Breaking News

આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહી અને માં મેલડી જેવી કોઈ માતા નહી,જાણો માં મેલડીનો ઇતિહાસ અને ચમત્કાર….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ શ્રી મા મેલડી વિશે કહેવાય છે કે આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહી અને માં મેલડી જેવી કોઈ માતા નહી.શુભ આરંભ કરું મા મેલડી, સમરું સરસ્વતી માત ભૂલ ભ્રાંતિ આવે નહિઁ એ તો મા મેલડી તણો પ્રતાપ.જગ જનની મા જોગણી, પૂજું તારા પાય આશા કરી આવે મા બાલુડાં એ તો હસતાં રમતાં જાય.ખમ્માનો મા કરજે ખમકારો એમ વિનવે તારો દાસ, આનંદ સૌને ઉપજાવે જે મા રહેજે ભક્તોની પાસ.

મિત્રો રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે. અમરૈયા નામના અસુરે બ્રમાંડમાં હાહાકાર મચાવી દીધો હતો. બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેવોની વાત સાંભળી મા દૂર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા બન્ને વચ્ચે દ્વંદયુદ્ધ થયું. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. આખતે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામે આવી એક સરોવરમાં છૂપાય ગયો. મા દૂર્ગાએ નવદૂર્ગાનું રૂપ લઈ સરોવરનું બધુ પાણી પી ગયો ગયા. આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છૂપાય ગયો.

આખરે નવદૂર્ગાએ મળી એક શક્તિ ઉત્પન કરવાનો નિર્ણય કર્યો દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા.  આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.શ્રી મેલડી માડી વસ્તુત: યુદ્ધની દેવી છે. જ્યારે દેવ શક્તિયા માયાવી દેત્યોથી હારવા લાગી કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયી ત્યારે એમનું પ્રાગટય થયું. તેણે પહેલા દુષ્ટ દેત્યોથી યુદ્ધ કરી તેનું સંહાર કર્યું.

પછી કામરૂ જઈને કામાખ્યાની દુષ્ટ શક્તિયોથી યુદ્ધ કર્યું. ર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ, નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુધ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવદુર્ગાને પુછ્યુ કે હવે મારે કયુ કાર્ય કરવાનુ છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઇને તેમણે આ દેવીની અવગણના કરીને તેમને દુર જતા રહેવા જણાવ્યુ.

તે સાંભળીને માતાજીને બહુ ખોટુ લાગ્યુ. તેથી તેઓ પોતાને શુધ્ધ કરવા સ્વયંમ્ ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે જેથી તેમને પોતાના શરીરને શુધ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યુ એટલે ભોલેનાથે સ્વયંમ્ પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સીધુ માતાજી ઊપર ગંગાજીના શુધ્ધ જળની ધારા વહેવડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા. ત્યારબાદ હવે મારૂ નામ શું રાખવાનુ છે.

ત્યારે ભોલેનાથે કહયું કે તમે નવદુર્ગાને જઇને પુછી આવો ત્યારે માતાજીએ જણાવ્યુ કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવુ. જોઇએ. ત્યારે ભગવાન ભોલેનાથે તેને આર્શીવાદ આપતા જણાવ્યુ કે તમારે પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા જોડે યુધ્ધ કરવા આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્યા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનુ ચક્ર આપ્યું.

ત્યારબાદ શંકર ભગવાને પોતાનુ ત્રિશુલ આપ્યુ. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા.તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક્ક માટે સ્વયંમ લડ્યા અને તેઓ વિજયી બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝુકવુ પડ્યુ અને આમ નવદુર્ગાનો પરાજય થયો. આમ માતાજી પોતાના નામ અને હક્ક નાટે નવદુર્ગા સાથે યુધ્ધ કરીને જીતી ગયા. તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યુ કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારૂ નામ શ્રી મેલડી માઁ રાખવામાં આવેલ છે. મે લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડી માઁ રાખવામાં આવ્યું છે.

આથી તેણે યુદ્ધ અને શસ્ત્ર પ્રિય છે ક્યારે એણે ક્રોધ આવે છે તો એના દાંત લોખંડની જેમ કઠોર થઈ જાય છે. એના મેત્રોમાંથી આગ બરસે છે. એનું વર્ણ ક્રોધાવાશમાં કાળું થઈ જાય છે. તે સમતે તેણે શત્રુ ના સંહાર સિવાય બીજું કાંઈ નહી સૂઝાય છે. દુષ્ટો માટે આ કાલરૂપણી જ છે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઇ તકલીફ પડવા દે ખરી. અને જો કોઇ તકલીફ પડે તો તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે.

આમ મેલડી માઁ પોતાના ભક્તોને માટે લડીને તેમના દુ:ખ, દર્દ, તકલીફ જે કોઇ હોય તે દુર કરે છે પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનુ નામ ન હતુ. ત્યારે નનામી ના નામ થી જાણતા (ન નામી) એટલે (નામ વગરની) પ્રથમ માં નનામી ના નામ થી પ્રખ્યાત થયા.આમ મેલડી માં ની ઉત્પતિ થઇ જેથી મેલડી માં સ્વયંમ્ ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે. તેમણે આશિર્વદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. દરેક જાતના‚ દરેક ભાતના લોકો તમને પૂજશે. તેમણે વાહન સ્વરૂપે બોકડા ને પસંદ કર્યો છે.

તેના પર સવાર થઇને તમે આખા જગતનો ઉધ્ધાર કરવા પ્રગટ થયા છો. જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે. ઠેર-ઠેર તમારી ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે. કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાતા થશો દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણ-ગાન ચારે કોર ફેલાવી તમને કળિયુગના દેવી તરીકે પૂજાતા કરશે. મહાશક્તિ મેલડી માં તરીકે પૂજાય છે. શ્રી મેલડી માં એ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલુ તેથી મેલડી માં ચોખ્ખા ઉગતાની મેલડી માં તરીકે પૂજાય છે.

તેઓ મેલા દેવી નથી જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે.માતાજી ખૂબ દયા ના સાગર છે. માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે. યુદ્ધમાં મેલડી માના સ્મરણથી, માની સહાયથી ચોક્કસ જીતાય છે.માં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે. જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે, ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે. કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે.

આને મેલડી માની ચોકી મૂકી કહેવાય છે વાસના નાકે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવે છે.મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે. જેમકે મુન્જપરીની મેલડી, વાણીયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વણજારાની મેલડી, વાઘરીની મેલડી, મડાખાઉંની મેલડી, આવા અનેક નામે મેલડી માં પ્રસિદ્ધ છે.

માતાજી એ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે.શ્રી મેલડી માડી સૌમ્ય રૂપમાં હોય છે.ત્યારે એનું સ્વભાવ પાંચ વર્ષની કન્યા જેવો હોય છે. પાંચ વર્ષની કન્યાને શું જોઈએ તેની ઈચ્છાના અનૂકૂળ તેમની પ્રિય વસ્તુએ તેને ભેંટ કરતા તો તેની દરેક ઈચ્છાના અનૂકૂળ ચાલતા રહો તો તે પ્રસન્ન થઈ જાય છે. તે જ રીતે માડીને જે પ્રિય છે તેની ઈચ્છા મુજબ આચરણ અને તેમની સેવા કરતા રહો તો પ્રસન્ન થઈ જાય છે. માં મેલડીને ભાવ પ્રિય ભાવથી શ્રદ્ધાથી માં કહીને તેમની પ્રાર્થના કરો.

તો તેમની દરેક અમૃતમયી કૃપાનો અનુભવ જીવનને સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલાં છે. અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય-બાણ ખપ્પર ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથ આશિષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાજી મેલાં ગણાયેલ દેવી છે. આથી મેલી વિદ્યાનાં સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે.

તેઓ અનેક નામે ઓળખાય છે.ખેતરના શેઢે ક્ષેત્રપાળ તરીકે પણ માનું સ્થાપન અનેક જગાએ થયેલું છે. ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના ગામ કોળિયાકમાં જ્યાં નકલંક મહાદેવનો મોટો મેળો ભરાય છે, એ ગામમાં વાળંદનું ખેતર છે. એ ખેતરનાં શેઢે મેલડી માતાજીની નાનકડી દેરી છે. એક નારિયેળીમાં માનું સ્થાપન થયેલ છે. આ ખેતરમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી. ઢોર ઢાંખર પણ ખેતરમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી. ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે અને ઢોર ભાગે છે.

ફરી એ તરફ ડોકાતું નથી મહિષાસુરનો વધ કરી આદ્યશક્તિ હિમાલયમાં થાક ઉતારવા બેઠાં પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. મહાકાલી પાવાગઢ ગયાં. બહુચરાજી પણ બેચરાજી પાછા ફર્યાં. ખોડિયાર રાજપરા તરફ રવાના થયાં. આઈ વરુડી તરફ જવા ઉપડ્યાં. ચામુંડા માતા ચોટીલા ગયાં. સૌ જોગણીઓ પણ પોતપોતાનાં સ્થાનક તરફ પાછા ફરવા લાગ્યાં. એ સમયે મેલડી માતા ચારે તરફ નજર કરતા રણ મેદાનમાં ઉભા રહ્યાં આ જોઈ અંબાજીએ મેલડી માતાજીને રોકાવાનું કારણ પૂછયું મા ધીર ગંભીર અવાજથી બોલ્યા,

હે મા હું મહાકાળીનો અવતાર છુંપણ મહાલક્ષ્મી યોગમાયાના મેલમાંથી ઉત્પન્ન થઇ છું, તેથી હું મહાલક્ષ્મી પણ છું, ચામુંડા માને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી, તેથી હું ઉત્પન્ન થઇ છું, તેથી હું મહાસરસ્વતી પણ છું. તો હવે હું ક્યાં જાઉં અને કઈ દેવીના શરીરમાં જઈ સમાઉં તે મારી સમજણમાં આવતું નથી આ સાંભળી ભવાની આદ્યશક્તિ આરાસુરવાળાં શ્રી અંબાજી બોલ્યાં કે હે મેલડી, તારે કોઈનામાં સમાવવાની જરૂર નથી પૃથ્વીલોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા મેલડી મા તમે ગુજરાત જાવ.

આમ, કહી અંબાજીએ પોતાનાં આયુધ, શક્તિ તથા સામર્થ્યને મા મેલડીને અર્પણ કરી ગુજરાત મોકલ્યાં આમ માનું ગુજરાત-કચ્છ કાઠિયાવાડ માં પ્રથમ આગમન થયું મિત્રો આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક મહત્વ ધરાવતો દેશ છે. અહી ખૂણે-ખૂણે દેવી-દેવતાઓ નો વાસ થયેલો છે મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે.

જેમકે મુન્જપરીની મેલડી, વાણીયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વણજારાની મેલડી, વાઘરીની મેલડી, મડાખાઉંની મેલડી, આવા અનેક નામે મેલડી માં પ્રસિદ્ધ છે. માતાજી એ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે.

About bhai bhai

Check Also

ગણેશનું એક એવુ મંદિર કે જ્યા તમે તમારી મુશ્કેલીઓ ને ટપાલમા લખી ને જણાવી શકો છો…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક …