી જાતે આવ્યા ધરતી પર અને કર્યો આવો ચમત્કાર…..

મારું નામ શ્રદ્ધા છે અને હું યુએસએના કેલિફોર્નિયાથી છું, હું આઈટી પ્રોફેશનલ છું, પણ હવે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.