Breaking News

આજેજ કરીલો આ રામબાણ ઉપાય વાળ ખરતાં રોકશે અને વાળને કરશે જડમુળ થી મજબૂત

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં વાળને લગતી સમસ્યાથી બધાં જ પરેશાન છે. વાળ ખરતાં હોય તો ચિંતા થવા લાગે છે. ગમે તે કરી લઈએ તેમ છતાં વાળ ખરતા રોકાતા નથી. હકીકતમાં વાળને હેલ્ધી રાખવા માટે ડાયટ, એક્સરસાઈઝ, હેલ્ધી ફૂડનું સેવન, અસરકારક ઉપાયો સહિત ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર તમારી વાળની સમસ્યાઓ ક્યારેય દૂર નથી થાય. જો તમે પણ ભરાવદાર, લાંબા અને મુલાયમ વાળ ઈચ્છો છો તો આ નુસખાઓથી વાળને પૂરતું પોષણ પણ મળશે અને કેમિકલની ઝંઝટ ખતમ થઈ જશે. ચાલો જાણી લો.

નારિયેળનું દૂધ પણ પોષણ આપે છે. અઠવાડિયામાં એકવાર નારિયેળના દૂધથી વાળમાં માલિશ કરવી. મેથીના દાણાને રાતભર પલાળી દો. સવારે પેસ્ટ બનાવી વાળમાં લગાવો. પછી વાળ ધોઈ લો. સૌથી સારો અને સરળ ઉપાય છે વાળની સ્કેલ્પને હેલ્ધી રાખવા માટે સ્કેલ્પમાં નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. વાળમાં એરંડિયાના તેલથી માલિશ કરો. આ વાળને ખરતાં અટકાવે છે.બટેટામાં વિટામિન એ, બી અને સી હોય છે. આના રસને વાળમાં લગાવી અડધો કલાક પછી ધોઈ લેવા.ઈંડામાં 2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરી વાળમાં માલિશ કરો.ડુંગળીને પીસીને તેનો 2 ચમચી રસ કાઢો.

આ રસથી હળવા હાથે માથામાં માલિશ કરો.નારિયેળ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરી વાળના મૂળમાં લગાવો. આનાથી વાળ લાંબા થશે અને મજબૂત બનશે.ઓલિવ ઓઈલથી ત્રણ દિવસે એકવાર વાળમાં માલિશ કરવી. આનાથી વાળને દરેક પ્રકારનું પોષણ મળે છે અને વાળ લાંબા તેમજ મુલાયમ થાય છે.આમળાનો મુરબ્બો ખાઓ. તમે ઈચ્છો તો કાચાં આમળા પણ રોજ ખાઈ શકો છો. આમળાના તેલથી વાળમાં માલિશ કરો. એલોવેરા જ્યૂસ પીવાથી પણ વાળને પોષણ મળે છે અને વાળ ઘાટા અને મુલાયમ થાય છે.

નારિયેળ અને તલના તેલમાં જાસુદના ફુલની પેસ્ટ મિક્સ કરીને પંદર મિનિટ માટે લગાવો. અડધો કલાક પછી વાળ ધોઈ લો. વાળને મુલાયમ અને કાળા બનાવવા માટે શિકાકાઈ પલાળીને તેને વાળમાં લગાવો. આનાથી વાળ કાળા અને ભરાવદાર થશે.સરસવના તેલને ગરમ કરી તેમાં નારિયેળનું તેલ, તલનું તેલ, એરંડીયુ મિક્સ કરી તેલ બનાવો. આનાથી વાળમાં માલિશ કરો.અરીઠા અને આમળા પણ વાળને પોષણ આપે છે. તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. આનાથી વાળને પણ પોષણ મળશે.તલનું તેલ વાળ માટે ખૂબ જ સારું છે, આ તેલથી વાળના મૂળમાં માલિશ કરો, વાળ ભરાવદાર થશે.

હેરફોલનાં બાહ્ય કારણોમાં મુખ્યત્વે તેલ નહીં નાંખવાની ફેશન તથા જલદ કેમિકલ્સવાળા શેમ્પુઓ અને સ્પ્રે જવાબદાર છે.આયર્ન અને પ્રોટીનથી સમૃદ્ધ વસ્તુઓ ખાઓ,ખરેખર, આહારની સારી કાળજી ન લેવાથી વાળને લગતી સમસ્યાઓ થાય છે. આ માટે આયર્ન અને પ્રોટીન સમૃદ્ધ વસ્તુઓનું સેવન કરીને આ સમસ્યાઓને ટાળી શકાય છે. આ સ્થિતિમાં લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, ડ્રાયફ્રૂટ, સૂર્યમુખી, ચિયા બીજ, દહીં, ખાઓ. આનાથી શરીરને યોગ્ય પોષણ મળશે.

જેથી વાળ જડમૂળથી મજબૂત થશે. ઉપરાંત, વાળ લાંબા, જાડા કાળા થવા માટે મદદ કરશે.નિયમિત ગાયનું દૂધ પીવું. રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવું.માથાનું તેલ, ગળીના છોડના પાન, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષધિઓને કોપરેલમાં પ્રોસેસ કરીને બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. આ હેર ઓઈલનું માથાના વાળના મૂળમાં હળવા હાથે આંગળીઓથી મસાજ કરવું.

નાની ઉંમરમાં પડતી ટાલમાં આ માથાનું તેલ અને સાથે હાથીદાંત, રસવંતીની ભસ્મની પેસ્ટ બનાવીને ઘસવામાં આવે તો વાળનો પુનર્વિકાસ (છયલજ્ઞિૂવિં) થવાની સંભાવના વધી જાય છે. ઉંદરીના ચકામામાં વાળ ચોક્કસ આવે છે.માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો,માઇલ્ડ શેમ્પૂથી હંમેશા વાળ ધોવા. કુદરતી વસ્તુઓથી તૈયાર શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળ સાફ થાય છે. સાથે સ્કેલ્પ પર રહેલા સીબમ ઓછા થવા , ધૂળ-માટીથછી બચાવ થાય છે.કુદરતી રીતે કન્ડિશનિંગ કરો,તમે ઘરે કુદરતી વસ્તુઓથી વાળ માટે કંડિશનર તૈયાર કરી શકો છો.

બાઉલમાં 4 ચમચી રોઝમેરી, 1 ઇંડું, 1 ચમચી એલોવેરા જેલ, 2 ચમચી દહીં, 1-1 ચમચી આમળા, રીથા, શિકાકાઈ અને મુલતાની માટી પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી આખી રાત રાખી મુકો. તેને સવારે 1-2 કલાક વાળ પર લગાવી માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ વાળને મૂળમાંથી મજબૂત બનાવશે. સાથે જ તે વાળને લાંબા, મજબૂત અને ભરાવદાર કરવા ફાયદાકારક છે.હેર વોશ,શિકાકાઈ, જેઠીમધના સમન્વયથી બનાવેલા ક્લિન્સરથી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે.

ખોડો, ખંજવાળ તત્કાળ દૂર થાય છે. ગોદંતી ભસ્મ, સુવર્ણ વસંત માલતી, લઘુવસંત માલતી, સપ્તામૃત લોહ, અગ્નિતુંડી, પુનર્નવા મંડૂર, સહજ શુદ્ધિ વગેરેથી વાળ ખરતાં તો અટકે છે. ઉપરાંત વાળનો જથ્થો વધે છે અને વાળ ચમકીલા બને છે.મસાજ,વાળને મજબૂત કરવા માટે, તેની માલિશ કરવી જરૂરી છે. નહિંતર વાળ મૂળથી નબળા થઈ જાય છે અને ખરવાના શરૂ થાય છે. આ માટે તમે બદામ, નાળિયેર, એરંડા, ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.તેને લગાવવા માટે કોઈપણ તેલને નવશેકુ ગરમ કરો અને હળવા હાથથી વાળની ​​મસાજ કરો. પછી તેને 1 કલાક અથવા આખી રાત રહેવા દો.

બાદમાં માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. જે વાળને મૂળથી મજબૂત બનાવશે અને વાળ ખરવાની સમસ્યાથી રાહત મળશે.ભીના વાળમાં કાંસકો ન કરો,જો તમે ભીના વાળ પર કાંસકો કરો છો, તો આ ટેવ બદલો. ખરેખર, ભીના વાળ મૂળ કરતાં નબળા છે. આવા કિસ્સામાં, તેમને કાંસકો વાળ ખરવાનું કારણ બને છે. આ માટે હંમેશા વાળને સુકાવો.જેમને વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તેમણે બજારમાં મળતાં અને દાવાઓ કરતાં તેલ-શેમ્પુ કે લોશન વગેરે પાછળ સમય અને પૈસા બરબાદ કરવાને બદલે કોઈ નિષ્ણાત ચિકિત્સકની સલાહ લઈ, વાળ ઉતરવાનું મૂળ કારણ શોધી તેની સારવાર કરાવવી જોઈએ.

હેર ડ્રાયરનો ન કરવો ઉપયોગ,વાળ સુકાવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં. હકીકતમાં, તેમને ઉચ્ચ તાપમાને સૂકવવાથી વાળ મૂળમાંથી નબળા પડે છે. આવી સ્થિતિમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.કેમિકલ્સવાળા શેમ્પૂથી રહો દૂર,જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરે છે તો કેમિકલ્સ વાળ શેમ્પુનો ઉપયોગ ન કરવો જોઇએ. ખરેખર, શેમ્પુ વાળને મૂળથી કમજોર કરે છે. એવામાં વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.ખરતાં વાળ,હંમેશા વિટામિન બી6 અને ફોલિક એસિડની ઉણપથી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

તો વળી ન્યુટ્રિશન્સ ફૂડ ન લેવાથી, સ્ટ્રેસ, થાક અને કોઇ લાંબી બીમારીને કારણે પણ આવું બનતું હોય છે. આવામાં તમે એક કપ મસ્ટર્ડ ઓઇલ (સરસવના તેલ)ને ઉકાળો. તેમાં ચાર ચમચી મહેંદી મિક્સ કરીને થોડા સમય સુધી મૂકી રાખો. આ મિશ્રણને ફિલ્ટર કરી બોટલમાં મૂકી રાખો. આ ઓઇલથી રોજ મસાજ કરો. જો વાળને લઇને ગંભીર સમસ્યા લાગી રહી હોય તો નિષ્ણાંતનો સંપર્ક કરીને જ આગળ કોઇ પગલું ભરવું.તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે.

આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું.

આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળમાં નવી જાન આવી જશે. સાથે જો તમને ડેંડ્રફની સમસ્યા હશે તો તે પણ જડથી દૂર થઈ જશે.

મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિકક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંદ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.

ખરતા વાળને અટકાવવા માટે દહીં અત્યંત કારગર ઘરેલૂ નૂસખો છે. દહીંથી વાળને પૂરતું પોષણ મળી રહે છે. જેથી વાળ ધોવાને 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું જોઈએ જ્યારે વાળ સૂખાઈ જાય ત્યારે વાળને ધોઈ નાખવા.આવું નિયમિત કરવાથી વાળની કોઈપણ સમસ્યા સર્જાતી નથી અને વાળ હેલ્ધી રહે છે.તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જશે. મધ ઘણી બિમારીઓમાં કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.

મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.તાજા આમળાનો રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.

સાથે ચોમાસામાં વાળ શુષ્ક અને રૂક્ષ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક પડી શકે.

અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો.

કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું. મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે.

તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો.વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.

માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે.૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.ખરતા વાળને અટકાવવા માટે યોગ,શું વાળ ઓળતી વખતે તમે કરોડરજ્જૂમાં એક ઝણઝણાટી અનુભવો છો? તો તમે યોગ કરો જેથી તમે ખરતા વાળ રોકી શકો.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …