Breaking News

આ મંત્રથી કરો ભગવાન વિષ્ણુ ની પુજા, થઈ જશો તમે પણ ભાગ્યશાળી અને ધનવાન,જાણો આ દિવ્ય મંત્ર વિશે….

ભગવાન વિષ્ણુ જે સમસ્ત લોકોના પાલનહાર કહેવામાં આવે છે અને તેના ભક્તો વૈષ્ણવ કહેવામાં આવે છે.ભગવાન વિષ્ણુ હિન્દૂ ધર્મના પ્રમુખ ત્રણ દેવતાઓમાંથી એક છે જેને હજારો નામથી જાણવામાં આવે છે. ભગવાન વિષ્ણુને આ શ્રુષ્ટિના રક્ષક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો વિશેષ દિવસ ગુરુવારને માનવામાં આવે છે. તેની સત્યનારાયણ ભગવાનના નામથી આ દિવસે પૂજા-પાઠ અને વ્રત કરવામાં આવે છે.રોજ નિયમાનુસાર વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી વ્યત્કિના જીવનમાં સુખ-શાંતિ સમૃદ્ધિ અને વૈભવની ખામી નથી આવતી.

દેવઉઠી એકાદશીના દિને પ્રભુ વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ ભગવાન શુક્લ એકાદશીની સાથે તે ફરીથી સુઈ જાય છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે વિશ્રામ કરે છે. ભગવાન વિષ્ણુ દેવઉઠી એકાદશીના દિને તેની નિદ્રા માંથી ઉઠે છે તેથી આને દેવઉઠી એકાદશી કહેવાય છે.

તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જ્યારે ભગવાન જાગે તે પછી જ કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે. તેથી આ દિવસે બધા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને આ એકદશીનું વ્રત પણ રાખે છે. આ પૂજામાં ભગવાન વિષ્ણુના મંત્રનું ખાસ મહત્વ રહેલું હોય છે. તેથી આજે તેના કેટલાક મંત્રો વિષે જાણીએ. તે મંત્ર નીચે પ્રમાણે દર્શાવ્યા છે.ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: ,શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,હે નાથ નારાયણે વાસુદેવાય ,ઓમ નારાયણય વિજ્ઞેહ , વાસુદેવાય ધિમ્હી, તનનો વિષ્ણુ પર્ચોડયાત , ઓમ વિષ્ણુવે નમ: ,ઓમ હ્રીં વિષનુવે નમઃ :

આ દિવસે તુલસી વિવાહ કેમ થયા છે :શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાર્તિક માશના શુક્લ પક્ષ એકાદશી ને દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેવું કહેવાનું કારણ છે કે આ દિવસે પ્રભુ વિષ્ણુ તેની ઊંડી નિંદ્રા માંથી જાગે છે. ત્યાર બાદ જ લગ્ન જેવા શુભ કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવે છે. આ દિવસ ખુબ પવિત્ર ગણવામાં આવે છે. તેથી આ દિને પ્રભુ વિષ્ણુનું વ્રત અને પૂજા કરવામાં આવે છે.

આ એકાદશીના બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. ત્યારે તુલસીજીના અને ભગવાન શાલીગ્રામના લગન કરવામાં આવે છે. જે લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે તેવા લોકો આ લગ્ન થાય પછી જ તેના જીવનમાં કોઈ પણ શુભ પ્રસંગ અથવા લગ્ન જેવા પ્રસંગો કરે છે. શાલીગ્રામ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેના લગ્ન તુલસીજી સાથે આ સ્વરૂપમાં કરવામાં આવે છે. ત્યારે તુલસીજીના અને ભગવાન વિષ્ણુના લગ્ન કરાવવામાં આવે છે.

આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને જીવનની દરેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.શ્રી હરિને ખુબ જ દયાવાન અને કૃપા કરનારા દેવતા માનવામાં આવ્યા છે.પૌરાણિક કથાઓમાં ભૃગુ ઋષિની કથા પ્રચલિત છે.આ કથાઓના સિવાય ભગવાન શ્રી હરિની આરાધના કરવા માટેના અમુક નિયમો પણ છે જેમ કે વિષ્ણુની પૂજા ગુરુવારે કરવામાં આવે છે.

જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેઓ પીળા રંગના કપડા પહેરે છે.તેના સિવાય દરેક મહિનાનાની પૂર્ણિમા પર ઘરોમાં સત્યનારાયણની પૂજા વગેરે થાય છે.શ્રી વિષ્ણુ મંત્ર કરવા માટે સૌથી પહેલા જરૂરી નિયમ બનાવો, મંત્ર કરતા પહેલા સ્નાન કરો, માંસ-મદિરાનું સેવન બિલકુલ પણ ના કરો આ બધી બાબતોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર દેવતા છે. તેમનું સ્વરૂપ શાંતિમય અને આનંદદાયી છે. રોજ ભગવાન શ્રીહરીનું સ્મરણ કરવાથી જીવનમાં નડતરરૂપ કોઈપણ સમસ્યા ખૂબ જ સરળતાથી દૂર થઈ શકે છે. આ મંત્રમાંથી કોઈપણ એકનો જાપ પણ જીવનને ધન-ધાન્યથી ભરપૂર બનાવી શકે છે. ભગવાન વિષ્ણુના મનોરમ્ય સ્વરૂપનું મનમાં ધ્યાન ધરી અને ‘ॐ नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ કરવાથી ચમત્કારી અનુભવ થાય છે.

આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તેનાથી અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે. ભક્ત પ્રહલાદના જીવનમાં આવતી દરેક સમસ્યાનો અંત ભગવાન તુરંત કરી દેતાં હતા. કારણ કે તેઓ પણ આ મંત્રનો જાપ સતત કરતાં રહેતા. આ મંત્ર જાપના પ્રતાપે ભગવાને તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને મૃત્યુથી પણ તેમનું રક્ષણ કર્યુ હતુ. આ મંત્ર અત્યંત ચમત્કારી છે જો કોઈ વ્યક્તિ તેનો નિયમિત જાપ કરે તો તેની મનની દરેક ઈચ્છા પૂર્ણ થવા લાગે છે.

ભગવાન વિષ્ણુ જેના પર પ્રસન્ન રહે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પણ બની રહે છે. તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના અન્ય મંત્ર પણ છે. આ મંત્ર પણ અત્યંત પ્રભાવી છે. અહીં દર્શાવેલા મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાથી પણ શુભફળ પ્રાપ્ત થશે.

 • ॐ नमोः नारायणाय. ॐ नमोः भगवते वासुदेवाय ||
 • ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि।
 • तन्नो विष्णु प्रचोदयात्।।
 • ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि। ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।।
 • श्रीकृष्ण गोविन्द हरे मुरारे।
 • हे नाथ नारायण वासुदेवाय।।
 • નીચે લખેલો મંત્ર ભગવાન વિષ્ણુની મહાનતાનો પરિચાયક છે જેનો જાપ વિધિ અને નિયમ અનુસાર કરવો જોઈએ.
 • शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम।
 • विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम।
 • लक्ष्मी कान्तं कमल नयनम योगिभिर्ज्ञानगम्यम्
 • वन्दे विष्णुम भवभयहरं सर्व लोकैकनाथम।।

જે હરિનું રૂપ એકદમ શાંતિમય છે જે શેષનાગની શય્યા પર શયન કરે છે.જેની નાભિમાંથી જે કમળ નીકળી રહ્યું છે તે સમસ્ત જગતનો આધાર છે.જે ગગનના સમાન દરેક જગ્યાએ વ્યાપ્ત છે,જે નીલા વાદળોના રંગની સમાન રંગવાળા છે.જે યોગિયોં દ્વારા ધ્યાન કરવા પર મળી જાય છે, જે ભયનો નાશ કરનારા છે. ધનની દેવી લક્ષ્‍મીજીના પતિ છે તે પ્રભુને હું માથું નમાવીને પ્રણામ કરું છું”.

સ્નાન કર્યા પછી પીળા કે કેસરી રંગના કપડા પહેરીને શ્રીહરિ વિષ્ણુની પ્રતિમાને ગંગાજળ સ્નાન પછી કેસર ચંદન,સુગંધિત ફૂલ,તુલસીની માળા,પીતામ્બરી વસ્ત્ર કલેવા, ફળ ચઢાવીને પૂજા કરો. ભગવાન વિષ્ણુને કેસરિયા ભાત ખીર કે દૂધથી બનેલા પકવાનનો ભોગ લગાવો.પૂજા કે મંત્ર પછી ધૂપ,આરતી કે દીવો કરીને સ્નાન કરાવેલા પાણીને ચરણામૃત સ્વરૂપે ગ્રહણ કરો.

About bhai bhai

Check Also

ઘરમાં સત્યનારાયણ કથા કરાવતા પેહલા કરીલો આ કામ, નહિ તો પછતાસો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …