Breaking News

અંબાણી અને ટાટા કરતા પણ વધારે અમીર હતો આ વ્યક્તિ અંબાણીની કુલ સંપતિ જેટલુ સોનુ કરતો હતો રોજ દાન…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ સૌથી અમીર વ્યક્તિ વિશે જે અત્યારના ટાટા અને અંબાણી કરતા દશ ગણો અમીર હતો મિત્રો જો જોવા જઇએ તો આજના સમયમા ફોર્બ્સના જણાવ્યા અનુસાર હાલમાં વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે અને તેની પાસે 175 અબજ ડોલરની સંપત્તિ છે અને આ યાદીમાં ટોપ 5 માં એક પણ ભારતીય નથી.

જોકે મુકેશ અંબાણીએ છ સ્થાને પોતાનું સ્થાન બનાવ્યું છે પરંતુ આજે જે વ્યક્તિને અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની સામે આ સૂચિમાં કોઈ વ્યક્તિ હાજર નથી અને આ માણસ એટલો ધનિક હતો કે એક દિવસમાં તે અંબાણીની કુલ સંપત્તિ કરતા વધારે પૈસા દાન આપતો હતો જો કે તેના કારણે તે અને તેનો દેશ બંને નાદાર થઈ ગયા હતા તો ચાલો આજે અમે તમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ વિશે જણાવીએ.

મિત્રો તમે ઘણા અમીર રાજા અને ધનકુબેરોની વાર્તાઓ સાંભળી હશે કે હાલના સમયમાં પણ ઘણા માલેતુજારો અંગે છાપામાં વાચીને ઇર્ષ્યા થતી હશે. પરંતુ અહીં એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેની અપાર ખજાનાની અત્યાર સુધીના દરેક ધનવાન વ્યક્તિને પણ ઇર્ષ્યા આવે છે. આ એક રાજા એવો છે જેણે આપેલ ભેટ-સોગાતથી એક દેશની સમગ્ર અર્થવ્યવસ્થા ચોપટ થઈ ગઈ હતી.

જોકે હવે એ જ રાજાનો દેશ આજે ખૂબ જ મોટા આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યો હતો અને એવુ માનવામાં આવે છે કે આ જ રાજાએ પશ્ચિમ આફ્રિકામાં શિક્ષણની પ્રથા શરુ કરી હતી. હાલની દુનિયામાં જે સૌથી અમીર છે તેવા એમેઝોનના માલિક જેફ બેજોસની કુલ સંપત્તિ 9028 અબજ રુપિયા છે પરંતુ તેઓ પણ આ રાજાની સંપત્તિ પાસે કંઈ નથી તેમજ આ માનવામાં ન આવે તેવી હકીકત 14મી સદીમાં માલી દેશના રાજા મનસા મૂસાની છે.

મિત્રો મનસા મૂસાને આજે પણ દુનિયાના ઇતિહાસમાં સૌથી અમીર રાજાઓ પૈકી એક ગણાવામાં આવે છે. તેઓ જ્યાં પણ જતા ત્યારે તે દેશના સામાન્ય નાગરીકને એટલા ઉપહાર આપતા હતા કે તે દેશની અર્થવ્યવસ્થા જ હલી જતી હતી. આ અંગે કેલિફોર્નિયા યુનિવર્સિટીના એસોસિએટ પ્રો. રુડોલ્ફ બુચ વેયરે કહ્યુ હતું કે મૂસાના સમયનો આર્થિક ઉલ્લેખ એટલો સ્પષ્ટ નથી મળતો જેથી તેમનો ખજાનો કેટલો મોટો અને વિશાળ હતો તેનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે.

મિત્રો મૂસાનો જન્મ 1280માં એક શાસક પરિવારમાં થયો હતો. તેમના ભાઈ મનસા અબુ બકરે 1312 સુધી શાસન કર્યું. જ્યારે એક દરિયાઈ યાત્રા પરથી મનસા અબૂ બકર પરત ન ફરી શક્ય ત્યારે તેમના ભાઈ મનસા મૂસાને આ રાજગાદી વિરાસતમાં મળી હતી. એક શાસક રુપે મનસા મૂસાની મધ્યયુગીન સમયમાં ધનના સૌથી મૂલ્યવાસ સ્ત્રોત સુધી અસીમિત પહોંચ હતી.

સોના અને અન્ય કિંમતિ વસ્તુઓના વેપારના મુખ્ય વેપારી કેન્દ્ર પણ મૂસાના રાજ્યમાં જ આવ્યા હતા. જેના વેપારથી તેમને ખૂબ વધારે પડતો નફો થતો હતો. મૂસાએ પોતાના રાજ્ય માંથી પસાર થતા ટિમ્બકટૂ સહિતના 24 મુખ્ય વેપારી શહેરોનો માર્ગ બંધ કરી દીધો હતો. જેનો લાભ માલીને મળ્યો હતો તે સમયે માલી પાસે પૂરી દુનિયાના સોનાનો લગભગ અડધો અડધ ભાગ હતો જેના પર માલીના શાસક મનસા મૂસાનો એકાધિકાર હતો.

મિત્રો આર્થિક ઇતિહાસકારો મુજબ મનસા મૂસા પાસે કેટલું ધન હતું તેનો અંદાજ લગાવવો થોડો અશક્ય છે પરંતુ ચોક્કસપણે આજે દુનિયાનામાં જે સૌથી ધનિક છે તેમના કરતા પણ ક્યાંય વધારે હતું.મૂસા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિનો મુસલમાન રાજા હતો. એકવાર તેણે સહારાના રણમાંથી થઈને મક્કા હજ યાત્રા પર જવાનું નક્કી કર્યું હતું. માલીથી હજ તરફ જતા તેની સાથે 60000થી વધુ લોકો, હાથી, ઘોડા, ઉંટ અને અન્ય કેટલાક પ્રકારના જાનવરો હતો. તો ખૂબ જ મોટી માત્રામાં સામાનનો રસાલો સાથે હતો પ્રવાસ દરમિયાન લાવ-લશ્કર સાથે તેમણે 3 મહિના સુધી કાહિરામાં ધામા નાખ્યા હતા.

આ દરમિયાન તેમણે સ્થાનિક લોકોને એટલું સોનું ભેંટસોગાદ તરીકે આપ્યું કે ઈજિપ્તની અર્થવ્યવસ્થા જ ભાંગી પડી હતી. તેમના સ્વર્ણ ઉપહારોના કારણે પૂરા 10 વર્ષ માટે ઇજિપ્તમાં સોનાની કિંમત પાણીન મૂલ્ય બરાબર થઈ ગઈ હતી. મૂસાએ પોતાની સમગ્ર યાત્રામાં એટલું સોનું લોકોને આપ્યું હતું કે તેનાથી આખા મિડલ ઇસ્ટમાં અર્થતંત્રને 100 અબજ રુપિયાથી વધારે આર્થિક નુકસાન થયું હતું.

માનવામાં આવે છે કે મૂસાએ જ પશ્ચિમ આફ્રિકામાં શિક્ષણની શરુઆત કરી છે. તેમણે સાહિત્ય, કળા અને વાસ્તુકળાને પ્રોત્સાહન આપવા માટે પોતાના રાજ્ય ભંડોળમાંથી સ્કૂલોને મદદ કરી હતી. પરત ફરતા ઈજિપ્તની અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે તેમણે પોતે જ આપેલું સોનું વ્યાજ પર પરત લેવાનું શરુ કરી દીધું હતું.

મિત્રો ઇતિહાસના વિશ્વના સૌથી ધનિક રાજા તરીકે માનસા મૂસા નામ આપવામાં આવ્યું છે. તે વિશ્વના સૌથી ધનિક અને ઉદાર રાજામાં ગણાય છે રાજા મૂસા માલી દેશનો રાજા હતો અને તે સમયે ત્યાં સોના અને અન્ય કિંમતી ચીજો માટેનું એક મોટું વેપારી કેન્દ્ર હતું અને માલી દેશને આનો મોટો ફાયદો થયો. તે સમયમાં, માલી દેશ પાસે વિશ્વના અડધા સોના હતા.

આવી સ્થિતિમાં રાજા મૂસા ઉદાર હતા અને લોકોને સોનાનું વિતરણ કરતા હતા. રાજા મૂસા એકવાર હજ યાત્રાએ નીકળ્યા. ત્રણ મહિનાની આ યાત્રામાં, 60 હજાર લોકો સાથે નીકળેલા રાજા મૂસા ખૂબ ખર્ચાળ હતા અને ખરેખર એવું કહેવામાં આવે છે કે આ યાત્રા દરમિયાન રાજાએ લોકોને રસ્તામાં ઘણું સોનું દાન કર્યું. આનાથી ઇજિપ્તની અર્થવ્યવસ્થા સ્થિર થઈ. મૂસાના ઈનામોને કારણે સોનાના ભાવ ઘટતા રહ્યા.

મિત્રો એક અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વને એક સો અબજથી વધુનું નુકસાન થયું છે જ્યારે કિંગ મૂસાને આ વાતની ખબર પડી તેણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે તેમાંથી સોનું કાઢવાનો પ્રયાસ કર્યો તે રાજા મૂસા છે જેમને આફ્રિકામાં શિક્ષણ શરૂ કરવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેમને સાહિત્ય, કલા અને સ્થાપત્યમાં નોંધપાત્ર રસ હતો.

મિત્રો આર્થિક ઇતિહાસકારોના મતે તેમણે તેમના જીવનમાં એટલું નાણાં દાન આપ્યું કે ઘણા જીવનમાં પરિવર્તન આવ્યું હતું જો કે હજી સુધી એવા કોઈ પૂરતા દસ્તાવેજો મળ્યા નથી કે જે તેમની મિલકતનો સંપૂર્ણ ખ્યાલ આપી શકે.થોડા સમય બાદ ફરી અનેક વિદ્વાનો સાથે મૂસા મક્કા યાત્રા પર ગયા હતા અને આ સમયે તેમની સાથે પૈગંબર મુહમ્મદ અને અંડાલૂસી કવિના વંશજ પણ સામેલ હતા તેમજ મૂસાએ તે સમયે આ વિદ્વાનોને 200 કિલો સાનાનું દાન આપ્યું હતું. જેની આજની બજારમાં કિંમત 574 અબજ રુપિયા જેટલી થાય છે.

About bhai bhai

Check Also

સાંઈરામ દવે તેમના પિતાજીએ કહેલી આ ત્રણ વાતોથી આજે બની ગયા છે એક મોટા કલાકાર જાણો તેમની જીવનની કહાની

મિત્રો આજે હું આપના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમાં હું આપને વાત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *