બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓનાં અંગત જીવન વિશે આપણે સૌ કોઈ જાણવા આતુર રહેતા હોઈએ છીએ આજે અમે આપને ગુજરાતી સંગીતની દુનિયા સાથે જોડાયેલ લોકપ્રિય ગાયક કલાકાર વિશે ગુજરાતમાં ગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીનું નામ સૌથી મોખરે આવે લોક સાહિત્ય અને પોતાના કંઠે મધર લોકગીતો અને ભજનોને લોકો સુધી પહોંચાડીને ખૂબ જ જીવનમાં સફળતા મેળવી છે ત્યારે આજે અમે કીર્તિદાન ગઢવી સાથે જોડાયેલ એવી વાતો વિશે માહિતીગાર કરીશું જે તમે ભાગ્યે જ જાણતાં હશો.
આખા ગુજરાત ને પોતાના સ્વર પર થી ડોલવનાર કીર્તિદાન ને આજે કોણ નથી ઓળખતું ગુજરાત ના ખૂણે ખૂણે લોકો ને મોજ કરાવનાર કીર્તિદાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ ફોરેનમાં પણ જલવો વિખેરી રહ્યાં છે ડાયરા ની શાન એટલેજ કીર્તિદાન ત્યારે આજે આપણે વાત કરીશું તેમના જીવન ની ભલે પેહલાં તેઓ નું જીવન નબળી પરિસ્થિતિ માંથી ગુજર્યું હોય પરંતુ આજે તેઓ આલીશાન જીવન જીવી રહ્યાં છે મોંઘી ગાડીઓ અને મોંઘા બંગલા વચ્ચે વૈભવી જીવન કીર્તિદાન જીવી રહ્યાં છે તેમનો સુપુત્ર પણ આવુજ આલીશાન જીવન જીવી રહ્યાં છે કીર્તિદાન ગઠવી નાં સુપુત્ર નું નામ ક્રિસન ગઠવી છે તેમનો એક બીજો પણ પુત્ર છે જેનું નામ છે.
રાગ ગઠવી આજે ભલે કીર્તિદાન ગઠવીનાં પુત્ર આલીશાન જીવન જીવતા હોય પરંતુ તેમનાં આ જીવન પાછળ પિતાનો સંઘર્ષ રહેલો છે તો આવો આપણે જાણીએ કીર્તિદાનનાં જીવન સંઘર્ષ વિશે આજે આપણે વાત કરીશું કીર્તિદાન કેવી રીતે એક સામાન્ય પરિવાર થી લઈને આટલે સુધી પોહચ્યાંતો આવો જાણીએ તેમનાં જીવન વિશે ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ કીર્તિદાન ગઢવીનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના વાલ્વોડમાં થયો હતો અને તે ઉછર્યા હતા કીર્તિદાન બી.આઇ.મહંત અને રાજેશ કેલકરની આગેવાની હેઠળ આર્ટ્સ ફેકલ્ટી એમ.એસ.યુનિવર્સિટી વડોદરાથી મ્યુઝિકમાં બી.પી.એ અને એમ.પી.એ.આપણાં ગુજરાત ના ખૂબ જ પ્રખ્યાત એવા કીર્તિદાન ગઢવી છે.
હાલ કીર્તિદાન ની વય ૪૫ વર્ષ જેટલી થઈ ગઈ છે તેમનો જન્મ આણંદ જિલ્લા ના વાલવોડ મા થયો હતો તેમણે વડોદરા ની એમ.એસ.યુનિવર્સિટી મા અભ્યાસ પૂર્ણ કર્યો હતો બાદમાં વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ સુધી બી.કોમનો અભ્યાસ કર્યો જોકે મન સંગીતમાં પરોવાયેલું હોવાથી તેમને અભ્યાસમાં બહુ રુચી પડી નહોતી બાદમાં તેમણે વડોદરા યુનિવર્સિટીમાંથી ક્લાસિકલ સંગીતનો અભ્યાસ કર્યો અને માસ્ટર ડિગ્રી મેળવી ત્યારથી કીર્તિદાનની સંગીત ક્ષેત્રેની અવિતરત યાત્રા ચાલુ છે સંગીતની ડિગ્રી બાદ કીર્તિદાને સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી શોખને કારણે શાળા કે સ્પર્ધામાં જ્યાં પણ તક મળે ત્યાં કીર્તિદાન ગાતા હતા કીર્તિદાનના પિતા પણ આ ફિલ્ડમાં હતા એટલે વિરોધ કરતાં કે તું આ ક્ષેત્રમાં જા એનો વાંધો નહીં.
પણ તું આર્થિક ઉપાર્જન નહીં કરી શકે જીવન ફક્ત ગાવાથી નહીં ચાલે પણ કીર્તિદાનના મોટાભાઈ જગદીશભાઈને તેમની પર ભરોસો હતો કે આ જીવનમાં કંઈક કરશે ખરો એટલે ઘરના વિરોધ વચ્ચે તેમણે કીર્તિદાનને મ્યૂઝિકમાં એડીમીશન લેવા દીધું હતું સ્ટેજ પર કીર્તિદાનને ગાવાનો પહેલો અવસર પેટલાદ પાસેના રામોદડી ગામે નવચંડી યજ્ઞમાં મળ્યો હતો અહીં તેમણે ડોલરભાઈ ગઢવી સાથે શ્યામ પીયા મોરે રંગ દે ગીત ગાયું હતું આજે ડાયરાના એક પોગ્રામ માટે કીર્તિદાનને લાખો રૂપિયા મળે છે પણ કીર્તિદાનને કલાકાર તરીકે પહેલાં પોગ્રામ માટે 400 રૂપિયા મળ્યા હતા સ્વ.જયદેવ ગઢવીએ કીર્તિદાનને નાના કેરળામાં એક ડાયરામાં કલાકાર તરીકે ગાવાની તક આપી હતી કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સુખમાં બાળક મોડું મોટું થાય છે.
પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે ડાયરામાં લોકોને હસી હસીને લોટપોટ કરી દેનાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી વચ્ચે ખૂબ સારી મિત્રતા છે.
બંને વચ્ચે મામા-ભાણાનો સંબંધ છે બંનેને જોડી એવી જામી ગઈ કે આજે ડાયરામાં કીર્તિદાન-માયાભાઈની જોડી ખૂબ લોકપ્રિય છે મધ્યગુજરાતમાં જન્મેલા કીર્તિદાનની કીર્તિ બાદમાં સૌરષ્ટ્ર-કચ્છમાં ખ્યાતિ ફેલાઈ કીર્તિદાનના સૂરનો એવો તો જાદુ ફેલાયો કે સૌરષ્ટ્ર-કચ્છ કીર્તિદાનના ડાયરામાં હકડેઠઠ માનવ મેદની ઉમટવા લાગી ધીમે-ધીમે સૌરાષ્ટ્ર બહાર ગુજરાતના અન્ય વિસ્તાર અને બાદમાં ગુજરાત બહાર મુંબઈમાં કીર્તિદાનના ડાયરા યોજાવા લાગ્યા ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.
અમુક ગીત અમુક કલાકારો માટે બનેલા હોય છે એ જ રીતે મોગલ છેડતાં કાળો નાગ એ કીર્તિદાનનું બ્રાન્ડ સોંગ ગણાય છે બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના લાડલી આલ્બમમાં કીર્તિદાનના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે તેમણે એપ્રિલ 2015 માં ટીવી શો એમટીવી કોક સ્ટુડિયોમાં સચિન જીગર તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે લાડકી ગીત ગાયું હતું.
કીર્તિદાનના લાખો ચાહક વર્ગે અનેકવિધ પદ્ધતિ થી તથા અનેકવિધ માધ્યમ દ્વારા તેમને જન્મદિવસ ની શુભેચ્છા આપી હતી તેમણે તેમનો જન્મ દિવસ તેમના ઘરે કે જેનું નામ સ્વર છે ત્યાં ઉજવ્યો આ ઉપરાંત તેમના પુત્ર નું નામ પણ સ્વર છે તથા તેમણે ઘર પર પુત્ર નું નામ સ્વર લખાવ્યું છે આ નામચીન ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ફક્ત ગુજરાત પૂરતાં જ સીમિત નથી પરંતુ દેશ-વિદેશ ની ધરા પર પણ તેમણે પોતાની છાપ છોડી છે તેમણે ભાવનગર સ્થળાંતર થયો અને ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક બન્યો લાડકી નગર મે જોગી આયા અને ગોરી રાધા ને કૌન કહો તેમના લોકપ્રિય ગીતોમાં છે ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાનું આલીશાન મકાન રાજકોટ ના ઘર-આંગણે જ બનાવ્યું છે.
કીર્તિદાન ગઢવીએ ફેબ્રુઆરી ૨૦૧૬ મા નવા ઘર સ્વર મા ગૃહપ્રવેશ કર્યો હતો રાજકોટ ના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમારે કીર્તિદાન ગઢવી ના મકાન સ્વર ને ડિઝાઈન કર્યું હતું કીર્તિદાન ગઢવી ના મકાન સ્વર મા એકદમ પ્રાકૃતિક વૂડ નો ઉપયોગ કરાયો છે ઘર મા પ્રવેશ થતાં જ મુખ્ય દ્વાર ને પ્રાકૃતિક વુડ અને ગ્લાસ હેન્ડલ સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે તેમના આ સ્વર બંગલોમા જ થિયેટર તથા અંદર બેસવા માટે ની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે આ મકાન મા ખુરશી તેમજ ડાઈનિંગ ટેબલ ને પણ જુદી-જુદી રીતે ડિઝાઈન કરાયા હતાં.
વોટરફોલ સામે અતિથિગણો ને બેસવા માટે ની વ્યવસ્થા ગોઠવવામા આવી છે કીર્તિદાન ગઢવીના આ વૈભવશાળી મકાન સ્વર નું નિર્માણ એટલું મનમોહક કર્યું છે કે એકવાર જે પણ અહીં આવી જાય તે ત્યાંથી નીકળી જ ન શકો લાડકી ઉપરાંત ગોરી રાધા ને કાળો કાન અને નગર મેં જોગી આયા તેમના હિટ ગીતો છે રોંગ સાઈડ રાજુ,શું થયું,શુભ આરંભ અને રેવા જેવા ગુજરાતી ગીતોમાં પણ તેઓ અવાજ આપી ચૂક્યા છેકીર્તિદાન ગઢવી એ માત્ર ને માત્ર ગુજરાતમાં જ લોકપ્રિયતા નથી મેળવી પરતું સાથો સાથ વિદેશોમાં પણ લોકોનું હૈયું જીતવામાં સફળ રહ્યા છે.