સવાલ.હું 29 વરસનો છું અને મારી નોકરી પણ સારી છે અમારી પાડોશમાં રહેતી 27 વરસની એક છોકરી સાથે મને પ્રેમ છે પરંતુ આ છોકરીના માતા-પિતા અમારા લગ્ન માટે રાજી નથી તેમની પુત્રી બદલ તેઓ ઘણા મહત્વાકાંક્ષી છે.
અને આ છોકરી તેના માતા-પિતાની મરજી વિરુધ્ધ જાય તેમ નથી આ બાજુ મારા માતા-પિતા મારે માટે એક છોકરી શોધી રહ્યા છે મને લાગે છે કે માતા-પિતાએ શોધેલી છોકરીને હું પ્રેમ કરી શકીશ નહીં હું તેને અન્યાય કરવા માગતો નથી મારે શું કરવું એ સમજાવવા વિનંતી.એક યુવક (વડોદરા)
જવાબ.તમારા આ પ્રેમસંબંધનું કોઇ ભવિષ્ય નથી એ છોકરી તમારી સાથે લગ્ન કરશે નહીં એની તમને ખાતરી હોય તો તેની સાથે ચર્ચા કરીને આ સંબંધનો અંત લાવવામાં જ તમારી ભલાઇ છે ફિલ્મોની જેમ વાસ્તવિક જીવનમાં પ્રેમ સંબંધનો સુખી અંત આવતો નથી.
તમારે પરિસ્થિતિ સાથે સમાધાન કરી તમારા જીવનમાં આગળ વધવું જ પડશે અત્યારે તમને લાગે છે કે તમે એ છોકરીને ભૂલી શકશો નહીં પરંતુ સમય દરેક દર્દની દવા છે ધીરે ધીરે તમે એને ભૂલી જશો અને તમારી પત્નીને પ્રેમ પણ કરવા લાગશો.
સવાલ.જ્યારે હું મારી પત્ની સાથે સે** કરું છું ત્યારે મને ખબર નથી હોતી કે તેની યોનિની અંદર વીર્ય પડી ગયું છે કે નહીં?હું આ વિશે ખૂબ જ ચિંતિત છું કૃપા કરીને મારી જિજ્ઞાસાને ધ્યાનમાં લો.
જવાબ.કેટલીક બાબતો એકદમ સ્પષ્ટ છે જો તમે કોન્ડમ વગરની સ્ત્રી સાથે સે* કરો છો અને તમે જાણો છો કે તમે સ્ખલન કરી શકો છો તો તે સ્વાભાવિક છે કે તમે યોનિની અંદર સ્ખલન કરશો.
સવાલ.હું 21 વર્ષની છું 23 વર્ષના એક છોકરા સાથે મને છેલ્લા બે વરસથી પ્રેમ છે પરંતુ અમે છેલ્લા છ મહિનાથી જ સાથે ફરવાનું શરૂ કર્યું છે પરંતુ મારા માતા-પિતાને આ છોકરો ગમતો ન હોવાથી મને આ સંબંધ તોડી દેવાની ફરજ પડી છે.
પરંતુ મને એ છોકરા પર ઘણો પ્રેમ છે મેં એને મારી પરિસ્થિતિ સમજાવી છે પરંતુ તે આ બાબતની ચર્ચા કરવા પણ માગતો નથી કે આ સંબંધ તોડવાનો પણ તેનો ઇરાદો નથી મારે શું કરવું એ જણાવવા વિનંતી.એક યુવતી (સુરત)
જવાબ.આ ઉંમરે તમારે તમારા માતા-પિતાની મરજીને માન આપવું જરૂરી છે અને આમ પણ જિંદગીનો મહત્ત્વનો નિર્ણય લેવા માટે તમારી ઉંમર ઘણી નાની છે તમારે હજુ તમારા વિચારોમાં પરિપક્વ થવાની જરૂર છે.
હમણા તમે ભણવામાં બધુ ધ્યાન આપો અને આ યુવક સાથે મૈત્રી ચાલુ રાખો ભણી ગણીને જિંદગીમાં સ્થાયી થયા પછી જ લગ્ન જેવો મહત્ત્વનો નિર્ણય લો અને એ સમય આવશે ત્યારે તમે પણ તમારા વિચારોમાં સ્પષ્ટ થઇ જશો.
સવાલ.હું 22 વરસની છું મને એક છોકરા સાથે પ્રેમ હતો અમારી વચ્ચે શારીરિક સં* પણ હતો પરંતુ તેણે મને છોડી દીધી હતી હવે મારી મુલાકાત એક બીજા છોકરા સાથે થઇ છે અને અમારા બંનેના પરિવાર અમારાં સંબંધથી ખુશ છે.
મારા આ પ્રેમીને મેં મારા ભૂતકાળની વાત કરી છે અને એને આ બાબતે કોઇ વાંધો નથી પરંતુ હવે અચાનક જ મારો જૂનો પ્રેમી મને કહે છે કે તે મને ભૂલી શકતો નથી અને હું તેને ના પાડીશ તો તે આત્મહત્યા કરશે શું કરવું એ મને સમજાતું નથી મારી મૂંઝવણ દૂર કરવા વિનંતી.એક યુવતી (મુંબઇ)
જવાબ.તમારા પ્રથમ પ્રેમીની ધમકીને ગણકારો નહીં એકવાર તમારી સાથે દગો કર્યાં પછી હવે તે સુધરશે એની શું ખાતરી છે? એને ભૂલી જઇ તમારી જિંદગીમાં આગળ વધો અને તમને પ્રેમ કરનારા અને તમારા ભૂતકાળની પરવા નહીં કરનારા છોકરાને પરણી તમારું ગૃહસ્થી જીવન શરૂ કરો