નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આ સૃષ્ટી અનેક ચમત્કારોથી ભરેલી છે કેટલાક બનાવો કે ઘટનાઓ આપણને વિચારતા કરી મૂકે છે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એક પથ્થર આપણે કુતૂહલ કરવા પ્રેરી રહ્યો છે આ વીડિયોને જોઈને કદાચ તમે પથ્થરને કોઈ પવિત્ર ધાતુ જ માનવા પ્રેરાશો જાણો શું છે તેનું કારણ.
ઈડરના પ્રતાપગઢના સાબલી ગામ સ્થિત પથ્થરોના ડુંગર પર મહાકાળી મંદિર આવેલું છે આ મંદિરની બાજુમાં બે પથ્થરોની શિલા આવેલી છે આ શીલા પર બીજા પથ્થર વડે ખખડાવતા જ તેમાંથી અદભુત અવાજ આવે છે આ પથ્થરમાંથી એવો અવાજ આવે કે જાણે ઝાલર કે ઘંટ વાગતો હોય અવાજ નિકળે છે અને એ પણ ઘંટારવ જેવો અવાજ રણાકાવે છે મહત્ત્વનું છે કે આસપાસમાં તો ઘણા પથ્થર છે પણ આ એક જ પથ્થરમાં આવો રણકાર થાય છે.
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ગુહાઇ ડેમને અડીને આવેલા ઇડર તાલુકાના પ્રતાપગઢ રામાયણ ખાતે મહાકાલી માતાજીનું પ્રાચીન મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યુ છે ઇડર સ્ટેટના સમયમાં મદનસિંહજી બાવજીના રજવાડા હેઠળ પ્રતાપગઢ રામાયણ ગામની જાહોજલાલી ખૂબ જ હતી. ગામમાં ૯૯૯ જૈન દેરાસર કુંડ અને પ્રાચીન ચમત્કારિક મહાકાલી માતાજીનું મંદિર આવેલુ છે વર્ષો પહેલા પ્રતાપગઢના વડવાઓ ધંધાર્થે પાવાગઢમાં સ્થિત થયા હતા કહેવામાં આવે છે કે જયારે પતાઇ રાજાનું પતન થયું ત્યારે મહાકાલી માતાજીએ ભકતોને સ્વપ્નમાં આવીને દિકરા પાવાગઢ હવે મારું રહ્યુ નથી હવેથી હું તારા પ્રતાપગઢમાં નિવાસ કરી તું આ મારી જયોત ત્યાં લઈ જા એમ કહેતાં ભકતો માતાજીની જયોત લઇને પ્રતાપગઢના ડુંગરા સુધી આવી પહોંચ્યા અને આદેશ મુજબ જયોત મૂકતા જ ડુંગરમાં સ્વયં મહાકાલી માતાજી પ્રગટ થયા હતા.
માતાજી પરચા આપી દુ:ખીયોના બેલી થતા દૂર દૂરથી લોકો દર્શન માટે આવવા લાગ્યા આ મંદિર ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે દશેરાનું પર્વ ધામધૂમથી ઉજવા છે સુખડીના થાળ ચડાવવામાં આવે છે દશેરાના દિવસે માતાજી ડુંગર પરથી નીચે ચોગાનમાં બધાની સાથે ગરબા ગાઇને ભકતોને આર્શીવાદ આપે છે મહાકાલી મંદિરના હસમુખભાઇ પંડયાએ જણાવ્યુ હતું કે દશેરાના દિવસે દૂર દૂરના ગામડાઓમાંથી ગરબા લઇને લોકો માતાજીના દર્શને આવે છે.
પથ્થરમાંથી ઘંટારવ.આ ચમત્કારિક પથ્થરની વિશિષ્ટતા તમને આશ્ચર્યમાં મૂકી દેશે પથ્થરમાંથી ઘંટના પ્રગટે છે અને વાતાવરણ પવિત્ર કરી દે છે જો કે ભલે આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટી સૃષ્ટીની આ કરામતમાં કાર્યકારણના સંબંધો જોતી હોય પરંતુ જ્યાં સુધી કારણોમાં પડ્યા વગર આવી ઘટનાને માણતા નથી ત્યાં સુધી સૃષ્ટીના સૌંદર્યને માણી શકાતું નથી.
બે વર્ષ અગાઉ અહીં મંદીરમાં આસપાસમાં વિકાસ કરવા દરમિયાન આ એક મોટી શિલામાંથી રણકાર આવતા જ બીજા પથ્થર પણ જોતા બીજી એક શિલા પણ મળી આવી હતી અને તેમાંથી પણ રણકાર આવ્યો હતો આમ બે વર્ષ પહેલાથી શરૂ થયેલા આ અવાજને લઇને હવે લોકો પણ અહીં તેને નિહાળવા આવે છે જોકે અમુક લોકોતો આ માતાજીનો પરચો પણ માની રહ્યા છે.
