Breaking News

ખુશખબર, જો તમારા હાથમાં છે આ નિશાન,તો તમને જલ્દી જ મળશે સરકારી નોકરી,જાણો કયા કયા છે આ નિશાન…..

હસ્તરેખાશાસ્ત્ર જ્યોતિષવિદ્યા દેશમાં ઘણા લોકો જ્યોતિષવિદ્યામાં વિશ્વાસ ન કરવા વિશે વાત કરી શકે છે, પરંતુ કોઈને હાથ બતાવવાની વાતની સાથે જ લોકો ઝડપથી હાથ આગળ ધપાવે છે અને તેમનું ભાગ્ય જાણવા પ્રયાસ કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનના ઘણા પાસા હસ્તરેખાશાસ્ત્રથી જાણી શકાય છે.જ્યોતિષવિદ્યા કહે છે કે તમારા વર્તમાનથી લઈને ભવિષ્ય સુધીની બધી માહિતી હસ્તરેખાશાસ્ત્ર દ્વારા સરળતાથી જાણી શકાય છે. તમારી હથેળીમાં આવા કેટલાક નિશાનો છે, જેના દ્વારા તમે શોધી શકો છો કે તમને સરકારી નોકરી મળશે કે નહીં. હાથમાં કેટલાક નિશાન છે જે સરકારી નોકરી તરફ ધ્યાન દોરે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે લોકોની હથેળીઓમાં, સૂર્યનો પર્વત ભરાય છે, અને તેના પર એક રેખા મળી આવે છે અને ગુરુ પર્વતમાં જાય છે. આવા લોકોને ચોક્કસપણે સરકારી નોકરી મળે છે. જો તમારી હથેળીના બુધ પર્વત સૌથી નાની આંગળીની નીચેનો ભાગ પર ત્રિકોણનો આકાર છે, તો સમજી લો કે તમને એક ઉચ્ચ પદ મળશે.જો તમારા અંગૂઠા પર કોઈ વર્તુળ છે, તો સમજો કે તમે ખૂબ ભાગ્યશાળી છો.

આ સિવાય, જે લોકોના અંગૂઠા પર એક ચક્ર હોય છે તેનું કોઈપણ પ્રકારનું કાર્ય અટકતું નથી, આવા લોકો તેમના જીવનમાં ખૂબ જલ્દી સફળ થાય છે. જો તમારી ભાગ્ય રેખા ચંદ્ર પર્વતથી શરૂ થાય છે અને કાપ્યા વિના શનિ પર્વત પર પહોંચે છે, તો આવા વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે. આવા લોકોને તેમના જીવનમાં સરળ આરામ મળે છે.

વધુ માહિતી માટે આગળ જાણીશુ મિત્રો, કોઈ વ્યક્તિ ના નસીબ મા ધનયોગ છે કે નહીં તે જાણવા માટે મોટા ભાગે લોકો બ્રાહ્મણ પાસે જઈને પોતાની કુંડળી કઢાવતા હોય છે. આ કુંડળી પર થી તે તમારા ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાનકાળ અંગે ની માહિતી જણાવી શકે છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે તમે કેટલું આર્થિક સુખ ભોગવશો તે વાત તમારી હસ્તરેખા જોઈને પણ જાણી શકાય છે. જો તમારી હથેળી મા કોઈ ધનયોગ બની રહ્યો હોય તો અવશ્ય તમે ધનવાન બનશો જ.

હસ્તરેખા વિજ્ઞાન મુજબ હથેળી મા એવા કેટલાક ચિન્હો આવે છે જેને શુભ અને રાજયોગ ના સૂચક માનવામાં આવે છે. જેમ કે, શનિ પર્વત પર ત્રિશુળ નું સંકેત. આ સિવાય જે વ્યક્તિ ની હથેળી મા નસીબ ની રેખા અને ચંદ્ર પર્વત થી નીકળેલી રેખા એકબીજા સાથે જોડાયોલી હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી નો હોદ્દો પ્રાપ્ત કરવાનો દાવેદાર બને છે.

આવી જ રીતે જો હથેળી મા હળ અથવા તો તલવાર નો સંકેત પણ શુભ માનવામાં આવે છે. આ સંકેત ધરાવતા જાતક ને પણ રાજયોગ સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ સંકેત જેમની પણ હથેળી મા હોય તેમની આર્થિક સ્થિતિ હંમેશા પ્રબળ રહે છે તથા તે કયારેય પણ નાણાં ની અછત ની સમસ્યા થી પીડાતો નથી.

જે વ્યક્તિ ની હથેળી મા મંગળ પર્વત ઊંચો હોય તથા સાથોસાથ મસ્તિષ્ક રેખા તેના છેડા થી બે ભાગ મા વહેંચાતી હોય અને જેની કનિષ્કા આંગળી અન્ય કરતાં વધુ લાંબી હોય તો તે વ્યક્તિ રાજયોગ ના સંકેત નો ભાગીદાર બને છે. આવી વ્યક્તિ ને તમામ પ્રકાર ના સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

આ સિવાય હથેળીમાં અનામિકા આંગળી પાસે ની રેખા જો મસ્તિષ્ક રેખા ને મળતી હોય અને મસ્તિષ્ક રેખા નમી ને ગુરુ પર્વત પર આવતી હોય તો તે વ્યક્તિ પણ રાજા જેવું સુખ ભોગવી શકે છે. હથેળી મા જો ગુરુ અને સૂર્ય પર્વત ઊંચો હોય અને તેની સાથે જ ભાગ્ય રેખા સ્પષ્ટ અને સીધી હોય તો તે વ્યક્તિ પણ રાજયોગ નો હકદાર બને છે. આ સિવાય હથેળીમાં માછલીનું નિશાન પણ શુભ માનવામાં આવે છે. તે સિવાય છત્રી, મંદિર જેવા નિશાન પણ ધનલાભના સંકેત આપે છે.

ભાવિમાં શું છુપાયેલું છે તે જાણવાની ઉત્કંઠા હમેંશા લોકોને રહેતી હોય છે. પણ ક્યારેક યોગ્ય વ્યક્તિ ન મળતાં વ્યક્તિને આ બધી વાતો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જ્ઞાન ક્યારેય ખોટું હોતું નથી. પણ વ્યક્તિગત મર્યાદાઓને જ્ઞાન પિટાય જાય છે. આ અંગે એક એવો મત છે કે શા માટે કોઈના પર નિર્ભર રહેવું. શા માટે જાતે જ ન જાણી લેવું કે શું છે વ્યક્તિનું ભવિષ્ય. જો તમે જાતે જ તમારી રીતે આ જાણવા માંગતા હોય તો આ લેખ ચોક્કસ જ તમારી મદદ કરશે.

વ્યક્તિ પોતાનું ભાવિ જાણવા માટે પોતાની જન્મકુંડળીનો સહારો લે છે પણ જન્મકુંડળીનું ફળાદેશ ત્યારે જ સાચું નિકળે જ્યારે જન્મસમય સાચો હોય. આવા સંજોગોમાં લોકો માટે હસ્તરેખા શાસ્ત્ર ઉત્તમ પુરવાર થાય છે. જો તમે તમારા જીવન વિશે જાણવા માંગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે તમારી હથેળીની આ સાત રેખાઓ તમારા જીવનનો મહદ અંશે નિષ્કર્ષ રજૂ કરી જાય છે.

જીવનરેખા તમારા હાથની સૌથી મહત્વપૂર્ણ રેખા છે જેમાં તમે તમારા જીવનની સાથે તમારી જિંદગીમાં થનારી મુખ્ય ઘટનાઓના અનેક રહસ્યો છૂપાયેલા હોય છે. જો તમારી આ રેખા ઉંડી અને ઘાટી અને લાંબી હોય તો તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. તો બીજી તરફ તેનાથી વિપરિત તે પાતળી નાની અને આછી હયો તો તમારે અનેક પરેશાનીઓ ઉઠાવી પડશે.

હૃદયરેખા તમારી જિંદગીમાં પ્રેમ અને સંબંધો સાથે જોડાયેલા અનેક રહસ્યોને ખૂલા કરે છે. જો તમે કોઈ વ્યક્તિ વિશે એ જાણવા ઈચ્છતા હોય કે તે ભાવુક છે કે નહિં તો તમે તેની હૃદયરેખા જોઈને એ વ્યક્તિ વિશે અંદાજ લગાવી શકો છો. હાથો પર સીધી અને નાની હૃદયરેખા હોવાનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ પોતાના શબ્દોથી વધું પોતાના કામ પ્રત્યે વધું પ્રેમ કરે છે. જો કોઈ વ્યક્તિની આ રેખા વળેલી હોય તો તો તેની ઈચ્છાઓ બહું જ પ્રબળ હોય છે.

મસ્તિષ્ક રેખા કોઈ વ્યક્તિના જ્ઞાન અને વિવેકની જાણકારી આપે છે. સાથે જ તેને તમારા મનની સ્થિતિ વિશે પણ જાણકારી થઈ જાય છે. આ રેખાનું નાના હોવું એનો અર્થ એ થાય છે કે જો તમારા જીવનમાં કોઈ પણ ફેંસલો ભારે સુગમતા પૂર્વક લો છો. જ્યારે આ રેખાનું લાંબા હોવું એ દર્શાવે છે કે તમે કોઈ વાત ઉંડાણપૂર્વક જાણીને નિર્ણય લો છો. લાંબી અને વળેલી રેખાનો અર્થ એ છે કે તમે રચનાત્મક વિચારસરણી ધરાવો છો.

About admin

Check Also

આ 5 વસ્તુઓના કારણે તમારી મર્દાની તાકાત થઈ જાય છે ઓછી,જાણી લો…

ઘણી વખત મહિલાઓ સાથે એવું બને છે કે તેઓ તેમના પાર્ટનર સાથે પ્રેમ કરવા નથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.