Breaking News

આંખ નીચે બહુ થઇ ગયા છે કાળા કુંડાળા,તો કરો આ દેશી ઈલાજ,મળી જશે આ સમસ્યા માંથી છુટકારો…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આંખો નીચેના ઘાટા કાળા નિશાનો એટલે કે ડાર્ક સર્કલ.આ સર્કલ એક સારો ચહેરો બરબાદ કરે છે.ઘણા લોકોને તો આંખો નીચે એટલા ડાર્ક સર્કલ હોય છે કે આપણને એવું લાગે કે આ વ્યક્તિ ખુબ જ બીમાર છે.જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પછી અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ દરરોજ કરવાથી તમે ડાર્ક સર્કલની સમસ્યાથી રાહત મેળવી શકો છેપુષ્કળ પાણી પીવું કેટલીકવાર શરીરમાં હાજર ઝેર પણ આંખોમાં બળતરા વધારવાનું કારણ હોય છે.તેથી દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ટેવ પાડવી મહત્વપૂર્ણ છે.

આ તમારું પાચન બરાબર રાખશે અને આંખી નીચે થતા ડાર્ક સર્કલની સમસ્યા પ દૂર થશે.ટી બેગ ટી બેગ આંખોની બળતરા દૂર કરવામાં ઉપયોગી છે.આ માટે એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં 2 ટી બેગ રાખો.જ્યારે આ પાણી ઠંડુ થાય છે ત્યારે ટી બેગ કાઢો અને તેને તમારી આંખો પર 3 થી 4 મિનિટ સુધી રાખો.ટી બેગ આંખોની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે ગુલાબજળ દુખતી અને થાકેલી આંખો માટે ગુલાબજળ કુદરતી આરામ કરવાની પ્રક્રિયા તરીકે કામ કરે છે.ઉપરાંત ગુલાબજળનો ઉપયોગ કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલમાં ઘટાડો થાય છે અને ત્વચા નરમ અને આકર્ષક બને છે બીજી તરફ રોજ ગુલાબજળનો ઉપયોગ કરવાથી આંખોમાં ભેજ બની રહે છે.બરફનો ટુકડો બરફને સુતરાઉ કાપડ અથવા રૂમાલમાં મુકો અને તેની તમારી આંખ ઉપર હળવા હાથથી મસાજ કરોજો તમે બરફને બંધ આંખ પર રાખી તેની ઠંડક થોડી સેકંડ માટે સહન કરી શકો છો,તો આ કરવું તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.આની અસર તમે 2 થી 3 મિનિટમાં જ જોશો તેવી જ રીતે કોટનને ઠંડા દૂધમાં પલાળો અને તેને તમારી આંખો પર 5 થી 10 મિનિટ સુધી રાખો તેનાથી ચહેરો તાજો લાગે છે અને આંખોના સોજા પણ દૂર થાય છે.

કાકડીના ટુકડાઓ પણ ફાયદાકારક છે કાકડી એ ડાર્ક સર્કલ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે.તેના રસપ્રદ ગુણધર્મોને લીધે કાકડી આંખોની આસપાસ થાકેલા સ્નાયુઓને રાહત આપે છે.આ માટે ઠંડી કાકડીના બે કટકા કરો અને તેને 25,30 મિનિટ સુધી આંખો પર રાખો આ કટકાઓને આંખો પર રાખીને સૂઈ જાઓ આવી રીતે સૂવાથી આંખોમાં ઠંડક તો થશે જ પણ સાથે તમને પણ ઘણી રાહત મળશે.

