Breaking News

આ કામ કરવાથી યુવાની માં જ દેખાવા લાગો છો વૃધ્ધ સમય પહેલા જ યુવાની ઢળી જાય છે જાણો શું છે તે કામ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શુક્ર નીતિમાં અમુક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને વધારે કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઢળવા લાગે છે અને તે ઓછી ઉંમરમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે હંમેશા યુવાન દેખાવા માંગો છો અને ઉંમર પહેલાં વૃદ્ધ થવા માંગતા નથી, તો શુક્ર નીતિમાં જણાવવામાં આવેલ આ કાર્યોને વધારે કરવા નહીં. આ કાર્યોને જરૂરિયાત કરતાં વધારે કરવાથી તમારી યુવાની ઢળવા લાગે છે અને તમે વૃદ્ધત્વનો શિકાર બની જાઓ છો.

વધારે હરવું-ફરવું.ઘણા લોકોને હરવા ફરવાનો ખૂબ શોખ હોય છે અને તેઓ દરેક સમયે મુસાફરી કરતા રહે છે. વધારે હરવું-ફરવું શરીર માટે સારું હોતું નથી અને આવું કરવાથી યુવાને પર ખરાબ અસર પડે છે. વધારે હરવા-ફરવાથી શરીરને થાક લાગે છે અને ત્વચા ઉપર પણ ખરાબ અસર પડે છે. તેવામાં તમારી ઉંમર વધારે દેખાવા લાગે છે. જો તમને પણ ખુબ જ હરવા ફરવાનો શોખ હોય તો તમારે પોતાના આ શોખને ઓછો કરી લેવો જોઈએ અને વધારે સમય પોતાના ઘરે પસાર કરવો જોઈએ. વધારે મૈથુન કરવું.જે લોકો વધારે મૈથુન કરે છે, તેમની યુવાની પણ ઢળવા લાગે છે. જરૂરીયાત કરતા વધારે મૈથુન કરવાથી શરીર વૃદ્ધ થવા લાગે છે અને તમારી યુવાની ખતમ થઇ જાય છે. એટલા માટે વધારે પડતું મૈથુન કરવાથી બચવું જોઈએ.

વધારે મહેનત.અમુક લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને દરેક સમયે કામ કરતા રહે છે. વધારે કામ કરવાથી તમે સફળ જરૂર બની જાઓ છો, પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધારે મહેનત કરનાર વ્યક્તિના વાળ ખૂબ જ જલ્દી સફેદ થઈ જાય છે અને તેની ઉંમર વધારે દેખાવા લાગે છે. એટલા માટે તમારે કોશિશ કરવી જોઈએ કે ઓછું કામ કરો અને પોતાના માટે થોડો સમય જરૂર થી કાઢો.

વધારે વ્રત કરવા.ઘણા લોકોને વ્રત કરવાનો ખૂબ જ શોખ હોય છે, તો અમુક લોકો પોતાનું વજન ઓછું કરવા માટે વધારે વ્રત રાખતા હોય છે. વધારે પડતા વ્રત રાખવાથી શરીર પર તેનો સારો પ્રભાવ પડતો નથી અને શરીર વૃદ્ધત્વનો શિકાર બની જાય છે. એટલા માટે તમારે વધારે વ્રત રાખવા જોઇએ નહીં.આ કાર્યોને કરવાથી બચવું.ઉપર બતાવવામાં આવેલ કાર્યોનો ઉલ્લેખ શુક્ર નીતિમાં કરવામાં આવેલ છે. શુક્ર નીતિ અનુસાર આ કાર્યોને કરવાથી યુવાની ખૂબ જ જલદી ખતમ થઇ જાય છે. જોકે આ કાર્યો સિવાય પણ અમુક અન્ય કાર્યો છે, જેને કરવાથી પણ તમારી યુવાની પર અસર પડે છે.

વધારે પડતું ભોજન કરવું.વધારે પડતું ભોજન કરવાથી શરીરને નુકસાન પહોંચે છે અને તમે વૃદ્ધત્વનો શિકાર બની જાઓ છો. જે લોકો સંતુલિત માત્રામાં ભોજન કરતા નથી, તેઓ સ્થૂળતાથી ગ્રસ્ત થઇ જાય છે. શરીર પર સ્થૂળતા આવવાથી વ્યક્તિનું આયુષ્ય વધારે દેખાવા લાગે છે અને તેની યુવાની ખતમ થઇ જાય છે. એટલા માટે યુવાન દેખાવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે સંતુલિત માત્રામાં ભોજન કરો અને પોતાના શરીરનું ધ્યાન રાખો. સાથોસાથ શરીરને એકદમ ફિટ પણ રાખો.

વધારે તણાવ લેવાથી.કામનું તણાવ વધારે લેવાથી પણ તેની અસર શરીર પર પડે છે અને ઉંમર વધારે દેખાવા લાગે છે. એટલું જ નહીં જે લોકો વધારે તણાવનો શિકાર હોય છે તેઓને ઘણાં પ્રકારની બીમારીઓ પણ થઈ જતી હોય છે. એટલા માટે તમારે કોશિશ કરવી જોઈએ કે વધારે તણાવ લેવો નહીં અને હંમેશા ખુશ રહેવું. તે સિવાય તમારે કોઈપણ ચીજ વિશે વધારે વિચારવું પણ જોઈએ નહીં. વધારે વિચારવાથી મગજ પર તેની ખરાબ અસર પડે છે અને તેના કારણે પણ તમે વૃદ્ધત્વનો શિકાર બની જાઓ છો.

આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવન એક એવો મોહ છે. જેમાં પડી ગયા પછી ઇચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો. આ મોહ માયા ભરેલી દુનિયામાં ઘણું વધુ જીવવાની ઈચ્છા છે. પરંતુ વધુ સમય સુધી જીવવાને કારણે જ આ લોકો દુર્લભ અને મહત્વના જીવનકાળમાં એવી ભૂલો સતત કરતા રહે છે, જે તેમણે કટાણે ઘડપણ તરફ પહોંચાડી શકે છે. ક્યાંક તમે પણ જાણે અજાણે એવી બેદરકારી તો નથી કરી રહ્યા ને, જે તમારી ઉંમર ઓછી કરી રહ્યા હોય?

સાંભળીને વિચિત્ર લાગતું હશે. પરંતુ એ સત્ય છે. આપણા દૈનિક જીવનની સામાન્ય ટેવો છે જે આપણને સમય પહેલા ઘરડા બનાવી દે છે. આપણે જે રીતે ભોજનનું સેવન કરીએ છીએ તેની સીધી અસર આપણા આરોગ્ય ઉપર પડે છે. પરંતુ એ બધાથી અજાણ લોકો શોખ અને ભૂખનાં આવેશમાં જરૂરથી વધુ ભરી દે છે. જુદા જુદા સ્વાદ માટે અલગ અલગ પ્રકારના ભોજન કરવા જોઈએ. પરંતુ તેમાં અમુક એવી પણ વસ્તુ છે જે ખાતી વખતે આપણે તેના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું પડશે.

વનસ્પતિ તેલ.ફેશનના સમયમાં લોકો તૈલીય પદાર્થ ખાવાનું વધુ પસંદ કરે છે. આ તૈલીય પદાર્થ જેવા કે વનસ્પતિ તેલ, સોયાબીનનું તેલ વગેરે સીધા આપણી કોશિકાઓ ઉપર હુમલો કરી આપણને જરૂર કરતા વધુ નબળા નબવી દે છે. એટલા માટે જેને પહેલવાન બનવાનો શોખ હોય છે તે ભૂલથી પણ તેલમાં તળેલી વસ્તુ ન ખાય. જો ખાવું જ છે તો વનસ્પતિ તેલને બદલે નારિયેળ તેલનો ઉપયોગ કરો. જેતુનનું તેલ પણ આરોગ્ય માટે સારું રહે છે.

શુગર.લોકો શુગરનો સીધો અર્થ ખાંડ સમજે છે, પરંતુ એવું જરા પણ નથી. ખાંડ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુ છે જેમાં શુગર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં સલાડ, કેચપ, સોફ્ટ ડ્રીંક, મીઠાઈ, બટેટા વગેરે મુખ્ય છે. જે દરેક રીતે તમને નબળા કરવા માટે સક્ષમ હોય છે. આ વસ્તુના સેવનથી શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, જે કટાણે જ તમારી ત્વચાને કરચલી વાળું બનાવી દે છે.

આલ્કોહોલ.જો તમારા બધા અંગ સ્વસ્થ છે તો બહારની ત્વચા ઉપર ગ્લો જળવાયેલો રહે છે. આ આંતરિક અંગોમાં લીવર સૌથી મહત્વનું છે. અને આજના સમયમાં યુવાનથી લઇને ઘરડા બધા ડ્રીકિંગમાં જોડાયેલા હોય છે. કોઈ પણ તહેવાર કે લગ્નની વાત હોય ત્યાં સુધી જે ઘણા લોકો રેગ્યુલર દારુ પીવે છે. આલ્કોહોલનું પ્રમાણ વધુ પ્રમાણમાં થઇ જવાથી સ્કીનનું ગ્લો ફિક્કું પડી જાય છે, અને તમે ઘરડા દેખાવા લાગો છો. એવી ઝેરીલી વસ્તુથી દુર રહેવાનો પ્રયાસ કરો અને લીમીટમાં ડ્રીંક કરો. અને ના કરો તો સૌથી ઉત્તમ છે.

ફાસ્ટફૂડ.આ મુદ્દો છોકરીઓ માટે વધુ લાભદાયક હશે. કેમ કે હવે છોકરીઓને બોયફેન્ડથી પણ પહેલા ફાસ્ટફૂડ પસંદ હોય છે. ઘણા માણસોનું તો જીવન જ ફાસ્ટફૂડ ઉપર ચાલી રહ્યું હોય છે. સવારે નુડલ્સ તો સાંજે બર્ગર તેને સામાન્ય ભોજન તો જેમકે પસંદ જ નથી હોતું. પરંતુ ધ્યાન રાખો આ ખોટી ટેવ તમને કટાણે ઘરડા બનાવી દેશે.કેક.બાળકોની આઈસ્ક્રીમ પછી બીજી પસંદગી કેક હોય છે. ગળી વસ્તુ તમારી ત્વચાને પાતળી કરી દે છે. કેક સતત ખાવાથી તમારી ત્વચા એટલી નાજુક થઇ જાય છે જે થોડી એવી ઈજા થવાથી લોહી નીકળવા લાગે છે. તે પણ કટાણે ઘડપણના લક્ષણ છે.

મીઠું.આમ તો મીઠા વગર ખાવામાં સ્વાદ જ નથી આવતો, પરંતુ આ મીઠું વધુ ખાવાની ટેવ પડી જાય તો તમે યુવાની ગુમાવી દેશો. ખાતા પહેલા ઘણા લોકોના મનમાં વિચિત્ર વિચાર આવે છે, કે ક્યાંક મીઠું ઓછું ન પડી જાય. તે માથાકૂટમાં વધુ મીઠું ખાઈ લે છે. મીઠાના વધી જવાથી સોજો અને હાડકામાં દુ:ખાવાની ફરિયાદ વધી જાય છે. ત્યાર પછી પણ તમારું ફીટ રહેવાનું સપનું, સપનું જ બની રહેશે.

મસાલેદાર ખાવાનું.મસાલેદાર ખાવું માત્ર જોવામાં રોયલ છે, પણ તે આરોગ્ય માટે સૌથી નુકશાનકારક છે. તેમાં આવતા મસાલા આપણા લોહી ધમનીઓમાં જઈને સીધું ત્વચાને નુકશાન પહોચાડે છે. એટલા માટે યુવાન દેખાવું છે તો મસાલેદાર ખાવાનું લીમીટમાં જ ખાવ.

About bhai bhai

Check Also

આ વસ્તુઓ ખાધા પછી ક્યારેય ન કરો સં-ભોગ નહી તો આવી શકે છે મોટી સમસ્યા….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે લોકો રાત્રિભોજનમાં ઘણીવાર આવી ચીજો …