Breaking News

આ ભગવાન ને યાદ કરીને જ પોતાના દિવસની શરૂઆત કરે છે નીતા અંબાણી….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે ખૂબ જ ગ્લેમરસ પણ છે એ જ કારણ છે કે તે અવારનવાર ચર્ચામાં છવાયેલ રહે છે વળી નીતા અંબાણી એક બિઝનેસવુમન તો જરૂર છે પરંતુ તે પોતાના ઘર-પરિવારની જવાબદારીઓને પણ ખૂબ જ સારી રીતે સંભાળે છે જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાની ઓળખ પોતાના દમ પર બનાવેલ છે તેવામાં તેમના વિશે દરેક વ્યક્તિ વધુમાં વધુ જાણવાની કોશિશ કરે છે.

ભારતમાં જો સૌથી અમીર માણસની વાત કરવામાં આવે તો એ છે આપણા દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનું જ નામ આવે અને એમની પત્ની છે નીતા અંબાણી એમને પણ દરેક લોકો જાણે જ છે. કારણ કે નીતા અંબાણી પણ હંમેશા મીડિયાના સમાચારનો ભાગ બની રહે છે અને પોતાના પતિની જેમ જ તે પણ ઘણી વધારે એક્ટિવ રહે છે.

એ વાત દરેક લોકો જાણે છે કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન છે સાથે જ તે આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ની માલિક પણ છે અને તે હંમેશા પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળે છે આ કારણે તે દેશભરમાં એક ચર્ચિત ચહેરો છે.

૫૭ વર્ષીય નીતા અંબાણીનો જલવો હજુ પણ જોવાલાયક છે અને સુંદરતાની બાબતમાં તે ઘણી બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપતી નજર આવે છે. તમને જણાવી દઈએ કે તેમની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કડીમાં તેઓ જ્યારે પણ ટ્રેડિશનલ પહેરે છે તો ખૂબ જ સુંદર દેખાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે લક્ઝરી અને ગ્લેમરસ લાઈફસ્ટાઈલની શોખીન નીતા અંબાણી ખૂબ જ ધાર્મિક છે. જી હાં, ધર્મ અને પૂજાપાઠમાં તેઓ ખૂબ જ ઊંડી આસ્થા ધરાવે છે. જણાવવામાં આવે છે કે નીતા અંબાણી ભગવાન શ્રીકૃષ્ણ અને ગણપતિ બાપાનાં અનન્ય ભક્ત છે.

અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં રાખે છે આસ્થા.જણાવી દઈએ કે ફક્ત નીતા અંબાણી નહિ પરંતુ સમગ્ર અંબાણી પરિવાર જ શ્રીનાથજીમાં ખૂબ જ ઊંડી આસ્થા ધરાવે છે. શ્રીનાથજી, શ્રીકૃષ્ણનાં જ બાલ સ્વરૂપ છે અને તેમનું મંદિર રાજસ્થાન નાથદ્વારામાં સ્થિત છે. જેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા નીતા અને મુકેશ પહેલા રાજસ્થાન નાથદ્વારા સ્થિત શ્રીનાથજીનાં મંદિરમાં જરૂર જાય છે.

આકાશ અનંત અને ઈશાનાં જ્યારે લગ્ન થયા હતા, તો નીતા અને મુકેશ સૌથી પહેલાં અહીં આમંત્રણ આપવા માટે ગયા હતા. એટલું જ નહીં જ્યારે ઇશા અંબાણીનાં ફંકશનની શરૂઆત નીતા અંબાણીએ ભગવાન શ્રીનાથજી નાં ભજન પર નૃત્ય કરી હતી.

લીલાધર મુરલીવાળા શ્રી કૃષ્ણની ભક્તિમાં સમગ્ર અંબાણી પરિવાર હંમેશાથી ડૂબેલો નજર આવે છે. અંબાણી પરિવારમાં કોઈ શુભ કાર્ય હોય કે કોઈ શુભ સંદેશ હોય તો શરૂઆત શ્રીકૃષ્ણનાં નામ થી જ કરવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અંબાણી પરિવારે પોતાના ઘરમાં જ ભગવાન શ્રી કૃષ્ણનું એક ખુબ જ સુંદર મંદિર બનાવી રાખ્યું છે.

નીતા અંબાણી શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત છે. આ વાતનું પ્રમાણ તેમણે ત્યારે આપ્યું હતું જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત વિજેતા બની હતી. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ૨૦૧૯માં ચોથી વખત વિજેતા બની હતી તો નીતા અંબાણી આઈપીએલ ટ્રોફી લઈને કૃષ્ણનાં મંદિરમાં પહોંચી ગયા હતા.

ગણપતિ ભક્તિમાં નીતા રહે છે સૌથી આગળ.દરેક વર્ષે ગણેશ ઉત્સવનાં અવસર પર નીતા અને મુકેશ અંબાણી પોતાના ઘરમાં રિદ્ધિ સિદ્ધિનાં દાતા ગણપતિ બાપાને પોતાના ઘરમાં સ્થાપિત જરૂરથી કરે છે. આ ખાસ અવસર પર એંટાલીયામાં ખેલ જગત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણા મોટા દિગ્ગજ પણ દર વર્ષે સામેલ થાય છે.

એટલું જ નહીં નીતા અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર તિરુપતિ બાલાજીમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે જણાવી દઈએ કે મુકેશ અંબાણી પરિવારની સાથે અવારનવાર તિરુપતિ બાલાજીનાં દર્શન માટે જાય છે. મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો મુકેશ અને નીતાનાં દિકરા અનંતે એક વખત તિરુપતિ બાલાજી મંદિરમાં સફેદ રંગનો દુર્લભ પ્રજાતિનો હાથી દાન કરેલ હતો.

તમે બધા એ વાત સારી રીતે જાણો છો કે, નીતા અંબાણી ખુબ જ આલીશાન અને એશો આરામનું જીવન જીવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે એમની એક બહેન પણ છે. તેમની બહેનનું નામ છે મમતા દલાલ. અને તે ઘણું જ સાધારણ જીવન પસાર કરે છે.

દેશની આટલી મોટી વ્યક્તિની બહેન આજે એવું સાધારણ કામ કરે છે કે, તમે વિચારી પણ નહિ શકો. નીતા અંબાણી વિષે તો તમે બધા જાણો જ છો. પરંતુ અમે તમને નીતા અંબાણીની બહેન મમતા દલાલ વિષે કેટલીક જાણવા જેવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમને નહિ ખબર હોય.

મિત્રો રવીન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમાબેન દલાલની બે દીકરીઓ છે. પહેલી નીતા દલાલ અને બીજી મમતા દલાલ. નીતા મુકેશ અંબાણી સાથે લગ્ન કરીને નીતા દલાલથી નીતા અંબાણી બની ગઈ. ત્યાં તેમની બહેન મમતા દલાલ આ દિવસોમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકનું કામ કરે છે. અને તેમની બહેન નીતા અંબાણી પોતે જ આ સ્કૂલને સંભાળે છે. તો એમની બહેન મમતા એ જ સ્કૂલમાં શિક્ષકની ભૂમિકા ભજવે છે.

સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. કારણ કે જો આપણા ભાઈ બહેન આટલા મોટા વ્યક્તિ હોય તો સ્વાભાવિક છે કે આપણે પણ કોઈ મોટા હોદ્દા પર જ ફરજ બજાવતા હોઈએ. પણ મમતા દલાલને સાદું જીવન જીવવું પસંદ છે. અને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, ઋતિક રોશન, એશ્વર્યા રાય, આમિર ખાન વગેરેના બાળકો પણ આ જ સ્કૂલમાં ભણે છે.

મમતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું જણાવ્યું હતું કે, શાહરુખના દિકરાથી લઈને સચિનની દીકરી સુધી દરેકને તે ભણાવી ચુકી છે. પણ એમણે ક્યારેય કોઈ પણ સેલિબ્રિટીના બાળકો અને એક સામાન્ય વ્યક્તિના બાળકોમાં ફરફ કર્યો નથી. મમતા જણાવે છે કે મને નાના બાળકોને ભણાવવું સારું લાગે છે. તેમના અંદર બાળકોને ભણવાની ખુબ જિજ્ઞાસા રહે છે.

હવે દુનિયામાં એક તરફ નીતા અંબાણી હંમેશા મીડિયાની આંખોનો તારો બનીને રહે છે. તો બીજી તરફ એમની જ બહેન મમતા દલાલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે ખુબ સાધારણ જીવન જીવે છે અને એમાં જ ખુશ રહે છે. મમતા દલાલ ક્યારેક ક્યારેક પરિવારના ફકશનમાં જોવા મળે છે. સ્ટેટસમાં આટલું મોટું અંતર હોવા છતાં પણ, બંને બહેનો નીતા અને મમતાની વચ્ચે ખુબ સારા અને મજબુત સંબંધ છે.

એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે, મુકેશ અંબાણી સાથે લગ્ન કરવાના પહેલા નીતા પોતે પણ એક ટીચર હતી. આના પછી જયારે તેમની મુલાકાત મુકેશ સાથે થઇ તો બંને જણાએ લગ્ન કરી લીધા. લગ્નના ચાર પાંચ વર્ષ સુધી નીતા પણ એક ટીચરનું કામ કરતી હતી. થોડા સમય પછી નીતાએ પોતાના પતિના બિઝનેસમાં કામ કરવાનું શરુ કરી લીધું.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …