Breaking News

આ જેલમાં ફાઈવ સ્ટાર હોટલ જેવું જીવન જીવે છે કેદીઓ,અંદરની આલીશાન સુવિધાઓ વિશે જાણી ચોંકી જશો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એવી જેલો વિશે વાત કરીશું, જે જેલમાં વિજય માલ્યાથી લઈને અનેક ભારતીય અપરાધીઓ જેઓ વિદેશ ભાગી ગયા છે તેમણે પોતાના બચાવમાં ભારતીય જેલોની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે તમને થતું હશે કે જેલમાં તે કેવી ફેસિલિટી હોય, જેલ એટલે જેલ પણ અહીં દુનિયાની કેટલીક એવી જેલ અંગે તમને જણાવીશું જે કોઈ 5 સ્ટાર- 3 સ્ટાર હોટેલથી ઉતરતી નથી. જાણો આવી આરામદાયક જેલ અંગે.

બેસ્ટોય જેલ, નોર્વે:- આ જેલ કદાચ દુનિયાની સૌથી ઓછી સુરક્ષાવાળી જેલ હશે. તેનું કારણ પણ જેલના ફોટોઝ જોઈને ખ્યાલ આવી શકે છે. આ એવી જેલ છે જેમાં કેદી જેટલું સારી રીતે રહે તેટલી આરામદાયક અને હોટેલ જેવી ફેસિલિટી તેમને મળે છે. જેમાં સનબાથથી લઈને, ટેનિસ, હોર્સ રાઇડિંગ અને ફિશિંગ સુધીની સુવિધા તેમને મળે છે.

હર મેજેસ્ટી જેલ, સ્કોટલેન્ડ,એડવેલમાં આવેલ આ જેલને ખૂબ જ પ્રાઇવેટ રીતે મેનેજ કરવામાં આવે છે. દક્ષિણ સ્કોટલેન્ડમાં આવેલ આ જેલને એક લર્નિંગ પ્રિઝન કહેવાય છે. અહીં આવતા કેદીઓને સપ્તાહમાં 40 કલાક સ્પેશ્યલાઇઝ્ડ સબ્જેક્ટ પર ભણાવવામાં આવે છે. જેથી બહાર નીકળીને તે વ્યક્તિ વધુ સારી જીવન પદ્ધતી અપનાવી શકે.

ઓટાગો કરેક્શન્સ ફેસિલિટી, ન્યુઝિલેન્ડ:- ન્યુઝિલેન્ડની આ જેલ પોતાના કેદીઓને દરેક પ્રકારની લક્ઝુરિયસ ફેસેલિટી પ્રોવાઇડ કરે છે. અહીં કેદીઓને અલગ અલગ પ્રકારની જોબ સ્કિલ અને ડેરી ફાર્મિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં સુધી કે અહીં કેદી ઇચ્છે તો તેને એન્જિનિયરિંગના ક્લાસ અને કુકિંગ જેવી વસ્તુ પણ શીખડાવવામાં આવે છે.

જસ્ટિસ સેન્ટર લિઓબેન, ઓસ્ટ્રિયા:- અહીં જેલ પ્રત્યેક કેદીને પોતાનો આગવો પ્રાઇવેટ સેલ ઉપલબ્ધ કરાવે છે. જેમાં કિચન, બાથરુમ પણ અટેચ હોય છે. તેમજ આ સેલમાં ટીવી સેટ પણ મુકવામાં આવે છે. ઉપરાંત અહીં પરિવાર સાથે પણ કેદી સમય વિતાવી શકે તે માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે.

એરેંજૂએલ જેલ, સ્પેન:- સ્પેનની આ જેલને પારિવારિક જેલ પણ કહેવામાં આવે છે. અહીં પરિવારના સદસ્યને ખૂબ જ સારા ઘર જેવા વાતવરણ વચ્ચે સવાર-સાંજ કેદીઓને મળવાની છૂટ મળે છે.

ચેપ ડોલોન જેલ સ્વિટ્ઝરલેન્ડ:- આમ તો ઇન્ડોનેશિયાની મોટાભાગની જેલ ભારતીય જેલોની જેમ કેદીઓથી ભરેલી જોવા મળે છે. પરંતુ આ જેલ એક અપવાદરુપ છે. અહીં કેદીઓને ફ્રિજથી લઈને એસી અને વોશિંગ મશિન જેવી સુવિધા આપવામાં આવે છે.

પોંડોક બંબૂ જેલ, ઇન્ડોનેશિયા:- આમ તો ઇન્ડોનેશિયાની મોટાભાગની જેલ ભારતીય જેલોની જેમ કેદીઓથી ભરેલી જોવા મળે છે. પરંતુ આ જેલ એક અપવાદરુપ છે. અહીં કેદીઓને ફ્રિજથી લઈને એસી અને વોશિંગ મશિન જેવી સુવિધા આપવામાં આવે છે.

JVA જેલ, જર્મની:- જર્મનીના હૈંબર્ગમાં સ્થિત આ જેલ પોતાના કેદીઓને આપવામાં આવતી લક્ઝુરિયસ અને હોટેલ જેવી સુવિધાઓ માટે જાણીતી છે. અહીં કેદીઓને રમાવા માટે દરેક પ્રકારની વ્યવસ્થા, ઉપરાંત રોજ સાફસફાઈવાળો બેડ, ટુવાલ, ટોયલેટ જેવી નાનીનાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

હાલ્ડેન જેલ, નોર્વે:- આ લિસ્ટમાં નોર્વેની વધુ એક જેલનું નામ પણ સામેલ છે. આ જેલમાં કેદીઓને એક સિંગલ રુમ અને બાથરુમ આપવામાં આવે છે. આ ઉપરાંત કેદીઓને ખૂબ જ ગુણવત્તાસભર લાઇબ્રેરી અને રમત ગમતની સુવિધા મળે છ.

સેબુ જેલના ડાન્સિંગ કેદીઓ,૨૦૦૭માં વિડિયો શૅરિંગ સાઇટ યુટ્યુબ પર એક વિડિયો કોલાવેરી ડી ગીતની જેમ જબરદસ્ત લોકપ્રિય થયો હતો. આ વિડિયોમાં કેસરી રંગનો યુનિફૉર્મ પહેરેલા એક જેલના પંદરસો જેટલા કેદીઓ માઇકલ જૅક્સનના પ્રખ્યાત ‘થ્રિલર’ આલ્મના ટાઇટલ સૉન્ગ પર ડાન્સ કરી રહ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં આ વિડિયો પાંચ કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વિડિયો રિલીઝ થયો એ અરસામાં બહુ ઓછા લોકોને જાણકારી હતી કે આ વિડિયો ક્યાંનો છે.

દરઅસલ, એ વિડિયો ફિલિપીન્સના સેબુ પ્રાંતમાં આવેલી જેલમાં ફિલ્માવવામાં આવ્યો હતો. આ જેલ વાસ્તવમાં જેલ ઉપરાંત સુધારણા કેન્દ્ર (રીહેબિલિટેશન સેન્ટર) પણ છે. બન્યું એવું કે બાયરન ગાર્સિયા નામના ભાઈ આ જેલના સિક્યૉરિટી ઍડ્વાઇઝર બન્યા ત્યારે તેમણે કેદીઓના રીહેબિલિટેશન માટે બધાને સામૂહિક રીતે નચાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો.

આમાં એક કાંકરે બે પક્ષી મરે એમ હતાં. એક તો કેદીઓને કસરત મળતી હતી અને બીજું, તેમનો સ્ટ્રેસ દૂર થતો હતો. રોજની એક કલાકની પ્રૅક્ટિસમાં કેદીઓ ડાન્સમાં પાવરધા થયા ત્યારે એક પ્રૅક્ટિસ સેશન વખતે ગાર્સિયાએ ઉપરની બાલ્કનીમાંથી કેદીઓને નાચતા જોયા અને તેમને આ દૃશ્ય ગમી ગયું.

તેમણે પહેલાં કેદીઓ પાસે એક પૉપ્યુલર જૅપનીઝ ડાન્સ કરાવ્યો અને એનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો. એની જોકે બહુ લોકોએ નોંધ ન લીધી, પણ ‘થ્રિલર’ના ગીત પર બનાવેલો બીજો વિડિયો ઇન્ટરનેટ પર રાતોરાત હિટ થઈ ગયો. એ પછી તો કેદીઓએ બીજાં ઘણાં ગીતો પર આ રીતે ડાન્સ કર્યો અને ચૅરિટી માટે કેટલાય પબ્લિક શોઝ પણ કર્યા. આ ડાન્સ ઍન્ડ મ્યુઝિક થેરપીનો પ્રયોગ ફિલિપીન્સની બીજી જેલોમાં પણ કરવામાં આવ્યો અને સેબુની જેલના અચ્છા ડાન્સર કેદીઓને ત્યાં પર્ફોર્મન્સ માટે પણ મોકલવામાં આવેલા.

સાન પેદ્રો, બોલિવિયા – જેલની અંદર એક શહેર,બોલિવિયાના લા પાઝ શહેરમાં આવેલી બોલિવિયાની સૌથી મોટી જેલ સાન પેદ્રોમાં તમે તોતિંગ દીવાલો અને સિક્યૉરિટી ગેટ વટાવીને અંદર પ્રવેશો એટલે એક ટિપિકલ જેલનો દેખાવ અદૃશ્ય થઈ જાય. તમને એવું જ લાગે જાણે તમે કોઈ શહેરના ગરીબ એરિયામાં આવી ચડ્યા હો. નાનકડાં છોકરાંવ ધિંગામસ્તી કરતાં હોય, જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો હોય, હેરકટિંગ સલૂન પણ દેખાય અને રેસ્ટોરાં પણ દેખાય અને જેલની કાળકોટડીઓ, સિક્યૉરિટી ગાર્ડ્સ વગેરે કશું જ ન દેખાય.

તેમ છતાં આ સત્તાવાર રીતે એક જેલનો જ ભાગ હોય! દરઅસલ આ જેલ પંદરસો જેટલા કેદીઓનું કાયમી નિવાસસ્થાન જ છે. આ કેદીઓ પોતાના પરિવારો સાથે રહે છે એટલું જ નહીં, અહીં તેઓ ધંધા-રોજગાર પણ કરે છે; પૈસા પણ કમાય છે. અહીં ભાડે મકાનો પણ મળે છે અને વધુ પૈસાવાળા કેદીઓ વધુ સારાં મકાનોમાં પણ રહે છે. અહીં સમયાંતરે ચૂંટણીઓ પણ થાય છે અને ચૂંટાતા ઉમેદવારો કેદીઓની સુખાકારી માટેના નિયમો પણ ઘડે છે.

સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ જેલમાં બહારના લોકોને ટૂરિસ્ટ તરીકે આવવાની પણ છૂટ છે અને તેમના માટે અહીં જેલની અંદર રહેવા માટે હોટેલની પણ વ્યવસ્થા છે. અહીંના કેદીઓને બોલિવિયાની ચૂંટણીમાં મતદાન કરવાની છૂટ હોય છે. તેથી બોલિવિયાની ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો જેલની અંદર ચૂંટણીપ્રચાર કરવા પણ આવે છે. જોકે અહીં ડ્રગ્સના ધંધાનું મોટું દૂષણ છે.

આ જેલના એંસી ટકા કેદીઓ તો ડ્રગ્સના ગુનામાં જ અંદર આવેલા છે. ઉપરથી આવી છૂટ હોવાને કારણે આ જેલ-કમ-સોસાયટીની અંદર પણ ક્રાઇમ-રેટ ખાસ્સો ઊંચો છે, પરંતુ સત્તાધીશોને એની ખાસ ચિંતા હોય એવું લાગતું નથી. સંખ્યાબંધ પ્રવાસીઓ જેલ-ટૂરિઝમના ભાગરૂપે અહીં આવે છે, અહીંના માહોલનો અનુભવ લે છે અને ઘણા એનાં પ્રવાસવર્ણનો પણ લખતા રહે છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …