મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ. એમણે રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે.
ચાલો જાણીએ રામદેવજી ની ધૂન અને આરતી વિશે જેના ઉચ્ચારણ માત્ર થી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જશે.
રામદેવપીરની ધુન.
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દ્વારકાધીશના અંશકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ નકલંક છે નેજાધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દિવ્ય વિભુતી અમત્કારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ આવ્યા પોકરણગઢ નગરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પ્રગટ્યા કંકુ પગલા કરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પારણિયે પોઢ્યા હરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પ્રભુ પધારિયા કૃપા કરી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ કનક આભુષણધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ મખમલના જામધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ શસ્ત્ર ખડગ ભાલાધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ શત્રુ કાજ પ્રલયકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ અજુકત અતુલ બળધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દેવશ્રી અસિમદયા ધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ સૃષ્ટિ તણા કલ્યાણકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ પરદુઃખે પરોપકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
આ દૃષ્ટોના દમનકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દિન તણા રક્ષણકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ ભક્તોના તારનહારી… રામદેવપીર જય રામદેવપીર…
આ જનજનના પાલનકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો.
રામદેવપીરની આરતી:
પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી, હરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…ગંગા યમુના બહે રે
સરસ્વતી,રામદેવ બાબા સ્નાન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી, હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી, હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી, હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી
સમાધી કે આગે આવી નમન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી, હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા
નવા રે ખંડા મે નિશાન ફીરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી, હરજી ઓ ભાટી ચંવર ઢુળે.
મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે તમે રામદેવજી મંદિર માં જતા હતો ત્યારે જોતા હશો કે રામદેવજી ના ભકતો તેમનીમનોકામનાઓ પૂર્ણ કરવા માટે રામદેવજી લીલુડો ઘોડલો અર્પણ કરતા હોય છે.જો તમે પણ આ કાર્ય કરો ચોક્કસ તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.
ધૂપ કરતા પહેલા ઘર ની સાફસફાઈ બરાબર કરી પવિત્ર થઇ ઘર ના ઈશાન ખૂણા માં જ ધૂપ કરવો તેમજ ધૂપની સુંગંધ ઘરના બધાજ ખૂણા માં ફેલાઈ જવી જોઈએ જ્યાંસુધી ધૂપ ચાલુંહોય ત્યાંસુધી ઘર માં ટીવી તેમજ સંગીત ના ઉપકરણો બંધ રાખવા તેમજ વાતો ન કરવી.
ધૂપ કરવાથી મન, શરીર અને ઘર માં શાંતિ ની સ્થાપના થાય છે. રોગો અને દુઃખ દૂર થાય છે. નિષ્ક્રિય અને અકસ્માત ઘટના દુર્ઘટના થતી. ઘર ની નજીક ની બધી જાત ની નકારાત્મક ઉર્જા બહાર નીકળી ઘર નો વાસ્તુદોષ નીકળી જાય છે.
ગ્રહ નક્ષત્રો થી થવા વાળી ખરાબ અસરો પણ ધૂપ કરવાથી દૂર થઈ જાય છે. ધૂપ કરવાથી દેવતા અને પિતૃ પ્રસન્ન થાય છે. જેની મદદથી જીવનના દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે.
રામદેવજી મહારાજ ત્રણેક વર્ષના થયા ત્યારે રાજમહેલની બાજુમાંથી ઘોડે સવાર નિકળ્યો આ જોઇને રામદેવજી મહારાજ ઘોડા માટે જીદ કરે છે અને માતા મિણલદેને ઘોડો મંગાવી દેવા માટે કહે છે. ત્યારે માતા દરજીને બોલાવી તેને કપડાનો સરસ ઘોડો બનાવી લાવવાનું કહે છે
આ બાજુ સરસ કપડુ જોઇને દરજીના મનમા લાલચ આવી આથી તેણે તેમાથી થોડું કપડું કાઢી લઇ ઘોડો અંદર જુના ગાભા-ચીંથડા ભરી ઉપરથી સારૂ કાપડ લગાવી ઘોડો તૈયાર કર્યો. રામદેવજી મહારાજે દરજીએ બનાવેલ લીલુડા ઘોડા પર સવારી કરી.
સવારી કરતા જ ઘોડામાં સંજીવન શિકત આવી અને ઘોડાને પાંખો આવી હોય એમ ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. બધાને અચરજ અને નવાઇ લાગી. બધા આકુળ વ્યાકુળ થઈ ઘોડો બનાવનાર દરજીનો દોષ કાઢવા માંડયાં અને તેણે કોઇ કામણ કર્યુ છે તેમ કહેવા લાગ્યા આથી અજમલજીએ તેને કેદમાં પુરી દીધો.
દરજી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ મને વગર વાંકે આ શિક્ષા શું કામ કરી? હું નિર્દોષ શું. મે જશ અને બક્ષીશ લેવા આમ કર્યુ હતું એમ કહી પસ્તાવા લાગ્યો. રામદેવજીનો લીલુડો પાછો આવ્યો એટલે દરજીને છોડાવ્યો.
રામદેવજી મહારાજે દરજીને ઠપકો આપ્યો કે તે ઘોડામાં જુના ગાભા-ચિંથડા ભર્યા અને આપેલા કાપડની ચોરી કરી તેથી તારે દુ:ખ ભોગવવું પડયું હવેથી ધર્મ અને નીતિ પ્રમાણે કામ કરજે તો તમે સુખી થશો અને ઘોડામાં ચોખ્ખુ રૂ નાંખી ઘોડો બનાવજો. જેથી ભિવષ્યમાં પુજા થશે. આમ રામદેવજી મહારાજે દરજીને પરચો બતાવ્યો.
રામદેવપીરની સમાધી, સવંત ૧૫૧૫ને ભાદરવા સુદ સાતમના દિવસે રામદેવજી મહારાજે લીલા સંકેલી લેવાનુ. સંકેત અજમલજીને આપ્યો. તેમને સ્વપ્ન આવ્યું જાણે પોતે દ્વારિકા નગરીમાં છે. રત્ન જડીત હિંડોળામાં રણછોડરાય બિરાજમાન છે. ત્યાં રામદેવપીર આવ્યા અને રણછોડરાયમાં સમાઇ ગયા. તેમજ લીલુડો ઘોડો પણ ગરૂડજીમાં સમાઇ ગયો. આ જોઇ અજમલજીએ જોરથી જઇ રામદેવપીર એવો નાદ કર્યો. અજમલજી જાગૃત અવસ્થામાં આવ્યા. ત્યારે રામદેવજીએ કહ્યું હું ભાદરવા સુદ નવમીના દિવસે સમાધી લઇ પડદે પરિયાણ કરવાનો છુ. આ મારો અડગ નિર્ણય છે.આ નિર્ણયથી અજમલજી અને મિણલદે સર્વેને વજ્રપાત થયો, માતા મિણલદે કલ્પાંત કરવા લાગ્યા ત્યારે રામદેવજીએ કહ્યું આ જગતમાં જન્મે છે એકલો અને મરે પણ એકલો.
કોઇકોઇની સાથે આવતુ નથી માટે મોહ ખોટો દુર કરો. માતા મિણલદે કોઇ વાત સાંભળતા નથી. રામદેવજી માતાને કહે છે. તમારો સ્નેહ મને વિહવળ કરે છે માટે હું તમને વચન આપુ છુ. તમારી પેઢીએ પેઢીએ પીર થશે. છતા માતા મિણલદે વાત માનતા નથી ત્યારે રામદેવજી અજમલજીને કહે છે,”પિતાજી ખોટી માયા છોડી ભગવાન સ્મરણમાં જીવન જોડો તો ઉધ્ધાર થશે. હું અને તમે માત્ર અમુક કારણે ભેગા થયા તે કારણ પુરૂ થયુ એટલે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે. તમે સમુદ્વમાં માંગ્યુ હતુ તે તમને મળી ચુકયુ છે.
માટે મમતા છોડો” આ રીતે અજમલજીના મનનું સમાધાન થઇ ગયું રણુજામાં ભાદરવા સુદ નોમના દિવસે પીરના નેજા રોપાઇ ગયા. માતાએ તિલક કરી ગળામાં પુષ્પની માળા પહેરાવી. રામદેવજીએ સમાધી ખોદવાની આજ્ઞા આપી. સૌ સગા સંબંધીને મળે છે. આ વખતે ડાલીબાઇ આવી સમાધી સ્થળ પોતાનું છે તે માટે પ્રમાણ આપ છે અને રામદેવજી મહારાજના આર્શિવાદ લઇ પોતે સમાધી લઇ લે છે. ભાદરવા સુદ અગિયારસનો દિવસ રામદેવજી મહારાજના પડદે પરીયાણનો દિવસ છે.
જેથી સવારે બ્રહમ મુહુર્તમાં ધ્યાનથી પરવારી હાથમાં શ્રીફળ લઇ રામદેવજીએ જનસમુદાયને ૨૪ ફરમાનો કહ્યા અને તે પાળવાની આજ્ઞા આપી. રામદેવજી મહારાજે દિવ્ય પ્રકાશમાંથી પોતાનું નિજ સ્વરૂપ જે અમરપદ વાળુ છે. તેના સૌનૈ દર્શન કરાવી જણાવ્યુ આ મારુ દિવ્ય નિજ સ્વરૂપ કાયમ રહેશે. તમે તેનું ધ્યાન ધરશો તો હું તમારી સમીપ રહીશ આ સ્વરૂપ સૌને મુક્તિ પમાડનારૂ છે. તેમાં શંકા કે સંદેહ કરશો નિહ આટલું કહી રામદેવજી મહારાજ સમાધી પાસે આવ્યા. અજમલજીએ અભય અચંળો, વિર ગેડીયો, અમલ દાબડી અને રતન કટોરો પરત કરી સમાધીમાં મુકાવ્યા.
રામદેવજી માતા પિતાને પાય લાગી સૌને નમન કરી કહેવા લાગ્યા, મારો સમય પુરો થયો છે મારી સમાધી ઢાંકી દીધા બાદ કોઇ ખોલીને જોશો નિહ. પડદો ઉઘાડશો નિહ. મારા વચનમાં કોઇ શંકા રાખશો નિહ. મારા વચન ઉપર શ્રધ્ધા રાખજો. મારા ફરમાનો, આજ્ઞાઓ અને સુચના ધર્મની મહતા વધારવા માટે છે. માટે શ્રધ્ધા રાખી મનને અડગ રાખજો. તુવરા કુળમાં પેઢીએ પેઢીએ પીર થઈ પરચા પુરીશ. મારી સમાધી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આવી તમને ભોળવી ખોલવાનું કહે તો પણ ખોલશો નિહ અને કોઇના વચનથી છેતરાઇ મારી આજ્ઞાની અવગણના કરશો નહિ.
લીલો નેજો ફરકાવી પાઠ પુજા કરજો. રાત્રે જમા જાગરણ કરી ભજન કિર્તનથી સવરા મંડપ શોભાવજો. જયાં જયોિત પાઠ થશે ત્યાં હું અવશ્ય હાજર રહીશ. આ મારૂ વચન છે. સવરા મંડપમાં મારો આરાધ થવાથી હું ગત ગંગામાં જુદાજુદા સ્વરૂપે આવી બેસીશ આટલું કહી રામદેવજી સમાધીમાં ઉતરવા લાગ્યા, અડધા ઉતર્યા ત્યાં તેમનું તેજો મય નિજ સ્વરૂપ પ્રગટયું. આકાશમાં દુંદુભી વાગવા લાગ્યાં પુષ્પોની વૃષ્ટિ થવા લાગી જાણી ર્સ્વગમાંથી દેવો, અપસરાઓ, ગાંર્ધવો, કિન્નરો સામૈયું લઇને આવ્યા હોય તેવું લાગવા માંડયું. છેવટે માટી પુરાઇ ગઇ અને સૌએ કઠણ હૈયે રામદેવજીનો જયનાદ કર્યો. રામદેવજીએ હરભુજીને છેવટના મીલનનો કોલ આપ્યો હતો તેથી સ્વપ્નમાં આદેશ આપ્યો ઉઠ હું ચેતી ગયો છુ.
આથી હરભુજીને કાંઇ સમજણ પડી નિહં તે ખેરકર આવ્યા ત્યારે રણુજાથી આવેલ સાધુએ રામદેવજી પડદે પોઠયાની વાત કરી. આ સાંભળી હરભુજી રણુજા જવા ઉપડયા. હરભુજીને રસ્તામાં વચ્ચે રામદેવજી મહારાજ મળે છે. બન્ને વાતો કરે છે. મેવા મીઠાઇ આરોગે છે. અને રતન કટોરો માતા મિણલદેને, વિર ગેડીયો વિરમદેને, અમલદાબડી અજમલજીને આપવા જણાવ્યું અને કનક કટારી હરભુજીને આપી છુટા પડયાં. હરભુજી રણુજા આવે છે ત્યારે રામદેવજીને પરલોક સિધાવ્યાને ત્રણ ચાર દિવસ થયા છે એમ કહેતા હરભુજી કહે છે મને રામદેવજી હમણા રસ્તામાં મળ્યા.
અમે વાતો કરી માવા મિઠાઇ આરોગી અને આ રતન કટોરો, વિર ગેડીયો અને અમલ દાબડી આપી છે. આ વાત સાંભળી વાદ વિવાદ અને તર્કના કારણે સૌને અજ્ઞાન થયું રામદેવજીએ આપેલ આજ્ઞા વિસરાઇ ગઇ અને સૌએ સમાધી ખોદવા માંડી આથી રામદેવજી મહારાજનો શ્રાપ થાય છે અને આકાશવાણી થઇ કે તુવરા કુળમાં કોઇ પીર પ્રગટશે નિહ તેમજ તમે કાબા થઈ માલ લુટીને જીવશો. તમને ફકત જયોતનો અધિકાર મળ્યા.