ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.
કળિયુગમાં પણ માણસને ઈશ્વરમાં શ્રદ્ધા છે, અને આ શ્રદ્ધાને ટકાવી રાખવાનું કામ પણ ખુદ ઈશ્વર જ કરે છે એટલે જ આપણે ત્યાં ઠેર ઠેર રહેલા મંદિરોમાં કોઈને કોઈ પરચાઓ મળતાં જ હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેલડી માતાની મહિમા અપરંપાર છે, તેઓ બધાની મનોકામના પૂર્ણ કરે છે. મેલડી માતા સાચા ભક્તો સિવાય કશું જ નથી માંગતા. મેલડી માતા ભક્તોના બધા જ સંતાપ હરી લે છે.
આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે.દરેકે દરેક મંદિરમાં અલગ અલગ રહસ્યો છુપાયેલા હોય છે. દરેક મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. તેવું જ આ મંદિર સામાકાંઠાની મેલડી માતાનું મંદિર વસ્તડી ગામે આવેલું છે. આ મંદિરમાં સામાકાંઠાની મેલડી માતાના દર્શન કરવા માટે રવિવારના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.
આ મેલડીમાતાના મંદિરમાં દર્શન કરવા આવતા લોકોના બધા કામ પૂર્ણ થાય છે, એટલે અહીં એવું માનવામાં આવે છે કે આ મેલડીમાતાના મંદિરમાં જે માનતા રાખો એ પુરી થાય છે એટલે દુરદુરથી ભારે ભક્તો મેલડી માતાની માનતા રાખવા માટે આવતા હોય છે. આ મંદિરમાં બધી અલગ અલગ માનતા રાખવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે અહી જે લોકોને સંતાન પ્રાપ્તિ ના થતી હોય એવા લોકો આ મંદિરમાં માનતા રાખવા માટે આવતા હોય છે. જે લોકોના લગ્ન ના થતા હોય, કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ગાયબ થઇ ગઈ હોય તો આ બધી માનતા માનવા માટે ભક્તો મેલડીમાતાના મંદિરે આવતા હોય છે. આથી આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે અહીં જે માનતા રાખી હોય એ દરેક ભક્તોની મેલડીમાતા માનતા પુરી કરે છે. એટલે આ મંદિરમાં આજે પણ મેલડીમાતા સાક્ષાત પરચા આપે છે. એટલે બધા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. આથી સામાકાંઠાની મેલડી માતા બધાના દુઃખો દૂર કરીને જીવન સુખ અને સમૃદ્ધિ થી ભરી દે છે.