પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે. મારી સમસ્યા છે કે થોડા સમયથી મારી કામેચ્છા એકદમ ઓછી થઇ ગઇ છે. મારા પાંચ વર્ષ પહેલાં લગ્ન થયાં છે. લગ્ન પછી પણ મારી વાઇફ સાથે સેક્સલાઇફ સારી હતી, પણ પછી મોનોટોની આવવા લાગી.
તેને પિયરિયાંઓનું બહુ ઘેલું હતું એટલે અમારી વચ્ચે અવારનવાર ઝઘડાનું પ્રમાણ પણ વધવા લાગ્યું. જાકે શરૂઆતમાં આ બધી બાબતોની સેક્સલાઇફ પર ખાસ અસર નહોતી થતી, પણ હવે લગ્નને પાંચ વરસ થઈ ગયાં છે ત્યારે હવે મને કામેચ્છા થતી જ નથી. સેક્સ કરવાનું મન નથી એમ કહું તો પત્નીને લાગે છે કે મને તેનામાં રસ નથી. હવે કામેચ્છા વધારવા કરવું શું? એક પુરુષ (અંકલેશ્વર)
ઉત્તર : બે પાર્ટનર્સ વચ્ચે જ્યારે-જ્યારે પણ તણાવ, ગેરસમજ અને વિવાદો વધે છે ત્યારે સેક્સની ઇચ્છા અને પરફોર્મન્સ બંને પર એની માઠી અસર થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ, સમજણ અને હૂંફાળો સંબંધ ન હોય તો સેક્સની ઇચ્છા પણ મરી પરવારે છે.
તમારા પત્ની સાથેના સંબંધોમાં જે કોઈ પણ મતભેદો છે એને દબાવી દેવાને બદલે પત્ની સાથે બેસીને વાતચીત કરો. મતભેદો જ્યારે મનભેદ બની જાય છે ત્યારે સંબંધો વચ્ચે ખાઈ વધે છે. જો કોઈક કારણસર તમે એમ ન કરી શકતા હો તો મારી સલાહ એ છે કે તમારે કોઈ મેરેજ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ. તે તમને અંગત સંબંધોમાં પ્રેમની ઓટ કેમ આવી રહી છે એ સમજવામાં અને ઓછી કરવામાં મદદરૂપ થશે.
હું 27 વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને 8 મહિના થયા,પણ મારે અને મારા પતિ વચ્ચે આજ સુધી સમાગમનો આનંદ પ્રાપ્ત નથી થયો,પણ મારા પતિને હસ્તમૈથુનમાં વધુ આનંદ આવે છે,તો મારે શું કરવું જોઈએ એ તમે મને જણાવો
એક યુવતી
જવાબ: આ પ્રોબ્લેમનો એક ઉપાય થઇ શકે કે તમે તમારા પતિને આ વિશે જણાવો અને જરૂર પડે તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો,કદાચ ઘણીવાર એવું પણ બનતું હોઈ છે કે માનસિક પ્રેસર આવી બાબતોમાં બનતું હોઈ તો ઘણા લોકો ના કહી શકે પણ ડોક્ટરને કેહ્શે,માટે તમે ડોક્ટરની સલાહ લેજો