નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ શંકરાચાર્યે કરેલી ભગવતીની સ્તુતિ તથા પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે.
છેક પુરાણોથી લઈને સમયાંતરે રચાયેલા કેટલાક ગ્રંથોમાં પણ અંબાજી માતાનું વર્ણન અને સ્તુતિઓની પરંપરા જોવા મળે છે. એક કથા પ્રમાણે સિંધમાં રહેલા પરમારોએ સિંધ છોડ્યું ત્યારે માતાજીને સાથે લાવ્યા હતા. મહારાજા આગળ ચાલતા હતા અને પાછળ માતાજીની સવારી હતી. રાજવીને પાછળ જોવાની મનાઈ હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતા સહજ રીતે મહારાજથી પાછળ જોવાયું કે કેટલે દૂર માતાજી છે. કહેવાય છેકે, તે ક્ષણે માતાજી સ્થિર થઇ ગયાં, ત્યારે પરમાર રાજવીએ મંદિર બનાવ્યું.
અંબાજી માતાનું મંદિર દાતાના રાજવી પરમારોની માલિકીનું હતું.અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું અને નાનું હતું. ગર્ભગૃહમાં માતાજીનો ગોખ અને મંદિરની સામી બાજુએ ચાચર ચોક છે. અને એટલા જ માટે માતાજીને ‘ચાચર ચોકવાળી’ પણ કહેવામાં આવે છે. આ ચોકમાં હોમ હવન વગેરે વિધિ પણ થાય છે.વર્તમાન સમયમાં જે મંદિર છે તે અદ્યતન મંદિર બનાવવાનું કાર્ય શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ થયું. અંબાજી માતાનું મંદિર દાતાના રાજવી પરમારોની માલિકીનું હતું તેવું તેમણે જાહેર કર્યું હતું પરંતુ ભારત સરકારે આ માંગણી સ્વીકારી નહીં ને તત્કાલીન દ્વિભાષી રાજ્ય મુંબઈ સરકારને વહીવટ લઈ લેવા જણાવ્યું. (ઈ.સ. 1953) પણએ પછી કાયદાકિય વિવાદ થતા ઈ.સ. 1960માં તેનો ચુકાદો આવ્યો. સરકારની તરફેણમાં ચુકાદો આવતાં ગુજરાત સરકારે આ દેવસ્થાનનો વહીવટ હસ્તગત કર્યો.
ગુજરાતના 20 પ્રતિષ્ઠિત નાગરિકો વહીવટી સમિતિમાં સામેલ છે.ઈ.સ. 1963માં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ વહીવટી સમિતિની રચના થઈ અને તેનું નામ ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ રાખવામાં આવ્યું. તેના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ કલેક્ટર ઉપરાંત આ સમિતિમાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા ગુજરાતના વીસ પ્રતિષ્ઠિત નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે.
મંદિરના સંચાલકની વહીવટી કામગીરી માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે, જે પૂર્ણ સમય માટે સંચાલનની જવાબદારી સંભાળે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બન્યા પછી મંદિરને અદ્યતન બનાવવા માટે વિચારણા શરૂ થઇ. એ માટે ઈ.સ. 1972માં અંબાજી વિકાસ સમિતિની રચના તે સમયના ટ્રસ્ટી અને જાહેર જીવનના કાર્યકર શ્રી શંકરલાલ ગુરુના અધ્યક્ષપદે કરવામાં આવી.
1975માં મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરવામાં આવી.આ સમિતિની ભલામણો અનુસાર ઈ.સ. 1975માં મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરવામાં આવી. સમગ્ર મંદિરની કાયાપલટ કરીને ગગનચૂંબી વિશાળ પૂર્ણ આરસનું દેવસ્થાન રચવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો હતો. મંદિરને નિજ મંદિર, મંડપ અને શીખર એમ ત્રણ વિભાગોમાં વહેંચી તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ. ઈ.સ. 1975થી ઈ.સ. 1988 દરમિયાન મોટાભાગનું કામ સંપન્ન થયું હતું. મંદિરના 103 ફૂટ ઊંચા શિખર ઉપર કળશ ચડાવવાની વિધિ કરવામાં આવી હતી. શીખર ઉપર આરાસુરી અંબાજીમાં આવેલી ખાણમાંથી કાઢવામાં આવેલ વિશેષ આરસપહાણના અખંડ પથ્થરમાંથી બનાવાયેલ 3 ટનથી વધુ વજનનો કળશ મૂકવામાં આવ્યો છે.
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો, માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. ૧૬૦૧ નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે.
મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.