મોરપંખ એ દેખાવમા જેટલા સુંદર હોય છે એટલા જ તે ઉપયોગી પણ હોય છે અને ભગવાન કૃષ્ણના મુઘટથી મંદિરમા જે આપણે નજર ઉતારવા માટે મોરપંખનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામા આવે છે અને મોરપંખની આ એક ખાસિયત એ છે કે તે ક્યારેય પણ ખરાબ નથી થતા અને તેમા રહેલા અનેક રંગોના કારણે એ સૂર્યની રોશનીમાથી નીકળતી દરેક જાતની ઉર્જાને ગ્રહણ કરે છે અને તે નેગેટિવિટીને પણ દૂર કરે છે અને વાસ્તુ અને તંત્ર બંન્નેમા મોરપંખનુ ખૂબજ મહત્વ રહેલુ છે.
આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રમાં મયુરપંખ એટલે કે મોરપીંછનું ખુબજ મહત્વ રહેલુ છે. કેમકે મોરપીંછ ભગવાન કનૈયાને ખુબજ પ્રિય હતુ. માથાના મુકુટ પર શ્યામે કાયમી મયુરપંખને સ્થાન આપ્યુ હતુ. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના મોરના પીછા વગર શક્ય જ નથી. કૃષ્ણનો શણગાર મોરપીંછ વગર અધૂરો માનવામાં આવે છે.
તમે મોરપંખ સંબંધિત ઘણા વાસ્તુ નિયમો અને પગલાં ભર્યા હશે. જેની મદદથી તમારા ઘરના તમામ વાસ્તુદોષ દૂર થાય છે. આજે અમે તમને મોરપંખથી સંબંધિત કેટલાક સરળ અને જુદા જુદા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મોરપંખના કેટલાક અચૂક ઉપાય અને લાખો પ્રયત્નો કર્યા પછી પણ તમારું કાર્ય અધૂરું રહે છે કે પૂર્ણ થતું નથી, તો તમારા રૂમની પૂર્વ-દક્ષિણ દિશામાં મોરપંખ રાખો. તેનાથી તમારા વાસ્તુદોષો દુર થશે અને તમારા બધા કાર્યો સફળ થશે.
કુમાર કાર્તિકેયનું વાહન પણ મોર છે. શાસ્ત્ર માં પણ મોરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. તેનાથી સંબંધિત કેટલાક પગલાં લેવાથી તમે વાસ્તુ દોષ, રાહુ દોષ અને કષ્ટોથી છુટકારો મેળવી શકો છો.મોરપીંછ ગ્રહ દોષોથી મુક્તિ આપે છે. જો તમે કોઈપણ રીતે ગ્રહ દોષથી પીડિત છો, તો પછી મયુરપંખ સાથે 21 વાર ગ્રહ મંત્ર બોલીને જળનો છંટકાવ કર્યા પછી, તેના મોરપીંછને એવી જગ્યાએ મૂકો કે જ્યાંથી તે જોઈ શકાય છે. તેવી જ રીતે, જો રાહુ તમને પરેશાન કરે છે, તો પછી ઘરની પૂર્વ દિશાની દિવાલ પર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં દિવાલ પર મોરપીંછ મૂકો.
જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો મોરપીંછ રાખો. વાસ્તુ મુજબ મોરપીંછને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષની અસરોથી રાહત મળે છે. જેની સાથે તમને વાસ્તુ દોષથી થતી પરેશાનીઓથી રાહત મળશે.જો તમે શત્રુઓથી પરેશાન છો, તો હનુમાનજીના કપાળ પર લગાવેલ સિંદૂર લો અને મોરપીંછથી દુશ્મનનું નામ લખો અને તેને પૂજા સ્થળે મુકો. સવારે ઉઠીને મોરપીંછને વહેતા પાણીમાં નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારની રાતે કરવો જોઇએ. આ ઉપાયથી દુશ્મનોથી મુક્ત કરશે.
તમને જણાવી દઈએ કે મોરપંખને ઘર અથવા દુકાનની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં પૈસાની તંગી દૂર થશે અને તમને ફાયદો થશે.ઘરના મુખ્ય દરવાજા પર મોરપંખ લગાવીને ભગવાન ગણેશજીનાં ફોટા મોરપંખની નીચે મુકવાથી ઘરનો વાસ્તુદોષ ટૂંક સમયમાં દૂર થઈ જશે. હંમેશાં તમારી સાથે મોરપંખ રાખવાથી તમારું નસીબ તમને હમેશા સાથ આપે છે. રાહુના દોષો ખિસ્સા અથવા ડાયરીમાં મોરપંખ રાખીને દૂર કરી શકાય છે.મોરપંખને ચાંદીના તાવીજમાં નવજાત બાળકને પહેરાવવાથી.બાળકોને ખરાબ નજરથી બચાવી શકાય છે.
મોરપીંછ અને વાંસળી મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણ સાથે રહેતા હતા. મોરપીંછ અને વાંસળીને ઘરમાં રાખવાથી પ્રેમની લાગણી વધે છે. ઘરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે જેનું કારણ બને છે સકારાત્મકતાનો સંચાર છે.શયનખંડમાં મોરપીંછ રાખવાથી પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ રહે છે, બંને વચ્ચેનો પ્રેમ વધે છે. તેથી જો કોઈના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે અથવા તણાવ હોય તો તેમના રૂમમાં મોરના પીંછા મૂકવા જોઈએ.
મોરપંખને ધાર્મિક રીતે ઘણું પવિત્ર માનવામાં આવે છે.મોરપંખનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે.જો તમારો પરિવારની સાથે સબંધ સારો નથી,અથવા તો તમારું બાળક અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે,તો તેની સાથે હમેશા મોરપંખ રાખવાથી આ મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે.
જો તમારે રૂપિયાની અછત હોય કે અમુક કારણથી તમારાં ઘરમાં રૂપિયા ટકતા ન હોય તો તમે જે પણ પર્સનો વપરાશ કરો છો, પર્સને ક્યારેય પણ ખાલી ન થવા દેવું. ભલે પર્સમાં એક રૂપિયા જ હોય. એ ઉપરાંત તમે તેમાં મોર પંખ રાખો. આ કરવાથી ધન સબંધી બધી મુશ્કેલીઓ દુર થઇ જશે. તેની સાથે રૂપિયા આવવામાં જે પણ રુકાવટ આવતી હોય તે રુકાવટ પણ દુર થાય છે.
અનેક વાર જોવામાં આવે છે કે, બાળકો કે વડીલોને ભયંકર સપનાઓ આવે છે, આ સપનાનાં લીધે બીક પણ બહુ લાગે છે. અનેક વખત આ ડરમાં પણ બદલાઈ છે. આ સમયમાં જો તમને ભયંકર સપનાની ફરિયાદ હોય તો રાતે સુતી વખતે તમારા તકિયાની નીચે મોરપંખ રાખીને સુવું જોઈએ. આ કરવાથી તમારા આ ભયાનક સપનાની મુશ્કેલી દુર થઇ જશે.
એકાગ્રતા વધારવાવિદ્યાર્થીઓ અથાગ મહેનત કરે તેમ છતા તેમને પરીણામ મળતું નથી. વળી કેટલાક છાત્રો અભ્યાસ સમયે એકાગ્ર થઈ શકતા નથી. આ તકલીફ દૂર કરવા માટે અભ્યાસ કરતા હોય તે પુસ્તકમાં મોરપંખ રાખવું જોઈએ.વાસ્તુ દોષ દૂર કરવામોરપંખનો ઉપયોગ કરી અને વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અને મોર પંખ રાખી દેવું. તેનાથી વાસ્તુદોષનું નિવારણ થઈ જશે અને ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે.
કાલસર્પ દોષ દૂર કરવાકુંડળીમાં જો કાલસર્પ દોષ હોય તો સોમવારની રાત્રે તકીયાના કવરમાં સાત મોરપંખ રાખી અને બેડરૂમની પશ્ચિમ દિશાની દિવાલ પર અગિયાર મોરપંખ લગાવો.મોરપંખ ઘરમાં રાખવાથી સર્વત્ર સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભોજપત્ર પર લાલ ચંદનની શ્યાહીથી કોઇ મંત્ર લખાય તો તાત્કાલિક ફળ મળે છે