મિત્રો જાણીએ બીજા એક આવાજ ચમત્કારી મંદિર વિશે. માં કલીન્કાનું જે તેના રહસ્ય અને ચમત્કારો માટે દુનિયાભર માં પ્રસિદ્ધ છે અહિયાં દેવી પોતે ભક્તો ની વચ્ચે આવે છે અને એની મનોકામનાઓ સાંભળે છે માં કાળીના આ મંદિરમાં થઇ રહ્યા છે ચમત્કારો જો તમે તમારી આંખોથી જોવો તો તમે પોતાના પર વિશ્વાસ કરી શકશો નહિ માં ના આ દરબારમાં સાચા દીલથી મનોકામના લઈને જવા વાળા ક્યારેય ખાલી હાથે આવતા નથી મંદિરને લઈને કહેવામાં આવે છે કે અહિયાંમાં કાળી પોતે તમારી મનોકામના બતાવે છે એની સાથે જ મોંકા પર તમારી મનોકામનાનું સમાધાન પણ કરી દે છે.
અહિયાં છે આ અદભૂત મંદિર.અમે જે મંદિર ની વાત કરતા હતા તે દેવી માં નું આ મંદિર અદભૂત મંદિર ટિહરી ના બટખેમ ગામ માં સ્થિત છે માં કલીન્કાના મંદિર તેના ચમત્કારો માટે દુનિયાભરમાં લોકપ્રિય છે પૂરી દુનિયાથી લોકો અહિયાં એમના મનની વાતો લઈને આવે છે અહિયાં મંદિરમાં મહાકાળીની ડોલી ભક્તોની મનોકામનાને દીવાલ લખે છે તેના પછી તરત જ માં દ્વારા ભક્તોની સમસ્યાનું સમાધાન પણ એ જ દીવાલ પર લખે છે આ માતાનો ચમત્કાર નથી તો શું છે માન્યતાઓને અનુસાર એ પણ કહેવાય છે કે દેવીના પશ્વા એના હાથો પર સુકાયેલા ચોખા નાખે છે અને તરત જ હરિયાળી માં બદલાય જાય છે કહેવામાં આવે છે કે અહિયાં દેવી સાક્ષાત અહિયાં ભક્તોનો અવાજ સંભળાય છે એવો ચમત્કાર ક્યારેક જ દુનિયામાં જોયો હશે.
નિસંતાન દંપતીઓને મળે છે સંતાન સુખ.આ મંદિરની વિશે એક ખાસ વાત પણ કહેવાય છે માન્યતા છે કે માતાના મંદિર પર આવવા વાળા નિસંતાન દંપતીઓને સંતાનનું સુખ જરૂર મળે છે નવી ટિહરીથી બટખેમ ગામ પાંચ કિલોમીટર દુર પડે છે આ ગામ ૫૭ પરિવારો વાળું ગામ છેબઆ ગામમાં કલીન્કાનું ભવ્ય મંદિર છે દર રવિવારે મંદિર પરિસરમાં એક ખાસ પૂજા-અર્ચના થાય છે માતાની ડોલીનું આસન કહેવામાં આવે છે તેના પછી માં પોતે ભક્તને તેની પાસે બોલાવે છે અને એની સમસ્યાનું સમાધાન કરે છે.
દેશ માંથી જ નહિ વિદેશોથી પણ આવે છે શ્રદ્ધાળુ.આ મંદિરમાં ઉત્તરાખંડથી અહિયાં દુર-દરાજ ના વિસ્તારથી લોકો પોતાની પરેશાનીઓ લઈને આવે છે ખાલી દેશમાંથી જ નહિ પરંતુ વિદેશ માંથી પણ પોતાની પરેશાનીઓ લઈને આવે છે મંદિરની ખાસ વાત એ છે કે અહિયાં દિલ્હી મુંબઈ,રાજસ્થાનથી ઘણા ફરિયાદી આવે છે માં દરેક ભક્તની મનોકામનાને પૂરી કરે છે ઉત્તરાખંડની અમુક ખાસ કારણ છે અને આ કારણોથી જ આને દેવભૂમિ કહેવામાં આવે છે માં કલીન્કાના આ મંદિરમા વિજ્ઞાન પણ ફેલ થઇ ચુક્યું છે દર વખતે અહિયાં એવા ચમત્કાર થાય છે કે ખુદ વૈજ્ઞાનિક પણ હેરાન થઇ જાય છે સ્થાનીય લોકો કહે છે કે આજે માતાના આશીર્વાદ લેવા વાળા ઘણા વૈજ્ઞાનિક પણ છે.