Breaking News

આ રીતે જમનારા લોકો હોય છે હમેશા બિમારી થી ઘેરાયેલા,જો તમે પણ કરો છો આ ભુલ તો થઈ જાવ સાવધાન…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ ઉભા ઉભા જમો છો તો થઈ જાવ સાવધાન નહિ તો આપી શકો છો મોટી બિમારીને આમત્રણ તો આવો જાણીએ કે ઉભા ઉભા જમવાથી કેવી તકલીફો નો સામનો કરી શકો છો આજકાલની વ્યસ્ત લાઈફમાં લોકો પાસે શાંતિથી જમવાનો પણ સમય નથી હોતો. સવારે ઓફિસ જતી વખતે હાથમાં રોટલીનો રોલ બનાવીને કે બ્રેડ જામ લઈને ભાગે છે અથવા તો બીજા કામ કરતા કરતા જ ઉભા ઉભા જમવાનું પતાવી દે છે.

 

પણ શું તમે જાણો છો કે આ રીતે જમવું ન જમવા બરાબર જ છે. જુઓ, આ છે જમવાની સાચી રીત મિત્રો અત્યારના સમયમાં દરેક લગ્ન-પ્રસંગોમાં ઉભા રહીને જમવાની સિસ્ટમ ચાલુ છે, જે આપણા માટે ઘણા નુક્સાનનું કારણ બને છે. તમે ગામડામાં જોશો તો ત્યાં બધા નીચે બેસીને જ જમે છે તેથી તે લોકો સ્વસ્થ અને નિરોગી હોય છે. નીચે બેસીને જમવાથી ખોરાકની નુકસાની નથી થતી અને આપણે સારી રીતે ખોરાકનું સેવન કરી શકીએ છીએ.

પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા, પછી લોકો ટેબલ-ખુરશી પર જમવા લાગ્યા અને હવે એવો સમય આવી ગયો છે કે લોકો ઉભા રહીને જમે છે. જો કે આ ટેવ એકદમ ખોટી છે અને તેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ પણ વધે છે. ઘણા લોકો એવા પણ છે જેમને આની જાણકારી નથી અને આ કારણે તેઓ ઉભા-ઉભા જમવાનું બંધ કરતા નથી. આવી રીતે જમવાથી થતા શારીરિક નુકસાન જાણીને તમે આજથી જ તમારી આ ખરાબ આદતને બદલી નાખશો. ચાલો અમે તમને જણાવીએ ઉભા રહીને જમવાથી થતા નુકસાન વિશે.

ઉભા રહીને જમવાથી મન હંમેશાં પરેશાન રહે છે જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. મનની અશાંતિ સિવાય ઉભા રહીને જમવાથી એકાગ્રતા પણ ઓછી થાય છે, જેના કારણે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં મુશ્કેલી આવે છે સૌથી પેહલા ઉભા રહીને જમવાથી તમે સ્વસ્થ અનુભવતા નથી. ઉભા રહીને જમવાથી તમે જરૂર કરતા વધુ જમી લો છો જેના કારણે તમારો વજન વધી શકે છે. આ સિવાય બેસીને જમવાથી વ્યક્તિને જેટલો આનંદ અને સંતોષ મળે છે તેટલો ઉભા રહીને જમવાથી નથી મળતો

ઉભા રહીને જમવાથી તમારી પાચન શક્તિ નબળી પડી શકે છે, જેથી તમારો ખોરાક સરળતાથી પચતો નથી અને તમને ગેસ, એસીડીટી અને અપચા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ઉભા રહીને જમવું એ આંતરડા માટે પણ નુકસાનકારક છે. આ દૈનિક ટેવ આંતરડાના સંકોચનનું કારણ બની શકે છે, જે સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે મિત્રો ઉભા રહીને જમવાથી આપણા શરીરમાં ઘણા રોગો ઉત્પન્ન થાય છે,

જેમાં કિડનીમાં પથરી થવી અને લીવરના રોગો જેવી સમસ્યા પણ થઈ શકે છે તેથી હંમેશા નીચે બેસીને જ જમવું જોઈએ આપણે ઉભા રહીને જમીએ છીએ ત્યારે આપણે સેંડલ અથવા બુટ પહેરીને જમીએ છીએ. આયુર્વેદ અનુસાર આપણે જયારે જમીએ ત્યારે આપણા પગ ઠંડા હોવા જોઈએ. જયારે આપણે નીચે બેસીને જમીએ છીએ ત્યારે આપણે સેંડલ અને બુટ કાઢી નાખીએ છીએ જેથી આપણા પગ ઠંડા રહે અને આપણો ખોરાક સરળતાથી પચી શકે.

સુખી જીવન માટે જરૂરી છે બેલેન્સ ડાયટ. બધા લોકો પ્રયત્ન કરતા હોય છે કે સારું ખાવું જોઈએ જેનાથી શરીરને ફાયદા થાય. મોટાભાગના લોકો પોતાના ખાવા-પીવાને લઈને બહુ ધ્યાન રાખતા હોય છે, પરંતુ આ સાવધાની સાથે સાથે શાસ્ત્રોમાં કહેવામાં આવેલી વાતોનું ધ્યાન રાખીયે તો કયારે શરીરને તકલીફો નહી થાય.જે રીતે પૂજા-પાઠ કરવા માટે વિધી હોય છે તેવી જ રીતે જમવા માટે પણ દિશાનું મહત્વ છે. આજે અમે તમને જણાવીશું જમવા માટેની દિશા અને જમતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું.

હંમેશા પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોઢુ રાખીને જમવાથી શરીરમાં તાકાત વધે છે. કયારે પણ ભૂલથી પશ્ચિમ અને દક્ષીણ દીશા તરફ મોઢુ રાખીને ના ખાવું જોઈએ. દક્ષિણ દીશા તરફ મોઢુ રાખીને જમવાથી શરીરમાં બીમારીઓ થઈ શકે છે. ધ્યાનમાં રાખવું કે ખાવાના વાસણ હંમેશા ચોખ્ખા હોવા જોઈએ કયારે પણ તૂટેલા વાસણમાં ના જમવું જોઈએ.હંમેશા બેસીને ખાવુ જોઈએ કયારે પણ ઉભા રહીને ના ખાવુ જોઈએ.

બેસીને ખાવાથી ઈન્ડાઈઝેશન અને એસીડીટી જેવી સમસ્યાથી બચી શકાય છે. જમતા પહેલા શરીરના પાચ અંગોને સ્વચ્છ રાખવા જોઈએ, બંને હાથ, પગ અને મોઢું સારી રીતે ધોઈ લેવું. એવુ માનવામાં આવે છે કે શરીરના અંગોને સાફ કરીને ખાવાથી સ્વાસ્થય સારું રહે છે અને આયુષ્ય પણ વધે છે.જયારે તમે ખાવાનું બનાવો છો ત્યારે કોઈની ખરાબ વાતો ના કરવી અને કોઈના પણ માટે ખરાબ વિચાર કરીએ છીએ, ત્યારે તેની અસર ખાવાના સ્વાદ પર પડે છે

હંમેશા શાંત મને ખાવાનું રાંધવું જોઈએ તેનાથી ખાવાનું સારું બનશે અને ઘરમાં કયારે અનાજની અછત ઉભી નહી થાય. જમવાનું બનાવતી વખતે પહેલા ભગવાનને યાદ કરવા અને એમનો આભાર માનવો. પીરસવામાં આવેલ જમવાનું કયારે પણ એઠું છોડી અપમાન ના કરવુ જોઈએ.જમીન પર બેસી જમવાથી મન એકદમ શાંત રહે છે જમીન પર બેસીને જમવાથી લોહીનું સર્ક્યુલેશન જળવાઈ રહે છે જમીન પર બેસીને જમવાથી પાચન ક્રિયા ઝડપથી થાય છેજમીન પર બેસીને ભોજન લેવાથી માત્ર જમવામા જ ધ્યાન રહે છે, પરિવાર સાથે આત્મિયતા વધે છે અને એકદમ આનંદથી ભોજન લઇ શકાય છે.

જમીન પર બેસી ભોજન લેવાથી જડપથી ઘડપણ આવતું નથી અને કરોડરજ્જુ અને પીઠ સંબંધિત કોઇ સમસ્યા થતી નથી પદ્માસન કે સુખાસનની સ્થિતિમાં જમીન પર બેસીને જમવું. આ રીતે બેસીને જમવાથી શરીરમાં લચીલાપણું આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે હંમેશા આરામથી બેસીને જમવું જોઈએ વ્યવસ્થિત ચાવીને જમવાથી પેટ પણ ભરાય છે અને પાચનતંત્ર હેલ્ધી રહે છે જમવામાં બિલકુલ ઉતાવળ કરવી નહીં.જમતી વખતે વાતો કરવી નહીં જમતી વખતે ટીવી-મોબાઈલ વગેરેથી દુર રહો પથારી પર કે ઉભા-ઉભા જમવું નહિં.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *