ગુજરાત પોલીસ ભરતી: ખાલી પડેલ 3800 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી: ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે, સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે.

ગુજરાત પોલીસ ભરતી: ડિસેમ્બર 2024 સુધીમાં 3800થી વધુ ASI હેડ કૉન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. જ્યારે આગામી માર્ચ-2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન આપવામાં આવશે. સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સુચનો પણ કર્યા હતા.

ગુજરાત પોલીસ ભરતી

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ ભરતી અંગે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અને આની સાથે જ હાઇકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કરવામાં આવ્યું.

ગુજરાત પોલીસ ભરતી
ગુજરાત પોલીસ ભરતી
2026 સુધીમાં તમામ ખાલી જગ્યા ભરાશે

આ અંગેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે ભરતીના કેલેન્ડર વિશે ખાતરી આપતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગની તમામ જગ્યામાં ભરતી 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સિવાય વિવિધ પદો માટેની ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે. તદુપરાંત જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે અને લેખિત OMR પરિક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરાશે. આ અંગે સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી અંગે ફેબ્રુઆરીથી સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવાશે. તેમજ જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સૂચનો પણ કર્યા. કોર્ટે ટકોર કરી કે, ‘પોલીસની ભરતી ઘણી મહત્ત્વની બાબત છે. રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેની એકેડેમીની સંખ્યા વધારવી જોઈએ. સરકારે 3 નવી એકેડેમી શરુ કરવી જોઈએ’. ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા પણ કોર્ટે સરકારને સૂચન કર્યું છે. કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહે હાથ ધરાશે.

Leave a Comment