Breaking News

આ ગામમાં લોકો પંખીના માળા જેવું ઘર બનાવીને રહે છે જુઓ આ ફોટા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સોશિયલ મીડિયા પર કેટલીક આશ્વર્યકારક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. વિશ્વનો કોઈપણ અમીર વ્યક્તિ હોય અથવા તો ગરીબ તેને માટે તેનું ઘર કોઈ આશિયાનાથી ઓછું હોતું નથી.તમામ વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે, તેના ઘરમાં બધી જરૂરી સુખ સુવિધાઓ હોય. સૂરજની રોશની તેમજ ચંદ્રની શીતળતાથી તેઓ આનંદિત રહે પરંતુ શું તમે જાણો છો કે, ઈરાનનું એક ગામ છે કે, જ્યાં છેલ્લા 700 વર્ષથી લોકો ઘરને બદલે માળામાં રહે છે. અહીં લોકોના ઘર ચકલીના માળા જેવા છે. આ લોકો 700 વર્ષથી આ રીતે માળામાં રહે છે. તેમની અનેક પેઢીઓ આ રીતે જીવી ચૂકી છે.

જોવા માટે જ નહીં પરંતુ રહેવા માટે પણ ખાસ છે આ ઘર.આ ગામ ઈરાનમાં આવેલ છે. અહીંના કંદોવન ગામના લોકો માળાને ઘર બનાવીને રહે છે. પોતાની ખાસ પ્રકારની રહેણી કરણીને માટે તેમજ પોતાની પરંપરાને મામલે આ ગામ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. આ ગામના લોકો ચકલીની જેમ માળો બનાવીને રહે છે. તમે આ ઘરની ખાસિયત જાણીને દંગ રહી જશો. વાતાવરણ પ્રકૃતિને અનુરૂપ રહેતું હોવાથી અહીં ઠંડીમાં AC તેમજ ગરમીમાં હીટરની જરૂર રહેતી નથી. આ ઘર આરામદાયક હોય છે. કોઈપણ સીઝનમાં અહીં આ ખાસ ઘરમાં લોકો આરામથી રહે છે.

શા માટે અહીના લોકોએ બનાવ્યા આવા ઘર, કારણ છે ચોંકાવનાર.વર્ષો પહેલાં અહીં મંગોલોનો આતંક હતો, મંગોલોના હુમલાથી બચવા માટે અહીંના લોકોના પૂર્વજોએ આવા માળાના ઘર બનાવ્યા હતાં. કંદોવનના વાસિંદા અહીં મંગોલોના આતંકથી છૂટકારો મેળવીને આવ્યા હતા. તેઓ છુપાવવા માટે જ્વાળામુખીની ચટ્ટાનોમાં પોતાના ઘર બનાવીને અહીં જ સ્થાયી ઘર બની જતા. આ અનોખા કારણને લીધે આ ગામ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહેવા લાગ્યું હતું.

આવુજ એક બીજું ગામ દિલ્હીના કનોટ પ્લેસ પાસે આવેલા પાલિકા બજાર વિષે તો તમે સાંભળ્યું જ હશે જ્યાં આખું માર્કેટ જ અંડર ગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર છે. ખેર, આ તો એક માર્કેટ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક સ્થાન એવું પણ છે જ્યાં આખું ગામ જમીનની અંદર આવેલું છે અને ત્યાંના લોકો પણ જમીનની અંદર જ રહે છે. આ અનોખા ગામનું નામ ” કુબર પેડી ” છે જે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. આ ગામની ખાસ વિશેષતા એ છે કે અહીં રહેતા લગભગ તમામ લોકો અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં જ રહે છે. બહારથી જોતા આ ઘર ભલે સામાન્ય લાગે પણ તેના અંદરનો માહોલ કોઈ હોટલ જેવો જ લાગે છે.

અસલમાં આ વિસ્તારમાં ઓપલની અનેક ખાણો આવેલી છે અને સ્થાનિક લોકો આ ઓપલની ખાલી પડેલી ખાણમાં જ રહે છે. તમે કદાચ ન જાણતા હોય તો જણાવી દઈએ કે ઓપલ અસલમાં એક પ્રકારના દુધિયા પથ્થરોને કહેવામાં આવે છે જે અહીંની ખાણમાંથી પ્રાપ્ત થાય છે. અને કુબર પેડી ગામને ઓપલની ખાણની રાજધાની પણ કહેવાય છે કારણ કે અહીં જેટલી ઓપલની ખાણો છે તેટલી વિશ્વમાં બીજે ક્યાંય નથી.