લીંબુ અને ટમેટાટમેટા અને લીંબુમાં લાઈટનિંગ ગુણધર્મો હોય છે જે આંખોની નીચે કાળા કુંડાળાઓને મટાડી શકે છે.આ માટે 1 ચમચી ટમેટાનો રસ અને 1 ચમચી લીંબુનો રસ એક સાથે મિક્સ કરો.તેને કોટનના ઉપયોગની મદદથી આંખોની નીચે લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો અને પછી તેને સાદા પાણીથી ધોઈ લો તમે દિવસમાં બે વખત આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો જેથી તમારા કાળા કુંડાળાઓ દૂર થઈ શકે છે ટામેટા ફુદીનો અને કાકડી કાકડી ત્વચાને હાઇડ્રેટ કરે છે જ્યારે ફુદીનાના પાંદડા આંખો હેઠળ ત્વચામાંથી રંગદ્રવ્યને દૂર કરે છે.

આ માટે 1 ચમચી ટમેટા પ્યુરી 5,6 ફુદીનાના પાન અને 1 ચમચી કાકડીની પેસ્ટ લો ટમેટાંની પ્યુરીમાં કાકડીની પેસ્ટ ઉમેરો હવે ટમેટા અને કાકડીની પેસ્ટમાં ગ્રાઈન્ડ કરેલા ફુદીનાના પાન ઉમેરો.આ પેસ્ટનો એક સ્તર આંખોની નીચે લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.એલોવેરા ત્વચાને નીખારવાનું કામ કરે છે તેમ જ એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરે છે આ માટે તાજા એલોવેરાના પાનમાંથી સફેદ એલોવેરા જેલ કાઢીને સાફ બાઉલમાં નાંખો હવે આ પેસ્ટ તમારા ડાર્ક સર્કલ પર લગાવો અને 15 મિનિટ પછી તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો આ તમારા ડાર્ક સર્કલની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર કરશે

આ બટાકા પણ આંખો નીચે ના ડાઘા ને ઓછા કરવામા મદદરૂપ થાય છે આ બટાકા ને અધકચરા કરી લો અને ત્યારબાદ તેને સારી રીતે નિચોવી ને તેનો રસ કાઢી લો. ત્યારબાદ થોડું રૂ લઇ તેને આ બટાકા ના રસ મા સારી રીતે પલાળી આંખો ની ઉપર મૂકી રાખો. આ પ્રયોગ કરતા સમયે ધ્યાન રાખવું કે આ રૂ કાળાશ હોય ત્યાં બધી જ જગ્યાએ વ્યવસ્થિત રીતે લગાવવુ.આવું નિયમિત કરવા થી માત્ર અઠવાડિયા મા જ પરિણામ જોવા મળશે. તમે જો ટી બેગ જોઈ હશે તો તે પાતળા કપડા મા હોય છે અને તેની અંદર ચા ની ભૂક્કી ભરેલી હોય છે. તેની મદદ થી પણ તમે આંખો નીચે ના કુંડાળા થી છૂટકારો મેળવી શકો છો. આ માટે એક ટી બેગ લઈ લો અને તેમા પણ જો ગ્રીન ટી હોય તો બેસ્ટ, ત્યારબાદ આ બેગ ને થોડી વાર માટે ફ્રીજ મા રાખી મુકો અને જ્યારે આ બેગ ઠંડી થઈ જાય તો તેને આંખો ઉપર રાખો.

આ પ્રક્રિયા ને શક્ય હોય એટલી વખત અનુસરો બદામ મા મળી આવતા વિટામીન ઇ ત્વચા ને સુકોમળ બનાવે છે. હાલ બજાર મા સારા એવા પ્રમાણ મા આ તેલ મળી રહે છે અને તેનો ઉપયોગ કરવો પણ ઘણો સરળ છે. તમારે થોડૂક આ બદામ નું તેલ લઈ તેને આંખ નીચે રહેલા ડાર્ક સર્કલ પર લગાવવું અને ત્યારબાદ હળવા હાથે માલિશ કરવી અને ત્યારબાદ આ તેલ ને થોડી વાર માટે એમ જ રહેવા દો. સવારે ઉઠો ત્યારે આંખો ને ધોઈ લેવી.

આવું કરવા થી અઠવાડિયા મા જ અસર દેખાવા લાગશે.આ ઠંડા દૂધ ના નિયમિત ઉપયોગ થી ન માત્ર તમે આ ડાર્ક સર્કલ્સ દુર કરી શકશો પણ તેના થી આંખો પણ સારી રહે છે. તમારે આ માટે એક રૂ ના પૂમડા ને એક વાટકી મા રાખેલા ઠંડા દૂધ મા ડૂબાડી રાખવું અને થોડી વાર પછી તેને ડાર્ક સર્કલ્સ વાળી જગ્યા પર મૂકી દો. તેમા એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ રૂ થી ડાર્ક સર્કલ વાળો ભાગ સંપૂર્ણપણે ઢાંકાઇ જવો જોઇએ.

દસ મિનિટ સુધી રૂ રાખ્યા બાદ સાદા પાણી થી આંખો ને ધોઈ લો.સંતરા નો રસ તો મોટેભાગે દરેક વ્યક્તિ નુ પસંદીદા પીણું હોય છે અને તમે પણ સંતરા તો ખાતા જ હશો, તો આ સંતરું આંખ નીચે ના કાળા ડાઘ ને દુર કરવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. તમારે આ સંતરા ના રસ મા અમુક ટીપાં ગ્લિસરીન ના ભેળવી લેવા અને ત્યારબાદ આ મિશ્રણ ને ડાર્ક સર્કલ વાળા ભાગ પર લગાવવું. આ મિશ્રણ ન કેવળ ડાર્ક સર્કલ ને દૂર કરશે પણ સાથોસાથ તેના થી આંખો મા કુદરતી ચમક પણ આવશે.

જ્યારે ઘરગથ્થુ ઉપચારો ની વાત કરવામા આવે છે તો તેમાં યોગ અને ધ્યાન ને પણ સામેલ કરી શકીએ છીએ. જેમ આ કુંડાળા માટે ખરાબ જીવનશૈલી જવાબદાર છે તો તેમાં તમને યોગ મદદરૂપ થશે. ઘર મા જ થોડાક સમય માટે યોગ અને ધ્યાન કરવું. આવું કરવા થી પણ ન કેવળ આ કાળા ડાઘ દુર થશે પણ આખું શરીર પણ સ્વસ્થ રેહશે.ફૂદીના ને અંગ્રેજી મા મીંટ કહે છે અને આ મીંટ ના પાન ના ઉપયોગ થી પણ આંખ નીચે ના કાળા ડાઘા દુર કરી શકાય છે. તો આ માટે આ મીંટ ના પાન ને વાંટી તેમાં થોડું પાણી ઉમેરો જેથી તે એક ઘટ્ટ પેસ્ટ બની જાય અને આ પેસ્ટ ને હવે આંખો નીચે ના કુંડાળા મા લગાવો. દસ મિનિટ સુધી તેને આમ જ રહેવા દો અને ત્યારબાદ ઠંડા પાણી થી મોઢું ધોઈ લો. આ પ્રયોગ નિયમિત રાતે અજમાવવા મા આવે તો અઠવાડિયા મા જ ફર્ક દેખાવા લાગશે.

હળદર ને તો પ્રાચીનકાળ થી જ ઘણી ગુણકારી માનવામા આવે છે અને તે એક એન્ટી-બાયોટિક પણ છે. આ હળદર નો ઉપયોગ શાક મા, હળદરવાળુ દૂધ થી શરીર ને સ્વસ્થ રાખવા અને તેના થી ઘા લાગ્યા ની જગ્યા ઉપર પણ લગાવવા મા આવે છે. જ્યારે છાશ તો જમ્યા બાદ પીવા મા આવે છે. હવે આ બંને વસ્તુઓ આંખ નીચે ના કાળા ડાઘ ને દુર કરવા માટે પણ ઉપયોગ મા લેવાય છે. તો આ માટે બે ચમચી છાશ મા એક ચમચી હળદર ભેળવી આ મિશ્રણ ને આંખ નીચે ના ભાગ પર લગાવવી અને દસ મિનીટ સુધી રાખી ગરમ પાણી થી મોઢું ધોઈ લેવું. જેથી આ કાળાશ દુર થશે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …