તો મિત્રો અંબાજી મંદિરમાં તો તમે પણ ગયા જ હશો અને આ અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે જેની આપણે પણ ખબર હશે તેમજ અહીં અંબાજીમાં માં અંબે સાક્ષાત બિરાજમાન છે તેવું પણ માનવામાં આવે છે અને તેમજ ત્યાં આવનાર બધા જ ભક્તોની મનોકામના અંબેમા પૂર્ણ પણ કરે છે.અંબાજીમાં લાખો ભક્તો આવે છે.અંબાજીમાં જતાની સાથે બોલ મારી અંબે જય જય અંબે ના સુર સભમરાય છે.અંબાજી મંદિર ધાર્મિક તીર્થ સ્થર છે તેવું પણ મનાય છે અને જ્યાં માં અંબે ને પૂજવામાં આવે છે.
તો મિત્રો તમે બધા એક વારતો માં અંબેના દર્શન કરવા જરૂર ગયા હશો.અહીં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે.અંબાજી મંદિરમાં બિરાજમાન અંબેમા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.અહીં રોજ લાખો શ્રાધારું આવે છે.અંબેમા ના મંદિરને સુવર્ણ મંદિર બનાવની કામગીરી ચાલુ છે.અંબાજી મંદિર આદ્યશક્તિ પીઠ તરીકે ઓરખાય છે.ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિ પીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
અંબાજી મંદિરમાં નાના મોટા 358 કળશ લગાવામાં આવ્યા છે.અંબાજી મંદિરમાં માં અંબેની મૂર્તિ પૂજવામાં આવતી નથી અહીં એક યંત્ર પૂજવામાં આવે છે.આ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે.દર મહિનાની આઠમે તેની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે અંબાજીમાં માતાજીનું હદય પડ્યું હતું.અંબાજીમાં ભાદરવા મહિનામાં મેરો ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને આવે છે.
અંબાજી થી બે કિલોમીટર દૂર ગબબરની ગુફા આવેલી છે.ગબબર ઉપર જવા માટે તમારે ઘણા પગથિયાં ચડવા પડે ક્યાંતો ત્યાં ચલતા રોપવેનો પણ ઉપયોગ કરી શકો છો.અરાસુરી અંબાજી ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર શ્રી વિસા યંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખુલ્લું આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. અંબાજી જાયો ત્યારે ગબબર જઈને માં અંબેની પ્રદક્ષિણા કરવાનું ભૂલતા નહીં ત્યાં એકવાન શક્તિ પીઠ બનાવામાં આવ્યા છે.આ પ્રદક્ષિણા કરવાથી તમને એકાવન શક્તિ પીઠના દર્શન થશે.
ત્યારબાદ આ પ્રદક્ષિણા કરવાથી ભારતમાં આવેલા એકવાન શક્તિ પીઠના દર્શનો લાવો મળશે અંબાજીઃ જાયો ત્યારે આ પ્રદક્ષિણા કરવાનું ભૂલતા નહીં આ પ્રદક્ષિણા કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે માં અંબે દરેક ભક્તના દુઃખ દૂર કરે છે.અંબાજી માતાનું મૂળ સીટ નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મંદિરની મુલાકાત લે છે. ભાદરવી પૂર્ણિમા (પૂર્ણ ચંદ્ર દિવસ) પર મોટો મેળા યોજવામાં આવે છે. સમગ્ર દેશમાં લોકો દર વર્ષે સપ્ટેમ્બરમાં પૂજા માટે આવે છે. સમગ્ર અંબાજી શહેરને પ્રગટાવવામાં આવે છે કારણ કે રાષ્ટ્રને દિવાળીના ઉત્સવનો સમય ઉજવવામાં આવે છે.