મીડિયા અહેવાલો મુજબ કુબેર પેણીમાં માઇનિંગનું કામ વર્ષ 1915 માં શરુ કરવામાં આવ્યું હતું. જ્યાં કુબેર પેડી આવેલું છે તે વિસ્તાર રણપ્રદેશ છે જેથી અહીં ગરમીની ઋતુમાં તાપમાનનો પારો વધી જાય છે જયારે શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો અતિશય ઘટી જાય છે.આ કારણે અહીં રહેતા સ્થાનિક લોકોને જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેનો ઉકેલ લાવવા સ્થાનિક લોકોએ ખાલી પડેલી ઓપલની ખાણોમાં રહેવાનું શરુ કર્યું.

કુબેર પેડીના આ અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં ગરમીમાં એસીની જરૂર પણ નથી પડતી અને ઠંડીમાં હીટરની જરૂર પણ નથી પડતી. આજના સમયે અહીં 1500 થી વધુ એવા અન્ડરગ્રાઉન્ડ ઘરો છે જેમાં સ્થાનિક લોકો રહે છે.જમીનથી નીચે બનેલા આ ઘર લગભગ તમામ સુખ સુવિધાથી સજ્જ છે. વળી, અહીં અનેક હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થઇ ચૂક્યું છે. વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફીલ ” પીચ બ્લેક ” ના શૂટિંગ બાદ પ્રોડક્શન ટીમે ફિલ્મમાં ઉપયોગ કરેલું સ્પેસશીપ અહીં જ છોડી દીધું હતું. જે હવે અહીં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

આવુજ એક બીજું ગામ આપણે દેશ અને વિદેશમાં બનતી એવી કેટલીય અજીબોગરીબ ઘટનાઓ, બનાવો અને વાતો વિશે જાણીએ છીએ. દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી કોઈપણ બાબત જાણવી હવે ઇન્ટરનેટના જમાના અઘરી રહી નથી. પરંતુ એવા પણ કેટલાક દેશો અને વિસ્તારો છે આપણી આસપાસ જેના વિશે આપણે હજુ પણ અજાણ છીએ. એવી વાતો વિશે જાણીને આપણને નવાઈ પણ લાગે છે અને સાથોસાથ નવીન ઘટના વિશે જાણીને આપણા જ્ઞાનમાં પણ વધારો થાય છે.

આજે અમે આપને એક એવા આખા ગામ વિશે જણાવીશું જે સામાન્ય શહેર કે નગરની જેમ મોટામોટા બંગલા, ફ્લેટ્સ અને ટેનામેન્ટ્સથી ખીચોખીચ ભરેલા નથી. આ આખું ગામ જમીનની અંદર વિકસેલું છે. જી હા, આખે આખો વિસ્તાર જે રીતે જમીનની ઉપર મકાન, હોટલ્સ અને શાળા વગેરે હોય એ રીતે જમીનની અંદર વસેલું છે. આવો જાણીએ આ આખા અનોખા વિસ્તાર વિશે અને સાથે એપણ જાણી લઈએ કે શા માટે ત્યાંના લોકો અંડર ગ્રાઉન્ડ રહેવા મજબૂર છે.

દુનિયાના એક ખૂણામાં આ ગામ છે સૌથી વિચિત્ર.આપણે ઘણીવાર કોઈ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જઈએ કે મોલમાં શોપિંગ કરવા જઈએ ત્યારે આપને અમુકવાર આપણી કાર અંડર ગ્રાઉન્ડમાં પાર્ક કરતાં હોઈએ છીએ. અથવા તો કેટલાંક બિલ્ડિંગમાં બેક્વિટ હોલ, મિટિંગ પોઈન્ટ કે પાર્ટી વેન્યુ પણ બેઈઝમેન્ટમાં હોય છે. ત્યારે આપણે અંદર પ્રવેશતી વખતે જ કંઈક જુદો અનુભવ થતો હોય એવું લાગે છે.

જમીનના અંદરના ભાગમાં હવા, ઉજાસ, સૂર્યપ્રકાશ અને ઓક્સીઝનનું પ્રમાણ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે એ વાતથી આપણે વાકેફ છીએ. તેથી બહુ થોડા સમય માટે પણ અંડર ગ્રાઉન્ડ રહેવાનું થાય તો પણ આપણને ગૂંગળામણ થવા લાગે છે. એવી સ્થિતિમાં વિચાર કરો કે જો તમારે કાયમ માટે જમીનની નીચે જ રહેવાના સંજોગો ઊભા તો કેવી હાલત થાય? જી હા, એક એવું શહેર પણ છે, જેના બધાં લોકો જમીનની અંદર વસવાટ કરે છે.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં કુબેર પેડી ગામ છે અંડર ગ્રાઉન્ડ ગામ.આપણે આપણા સપનાના ઘરમાં તમામ આરામદાયક સુવિધાઓ કરાવવા ઇચ્છીએ છીએ. જેમાં દરેક પ્રકારના ગેજેટ્સ ટીવી. ફ્રિઝ, એસી, માઈક્રોવેવ, મોબાઈલ ફોન જેવા સંસાધનો અને દરેક પ્રકારનું ફર્નિચર જેમ કે સોફા, પલંગ, ડાઈનિંગ ટેબલ અને બીજા હોમ ડેકોર્સ ઉપર પણ આપણે ખૂબ જ ખર્ચો કરતાં હોઈએ છીએ.

પરંતુ સાઉથ ઓસ્ટ્રેલિયામાં આવેલ આ ગામ દુનિયાના બીજા ગામ કરતાં સાવ જૂદું એ રીતે પડે છે કે અહીંના રહેઠાણોમાં આ તમામ સુવિધાઓ તો છે પરંતુ મકાનો નથી અહીં. આ જગ્યાના લોકો ભોંયરામાં આવાસ બનાવીને રહે છે. અલબત્ત, આપને જાણીને નવાઈ લાગશે કે અહીંના રહેઠાણો તમામ સગવડો ધરાવે છે. અહીં આખો વિસ્તાર રણ પ્રદેશ છે અને તે ખાણો માટેની જગ્યા છે.

પત્થરોની ખાણો હવે છે લોકોનું રહેઠાણ.સાઉથ ઓસ્ટ્રેલિયાનું આ ગામ જેનું નામ છે, કુબેર પેડી. તે ખરેખરે એક એક એવો રેતાળ પ્રદેશ છે જ્યાં ઠેરઠેર ખાણ આવેલી છે. જેમાંથી કુદરતી રીતે દુધિયા પત્થરો એટલે કે ઓપલ મળી આવે છે. આ પ્રદેશ એટલો વિરાન અને ગરમ પ્રદેશ છે, જ્યાં ખેતી અને ઝાડપાન ઊગવા જરા પણ શક્ય નથી હોતી.

દિવસના ભાગમાં અને ખાસ કરીને ઉનાળાના સમયમાં અહીંના રહેવાસીઓને ખૂબ જ ગરમી લાગતી હોય છે. તેથી જે ખાણનું અહીં કામ પૂરું થતું જાય એ જગ્યાને અહીંના લોકો નિવાસ સ્થાન તરીકે ઉપયોગમાં લઈ લે છે. એક અહેવાલ મુજબ આ રીતે ખાણ પ્રદેશમાં કામ કરવાની અને અંડર ગ્રાઉન્ડ રહેવાની શરૂઆત ૧૯૧૫ના વર્ષથી થઈ હતી.આ જગ્યા વિશે જાણીને લોકોને ખૂબ જ આશ્ચર્ય થતું હોય છે. આપને જણાવીએ કે આ રીતે અંડર ગ્રાઉન્ડ આવાસોમાં આશરે ૧૫૦૦થી વધુ મકાનોની વસાહત બનાવેલ છે.

About bhai bhai

Check Also

આ દિશા માં સુવાથી થશે અઢળક ધન લાભ,અત્યારે જ જાણી લો..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …