Breaking News

આવી ઈન્ટરનેટ પર અફવાઓને સાચું માનીને ઘણાં લોકો તેના ચક્કરમાં આવી ગયા હતા.

જોકે ઈન્ટરનેટ આપણી માટે વરદાન છે,તે જાણકારીઓનો ભંડાર છે,દેશ ,દુનિયાની ખબરોને એક જ સેકન્ડમાં શોધી કાઢે છે સંચારના આ યુગમાં તે એક શક્તિશાળી માધ્યમ છે પણ ઈન્ટરનેટ પર અફવાઓની એવી વાતો ચાલે છે કે લોકો તેને સાચું માની જાય છે તો આવો આજે જાણીએ ભારત વિશે ફેલાયેલી કેટલીક ખોટી અફવાઓ વિશે …જેને સાચું માનીને આપણે લોકોએ પણ ખૂબ શેર કરી છે.

1.દિવાળીની રાતની આ તસવીર.દિવાળીના અવસર ઘણી વખત સ્પેસમાંથી લીધેલો ભારતનો આ ફોટો સોશિયલ મીડિયા પર આડેધડ શૅર કરવામાં આવી છે.એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે આ ફોટો નાસા દ્વારા લેવામાં આવ્યો છે.

2.આપણું રાષ્ટ્રગાન દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રગાન છે.એક અફવા એવી પણ ફેલાવામાં આવી રહી છે કે આપણું રાષ્ટ્રગાન દુનિયાનું સૌથી શ્રેષ્ઠ નેશનલ એંથમ છે.એટલું જ નહીં આ સાથે UNESCOનું નામ પણ જોડવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે UNESCO એ અત્યાર સુધી આવું કોઈ ઓફિશિયલ એનાઉંસમેન્ટ નથી કર્યું તો હવે આ ભ્રમમાં ન રહો.

3.એક મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો.આ અફવા તો સૌથી ખતરનાખ છે.11 બાળકો સાથે ઉભા રહેલ હોસ્પિટલ સ્ટાફની ફોટો ઘણીવાર જોવા મળી છે.તેની નીચે એક નોટ લખેલી હોઈ છે કે ‘એક ભારતીય મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો છે,તે એકદમ ખોટું છે.ખરેખર આ 11 બાળકો સુરતની એક હોસ્પિટલમાં જન્મ્યા હતા અને ખાસ વાત એ છે કે તેમની જન્મતારીખ 11-11-11 છે.આ બધા બાળકોની માં અલગ અલગ છે.

4.નાથુરામ ગોડસે અને ગાંધીજીની આ ફોટો.આને તમે એક યોગયાનોયોગ પણ કહી શકો છો કે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડશેનો કોઈ ફોટો પણ હશે. પરંતુ બંદૂક લઈને ઉભેલા નાથુરામ ગોડસેનો આ ફોટો પણ ખૂબ વાયરલ થયો છે.અમે તમને તેની સચ્ચાઈ જણાવીએ,ખરેખર આ ફોટો એક બ્રિટિશ ફિલ્મ Nine Hours to Ramaનો છે બીજુ કઈ નથી.

5.અજગર એક માણસને ગળી ગયો.કેરળમાં એક પોયથોન દ્વારા એક માણસ ને ગળી જવાનો ફોટો પણ ખોટો છે,આ બધું એક ડિજિટલ કેમેરા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં કોઈ સચ્ચાઈ નથી.

6.અસમમાં રેપ ફેસ્ટિવલ.અફવાઓની પણ એક સીમા હોઈ છે,સોશિયલ મીડિયામાં એક અફવા ફેલાઈ હતી કે અસમમાં રેપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.જ્યારે સ્થાનીય લોકોએ હંમેશા આ વાતની ના પાડી છે.આ કિસ્સામાં સીઆઇડી ટીમે ફેક ન્યૂઝ વિરૂદ્ધ એક્શન પણ લીધું છે.

7.ત્રણ માથા વાળો સાપ.આ ત્રણ માથાવાળા સાપને તમે જરૂર જોયો હશે અને સોશીયલ મીડિયા પર શૅર પણ કર્યું હશે કહેવાય છે કે તેને ભારતમાં કોઈ રસ્તાની સાઈડમાં જોવામાં આવ્યો હતો ,પરંતુ તમે જ્યારે તેની સચ્ચાઈ જાણશો તો તમે પણ હેરાન થઈ જશો આ માત્રને માત્ર એક ફોટોશોપનો કમાલ છે તો શૅર કરતા પહેલા એકવાર તપાસ કરો.

8.કુરકુરેમાં પ્લાસ્ટિકની મિલાવટ.સોશિયલ મીડિયા પર તમેં કુરકુરેમાં પ્લાસ્ટિકની મિલાવટ છે એવું સાંભળ્યું હશે અને જોયું પણ હશે,સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થાય છે જેમાં કુરકુરેને સળગાવવામાં આવે છે.ખરેખર આવું કઈ નથી તેની સચ્ચાઈ છે કે કુરકુરે એક કોર્ન મિલ છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી આ વાતનો દાવો ભારતની ખાદ્ય સુરક્ષા એન્જસી પણ કરી ચૂકી છે ,જોકે તે મેલ્ટ એટલા માટે થાય છે કે તેમાં કાર્બોહાઇડ્રેટ હોઈ છે.

9.મોતનો ફોન.જો તમારી પર 09141 નંબરથી ફોન આવે તો તેને રિસીવ ન કરશો કારણ કે તેને રિસીવ કરવાથી તેમાંથી એક હાઈ ફ્રિકવન્સી સાઉન્ડ વેવ નીકળવા લાગશે જેનાથી તમારું બ્રેન હેમરેજ થઈ શકે છે અથવા તમારો જીવ પણ જઈ શકે છે આવા અફવા વાળા મેસેજ તો તમારા ફોનમાં ઘણીવાર આવતા હશે પણ તેને એક અફવા સુધી જ રહેવાદો.

10.આંખોમાં કોન્ટેકટ લેન્સનું ઓગળવુ.કોન્ટેક્ટ લેન્સ વિશે આ અફવા ફેલાવામાં આવી હતી વધારે ગરમીમાં તે ઓગળે છે.તેનાથી તમારી આંખોની દ્રષ્ટિ પણ જઈ શકે છે તે એક અફવા છે.આ વાતને નકારી ન શકાય કે ઈન્ટરનેટ એક સશક્ત માધ્યમ છે.તે સમયની માંગ પણ છે આવામાં સુચનાઓનું આદન પ્રદાન થતું રહેવું જોઈએ પ્રયત્ન કરવો કે આવા અફવાઓવાળા મેસેજ ફોરવર્ડ ન કરીએ ,અને ન તો કોઈને પ્રોત્સાહિત કરીએ.પરંતુ આ આર્ટિકલને મિત્રો શૅર કરવાનું ના ભૂલતા.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *