Breaking News

આ પ્રાણીનું દૂધ છે વિશ્વ માં સૌથી મોંઘું,એની ખાસિયત પણ ગજબ અને કિંમત પણ આસમાને….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.જયારે પણ કોઈની મજાક ઉડાડવી હોય તો એને ગધેડો કહેવામાં આવે છે. પણ માણસોની મજાકનો ભોગ બનનાર ગઘેડા હવે રૂપિયાનો ઢગલો કરી દેનાર ઉત્તમ પાલતુ પશુ બની જાય તો નવાઈ ના પામતા.

કારણકે એક નવા અને તાજા સંશોધન પ્રમાણે ગધેડીનું દૂધ એક ઉત્તમ ઔષધી પુરવાર થયું છે. આને પ્રયોગના અંતે ઓથેન્ટિક વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ગધેડીનાં દૂધમાં માતાના દૂધ જેટલા ઉત્તમ ગુણો રહેલા છે.દૂધ લગભગ બધા જ લોકો પીતા હોય છે પછી તે ગાયનું દૂધ હોય કે ભેંસનું દૂધ હોય કે બકરીનું દૂધ હોય કે ઉંટનું દૂધ હોય. દૂધ એક એવો ખોરાક છે જે ખાસ કરીને બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે.

દૂધ વિવિધ બિમારીઓમાં પણ ખૂબ લાભપ્રદ માનવામાં આવે છે.ભારત જેવા દેશમાં સૌથી વધારે ગાય અને ભેંસનું દૂધ લોકો પીવે છે. હવે સાઉદી અરબની વાત કરીએ તો અહીં સૌથી વધારે ઉંટડીનું દૂધ પીવામાં આવે છે. આજે અમે તમને એક એવા પ્રાણી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું દૂધ એટલું મોંઘુ છે કે તમે વિચાર્યું પણ નહીં હોય.અને આ જાહેરાત સાથે ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં ગધેડીનું દૂધ રૂપિયા 2000 ના ભાવે વેચાતું થઇ ગયું છે.

આ રીતે ગધેડીના દૂધના ભાવ રાતો રાત વધી જવાનું કારણ એ છે, કે આધુનિક વિજ્ઞાને એ વાતની માન્યતા આપી દીધી છે કે ગધેડીના દૂધમાં ભરપૂર માત્રામાં રોગ પ્રતિકારકના તત્વો છે. જે શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી સામે લડવા માટે સક્ષમ છે, નવા જન્મેલા બાળકને આસ્થમાં, ટીબી, ગળાના રોગોથી દૂર રાખે છે.જે પ્રાણીની અમે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ ગધેડી છે, હા ગધેડીનું દૂધ વિશ્વમાં સૈથી મોંઘુ વેચાય છે કારણ કે તેના દૂધમાં પુષ્કળ પોષક તત્વો અને જરૂરી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગધેડીના માત્ર 10 મીલીલીટર દૂધની કીંમત 30થી 40 રૂપિયા સુધીની છે.સામાન્ય રીતે આપણે કોઈ માણસ જો યોગ્ય રીતે કામ ન કરે અથવા તે તમારી વાત માને નહીં ત્યારે તે વ્યક્તિને તમે ગધેડા જેવો કે ગધેડો કહેતા હોવ છો. પણ હવે જ્યારે તમે જાણી ગયા છો કે ગધેડીના દૂધની કીંમત આટલી બધી છે ત્યારે હવે તમારા મોઢામાંથી કોઈ વ્યક્તિ માટે આવો શબ્દો નિકળતા થોડો વિચાર થશે.

તમે માનો કે ન માનો ગધેડીનું દૂધ એ દેશની કોઈ પણ પ્રિમિયમ બ્રાન્ડેડ ડેરીના દૂધ કરતાં ક્યાંય મોંઘુ છે. તેની આ કિંમત તેમાં સમાયેલા મેડિસિનલ ગુણો, બ્રીધીંગ સમસ્યાને દૂર કરતા ગુણો, શરદી, ઉધરસ વિગેરેને દૂર કરે છે માટે આટલી વધારે છે.જાણકારી માટે જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમ જિલ્લાના પશુ પાલન વિભાગના જોઈન્ટ ડિરેક્ટર વેંકટેસવર રાવ જણાવે છે કે મેડીકલ ક્ષેત્રે ગધેડીનું દૂધ માતાના દૂધ જેવું પુરવાર થાય છે. અને માતાનું દૂધ નવજાત શિશુને દરેક પ્રકારના રોગ સામે રક્ષણ આપે છે.

એવી જ રીતે ગધેડીનું દૂધ પણ વિવિધ રોગો સામે રામબાણ ઈલાજ સાબિત થાય છે. શું તમને ખબર છે કે ગધેડીની દૂધનો ઉપયોગ ચામડીની કોમળતા અને ચમક જાળવી રાખવા પણ થાય છે.આ દૂધની ખાસીય એ છે કે તેને સવારે નરણા કોઠે એટલે કે ખાલી પેટે જ પીવામાં આવે છે. અને ગધેડીનું દૂધ ખાસ કરીને બાળકોમાં થતી શરદી તેમજ ઉધરસને દૂર કરે છે. ગધેડીનું દૂધ એટલા માટે પણ મોંઘું છે કારણ કે તે દીવસમાં ખૂબ જ ઓછું દૂધ આપે છે.

એક માહિતિ પ્રમાણે ગધેડી દિવસનું માત્ર 100 એમએલથી 200 એમએલ દૂધ જ આપે છે. ગધેડીના દૂધનો ધંધો કરનાર વ્યક્તિનું કેહવું છે કે તેણે એક ગધેડી 30000 રૂપિયામાં ખરીદી હતી અને હવે તે દિવસના લગભગ 500-700 રૂપિયા તેનું દૂધ વેચીને કમાઈ લે છે. જોકે ગધેડીનું દૂધ શહેરી વિસ્તારો કરતાં ગામડાઓમાં વધારે લોકપ્રિય છે.ગધેડીનું દૂધ વેચનાર જણાવે છે કે ગધેડીના દૂધની માંગ માત્ર ચોમાસા અને શિયાળામાં જ વધારે રહેતી હતી કારણ કે તે સમય દરમિયાન બાળકોમાં શરદી તેમજ ઉધરસની સમસ્યા વધારે રહેતી હતી.

તે એ પણ ચિંતા જતાવે છે કે ગધેડાની ઘટતી વસ્તીના કારણે આ ધંધો ટકાવવો મુશ્કેલ બન્યો છે.એક ગૃહીણી કે જેણી પોતાના બાળક માટે ગધેડીનું દૂધ ખરીદે છે તે કહે છે કે તે આ દૂધ એટલા માટે ખરીદે છે કારણ કે સદીઓથી ગધેડીના દૂધથી ઘણાબધા સ્વાસ્થ્યને લાભ પહોંચાડતા પોષકત્ત્તવો રહેલા છે તેવું કહેવામાં આવ્યું છે. આ દૂધથી ખાસ કરીને બાળકોને ખૂબ લાભ થાય છે.સાથે જ એવું કહેવાય છે કે મિશ્રની મહારાણી ક્લિયોપેટ્રા ચામડીની ખુબસુરતી જાળવી રાખવા માટે ગધેડીના દૂધથી નાહતી હતી.

આ મહારાણી વર્ષો સુધી 16 વર્ષની સુંદરી જેવી દેખાતી હતી, અને એનું કારણ લોકો ગધેડીના દૂધને આપે છે. જુદા જુદા કોષેમેટિક વસ્તુ બનાવવામાં પણ ગધેડીના દૂધનો ઉપયોગ થાય છે.રસપ્રદ વાત એ છે કે ગધેડીના દૂધનું ઓનલાઈન વેચાણ પણ થઈ રહ્યું છે. જી હા, હમણાં ગધેડીનું દૂધ હવે ઘરે બેઠા ઓનલાઇન એમેઝોન ઉપરથી માગવી શકો છો. ગધેડીના દૂધ માંથી અનેક ડેરી પ્રોડક્ટ પણ બને છે જેમાં મોંઘા માં મોંઘી વસ્તુ પનીર છે. ગધેડીના 25 લીટર દૂધ માંથી 1 કિલો પનીર બને છે.

જેની કિંમત છે ફક્ત 68,000 રૂપીયા, આટલી ઉંચી કિંમત હોવા છતાં ગધેડીના દૂધનું પનીર બનાવનારી કંપનીઓને ઢગલા બંધ ઓડૅર મળે છે. આ પનીર મુખ્યત્વે સાયબેરિયાના જેસાવિકા શહેરમાં બને છે. અને દુનિયાના જુદા જુદા દેશોમાં મોકલવામાં આવે છે. યુરોપના ઘણા દેશોના લોકો ગધેડીના દૂધને એક ટોનિક તરીકે ઉપયોગ કરે છે.એ વાત અલગ છે કે હજુ સુધી ભારતમાં ગધેડીના દૂધની બાબતે વધારે જાગૃતિ આવી નથી, પણ આંધ્રપ્રેદેશના તટીય વિસ્તારોમાં ઘણા વણજારા ગધેડીનું દૂધ વેચીને સારી એવી કમાણી કરતા થઇ ગયા છે.

તેલંગાના રાજ્યના આદિલાબાદ શહેરની આસપાસ ચાર પરિવારનું એક વણજારાનું ગ્રુપ 20 જેવી ગધેડી લઈને ફરે છે. અને ગધેડીની દૂધનો વેપાર કરે છે. ગધેડીનું દૂધ મોંઘુ હોવા છતાં આ વણજારાના ગ્રુપ પાસે લેવા પડા પડી કરે છે. એક કપ દૂધ તેઓ 200 રૂપિયામાં વેચે છે. બેંગ્લોર અને ચેન્નઈ જેવા શહેરોમાં પણ ગધેડીના દૂધની ખુબજ માગ છે. અસ્થમા, વા અને સાંધાના દુખાવામાં ગધેડીના દૂધનું સેવન ઝડપી અને ચમત્કારી અસર કરે છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગધેડીનું દૂધ મોટી મોટી દુકાનોમાં બોટલ તેમજ ટેટ્રા પેકમાં વેચાય છે. ગધેડીના દૂધનો ધંધો નવો છે પણ કરવા જેવો છે.

જેના બે મુખ્ય કારણો છે. 1 ગધેડાનો નિભાવ ખર્ચ સાવ ઓછો આવે છે અને 2 દૂધ આપતી ગધેડીને કોઈ વિશેષ પ્રકારનો પશુ આહાર પણ આપવો પડતો નથી. વળી દૂધની માગ પુષ્કણ છે.માટે દરેક રાજ્યના પશુ પાલન વિભાગમાં આ વિષયની માહિતી સરળતાથી મળી રહે છે. અમારે પોતાને આ ધંધો શરુ કરવો હતો પણ ઘરવાળીએ નાં પડી દીધી જેથી મારા માટે આ વિષેની તમને લોકોને જાણકારી આપવામાં વધારે સારું લાગે છે, તમારે જો આ ધંધો ચાલુ કરવો હોય કે ના હોય પણ આમારા પેજને લાઈક અને આ લેખને સેર કરવાનું ના ભૂલતા. જેથી કરીને ગધેડાનો મહિમા સમજી સકે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …